Last Update : 12-August-2012,Sunday

 
જન્માષ્ટમીએ સુરત ગોકુળિયું બન્યું કૃષ્ણ જન્મોત્સવથી ભવ્ય ઉજવણી

ભાગળ ચાર રસ્તા પર મુખ્ય મટકીફોડ કાર્યક્રમ યોજાયોઃ વિવિધ વિસ્તારમાં મટકી ફોડતા ૧૦ થી વધુ ગોવિંદાને ઇજા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
જન્માષ્ટમીના પર્વએ સુરત શહેર ગોકુળીયું બન્યું હતું. શહેરમાં ઠેર-ઠેર શેરી-મહોલ્લા, સોસાયટીઓમાં મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા. સુરતના ભાગળ ચાર રસ્તા ઉપર સુરત શહેર ગોવિંદાા ઉત્સવ સમિતિ દ્વારા બંધાયેલી મટકી પુરુષ અને મહિલા મંડળોએ ફોડી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મટકીફોડ દરમિયાન ૧૦ થી વધુ ગોવિંદાઓને ઇજા થઇ હતી.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા સુરતમાં ઠેર-ઠેર મટકી ફોડવામાં આવી હતી. કૃષ્ણના પ્રિય માખણ અને મીસરીનો પ્રસાદ મેળવવા આ મટકીફોડનો કાર્યક્રમ પરંપરાગત રીતે ઉજવાય છે. વિવિધ વિસ્તારોમાં બંધાયેલી મટકી અલગ-અલગ ગોવિંદા મંડળો દ્વારા ફોડવામાં આવી હતી. ગોવિંદા મંડળોના લેઝીમના લયબદ્ધ કરતબે લોકોને રોમાંચીત કર્યા હતા. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા ભાગળ ચાર રસ્તા પર મુખ્ય મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો. અહી ત્રણ મટકી પૈકી મુખ્ય મટકી શ્રી ગણેશનાથ બાળ મિત્રમંડળ તડકેશ્વરે ફોડી હતી. જેમાં સંયોજક તરીકે ધરતી માતા સ્પોર્ટસ કલબ જોડાયું હતું. જ્યારે ૨૫ વર્ષ જુના મંડળ માટેની વિશેષ મટકી બાળભારત ફ્રેન્ડસ કલબ, પતરાની ચાલ દ્વારા ફોડાઇ હતી. મહિલા મંડળ માટેની મટકી રાજમાતા જીજાબાઇ મહિલા મંડળ, બોમ્બે માર્કેટે ફોડી હતી. ત્રણેય ગોવિંદા મંડળોને સમિતિ દ્વારા રૃ।. ૧૧ હજાર અને સંયોજકન રૃ।. ૫૧૦૦ ઇનામ અપાયું હતું. મુખ્ય મટકીને સલામી આપનાર ગોવિંદા મંડળોને રૃ।. ૧૧૦૦ પ્રત્સાહક ઇનામ અપાયું હતું. આ પ્રસંગે સુરત, નવસારીના ભાજપના સાંસદો, શહેર પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મટકીફોડના કાર્યક્રમ દરમિયાન ૧૦થી વધુ ગોવિંદાને ઇજા થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ભાગળ પર મુખ્ય મટકીફોડમાં ૧૯ ગોવિંદા મંડળો જોડાયા
સુરતના ભાગળ ચાર રસ્તા ઉપર મુખ્ય મટકીફોડ કાર્યક્રમમાં ૧૯ ગોવિંદા મંડળો જોડાયા હતા. જેમાં જય મહારાષ્ટ્ર મિત્રમંડળ- ભરથાણઆ, ગલેમંડી ફેસ્ટીવલ મંડળ- ગલેમંડી, ખપાટીયા ટેકરા મિત્ર મંડળ- ખપાટીયા ટેકરા, જયવિર હનુમાન સાંઇ યુવક મંડળ- તડકેશ્વર, સોમજાઇ પ્રસન્ન યુવક મંડળ- તડકેશ્વર ભટાર, શ્રી છત્રપતિ શિવાજી મંડળ- ખાડી મહોલ્લો, મચ્છરપુરા સ્પોર્ટસ કલબ, આર્મી સ્પોર્ટસ કલબ, શ્રી સાંઇબાબા સ્પોર્ટસ કલબ- ગોડાદરા, છત્રપતિ શિવાજી યુવક મંડળ, કમલાબા ગાર્ડન સ્પોર્ટસ કલબ- ગોડાદરા, જય હનુમાાન સ્પોર્ટસ કલબ- સૈયદપુરા, બાળ ગોપાળ સ્પોર્ટસ કલબ નવસારી બજાર, જય ભવાની સ્પોર્ટસ કલબ- અંબાજી રોડ, સાંઇ રાજ યુવક મંડળ અને સાંઇ સ્પોર્ટસ કલબ મંડળ અને સાંઇ સ્પોર્ટસ કલબ- નાણાવટનો સમાવેશ થાય છે.

મટકી ફોડતા ઇજાગ્રસ્ત ૧૦ ગોવિંદા સિવિલમાં ખસેડાયા
પ્રવિણ આધાર કોળી (ઉ.વ.૨૧, રહે. નવાગામ-ડિંડોલી), આકાશસીંગ (ઉ.વ.૬, રહે. જયઅંબેનગર, પાંડેસરા), યોગેશ અનિલ મરાઠે (ઉ.વ.૨૧, રહે. ચીકુવાડી, પાંડેસરા), રામાનંદ હીરાલાલ નિશાદ (ઉ.વ.૨૦, રહે. કોસાડ આવાસ, અમરોલી), શંકર શિવરાજ વાઘ (ઉ.વ.૧૬, રહે. માનદરવાજા), ભાલેરાવ રમણલાલ પાટીલ (ઉ.વ.૨૫, રહે. કર્મયોગી સોસાયટી, પાંડેસરા), પાયલ વિજય સોલંકી (ઉ.વ.૧૯, રહે. નવી પારડી, કામરેજ).

 

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved