Last Update : 12-August-2012,Sunday

 

તાપી જિલ્લાને જન્માષ્ટમીનો તહેવાર ફળ્યો
ઉચ્છલમાં ૩.૫, સોનગઢમાં ૩ અને વાલોડમાં ૧.૫ ઇંચ વરસાદ

કૃષ્ણ જન્મ બાદ વ્યારા, વાલોડ અને સોનગઢમાં નોંધપાત્ર વરસાદ પડયો છતાં ફલડ કન્ટ્રોલ કહે વરસાદ નોંધાયો નથી

વ્યારા, સોમવાર
તાપી જિલ્લાને જન્માષ્ટમીનો તહેવાર ફળ્યો હોય તેમ શુક્ર અને શનિવારે જિલ્લાના તમમ તાલુકાઓમાં સારો વરસાદ પડયો હતો. શનિવારના બપોરના ૨ કલાક સુધઈના ૨૪ કલાક દરમ્યાન ઉચ્છલમાં ૩.૫ ઇંચ અને સોનગઢમાં ૩ ઇંચ વરસાદ પડયો હતો.
તાપી જિલ્લાના પાંચ તાલુકામાં જન્માષ્ટમીની ઉજવણી થઇ રહી હતી તે દરમ્યાન મેઘરાજાએ મ્હેર કરી હતી. શુક્રવારે બપોરથી જ ઝરમર-ઝરમર વરસાદ શરૃ થઇ ગયો હતો અને રાત્રે ૧૨.૦૦ કલાક બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
તાપી જિલ્લા ડિઝાસ્ટર કચેરીના જણાવ્યા પ્રમાણે શુક્રવારે બપોરે ૨.૦૦ કલાકથી શનિવારે બપોરના ૨ કલાકના ૨૪ કલાક દરમ્યાન ઉચ્છલમાં ૩.૫ ઇંચ, સોનગઢમાં ૩ ઇંચ, વાલોડમાં ૧.૫ ઇંચ અને વ્યારા-નિઝરમાં ૧-૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉકાઇ ડેમની સપાટી બપોરે ૨ કલાકે ૩૨૨.૩૧ ફુટ નોંધાઇ હતી.
ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં બાળકૃષ્ણ જન્મ મહોત્સવ થયા બાદ તરત રાત્રે ૧૨.૧૦ કલાકે વરસાદી પધરામણી થઇ હતી અને મુશળધાર વરસાદ વરસ્યો હતો. વાલોડ, વ્યારા, સોનગઢ અને અન્ય વિસ્તારોમાં રાત્રે ૧૨ થી સવારે ૪ કલાક સુધી નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. તેમ છતાં વ્યારા ખાતે આવેલી તાપી જિલ્લા ડિઝાસ્ટર કચેરીના ચોપડે આ સમય દરમ્યાન ક્યાંય પણ વરસાદ પડયો ન હોય તેમ કોઇ નોંધ થઇ નથી. રાત્રે પડેલા વરસાદની લેશમાત્ર પણ નોંધ નહીં લેવાતાં ડિઝાસ્ટર તંત્રની રેઢીયાળ કામગરી છતી થઇ છે.

દા.ન. હવેલીમાં ૧.૫ ઇંચ ઃ દમણમાં ઝરમર વરસાદ
વાપી, શનિવાર
સંઘપ્રદેશ દા.ન. હવેલીમાં વિતેલા ૨૪ કલાકમાં ૪૨ મીમી (દોઢ ઇંચ) વરસાદ નોંધાયો છે. જયારે દમણમાં નહીંવત વરસાદ પડયો હતો. આજે પણ બન્ને પ્રદેશોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડયા હતા. વાપી તથા આસપાસના વિસ્તારોમાં પણ આજે સવારથી દિવસ દરમિયાન ઝરમર ઝરમર વરસાદ પડયો હતો. બીજી તરફ વલસાડ જિલ્લાના મધુબન ડેમાં કેચમેન્ટ વિસ્તારમાં પડેલા સરેરાશ દોઢ ઇંચ વરસાદને લઇ આજે ડેમમાં ૧૭ હજાર કયુસેક પાણીની આવક થતાં ડેમ સત્તાવાળા ડેમના ૧૦ પૈકી ૬ દરવાજા ૭૦ સે.મી. સુધી ખુલ્લા મુકી દમણગંગા નદી મારફતે ૨૦ હજાર કયુસેક પાણી છોડી રહ્યાં છે. ડેમની ૮૨ મીટર ભયજનક સપાટી સામે આજે ડેમની સપાટી ૭૬.૩૦ મીટર નોંધાઇ છે.

મેઘરાજા ધીમા પડયા ઃ કપરાડામાં ૨.૬૮ અને ધરમપુરમાં ૨ ઇંચ
૩૩ કલાકમાં ઉમરગામમાં ૧.૨૪, પારડીમાં માત્ર ૧૫ મીમી અને વલસાડમાં ૬ મીમી વરસાદ નોંધાયો
વલસાડ, શનિવાર
વલસાડ જિલ્લામાં ગુરૃવારે તોફાની બેટીંગ કર્યા બાદ છેલ્લા બે દિવસથી મેઘરાજા નરમ પડતાં ૩૩ કલાકમાં કપરાડામાં (૨.૬૮ ઇંચ) અને ધરમપુરમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લામાં ગુરૃવારે મેઘરાજાએ ભારે તોફાની બેટીંગ કરી હતી અને પારડી તથા કપરાડામાં દિવસ દરમ્યાન જ સાડા છથી સાત ઇંચ વરસાદ ઝીંકાયો હતો પરંતુ ગુરૃવારે બપોર બાદ મેઘરાજા નરમ પડતા છેલ્લા બે દિવસમાં ઓછો વરસાદ પડયો હતો. જેમાં શુક્રવારે સવારે ૭ વાગ્યાથી આજે સાંજે ૬ વાગ્યા સુધીના ૩૩ કલાક દરમ્યાન સૌથી વધુ કપરાડા તાલુકામાં ૬૭ મી.મી. (૨.૬૮ ઇંચ), ધરમપુર- ૪૭ મી.મી. (૧.૮૮ ઇંચ) ઉમરગામ ૩૧ મીમી (૧.૨૪ ઇંચ), પારડી ૧૫ મીમી અને સૌથી ઓછો વલસાડ ૬ મીમી વરસાદ નોંધાયો હતો.

 

મેઘરાજાનું જોર ધીમું પડયું ઃ ૩૨ કલાકમાં
આહવામાં ૩.૫, સાપુતારામાં ૩, વઘઇમાં ૨.૫ ઇંચ વરસાદ
આદિવાસીઓ બાકી રહેલી રોપણીમાં જોતરાયાઃ ૩ દિવસની રજાની મઝા માણવા સુરતીઓનો ધસારો
વઘઇ, શનિવાર
ડાંગ જિલ્લામાં મેઘરાજાની આક્રમક બેટીંગ બાદ જોર ધીમું પડયું છે. છેલ્લા ૩૨ કલાકમાં આહવામાં ૩.૫, સાપુતારામાં ૩ અને વઘઇમાં ૨.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
ડાંગમાં ગુરુવારે મુશળધાર વરસાદ પડતાં જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા અને જનજીવનને પણ ભારે અસર પહોંચી હતી. બાદમાં મેઘરાજાએ ધીમી પણ મક્કમ બેટીંગ કરી હતી.
શુક્રવારના ૨૪ કલાક દરમિયાન આહવા ખાતે ૩૨ મીમી (૧.૫ ઇંચ), સાપુતારા ખાતે ૪૨ મીમી (૨ ઇંચ) તથા વઘઇ ખાતે ૨૫ મીમી (૧ ઇંચ) વરસાદ નોંધાયો હતો. આજરોજ શનિવારે સવારે ૮ થી ૪ સુધીના આઠ કલાકમાં આહવા ખાતે ૫૦ મીમી (૨ ઇંચ), સાપુતા ખાતે ૩૬ મીમી (૧.૫ ઇંચ) જ્યારે વઘઇ ખાતે ૩૮ મીમી (૧.૫ ઇંચ) વરસાદ નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી ખેતી પર નભતા ગરીબ આદિવાસી ઉપર મેઘરાજા મહેરબાન થતાં ખુશીની લહેર ફરી વળી છે. આદિવાસીઓ બાકી રહેલી રોપણીને વહેલામાં વહેલી પૂરી થાય તે માટે કામ પર જોતરાઇ ગયા છે. મુશળધાર વરસાદ બાદ સુતીલાલાઓ ત્રણ દિવસની રજા માણવા ડાંગ તરફ ઉમટી પડયા છે. ગીરીમથક સાપુતારાની તમામ હોટલોનું બુકીંગ ફુલ થઇ જવા પામ્યું છે. જ્યારે વઘઇ કેમ્પ સાઇટનું પણ બુકીંગ થઇ જવા પામ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved