Last Update : 12-August-2012,Sunday

 

જન્માષ્ટમીના દિવસે જ ફરી વળેલું કાળચક્ર
કોડીનાર પાસે બે ગમખ્વાર અકસ્માત, છ મોત, ૧૭ ઘાયલ

ડોળાસા પાસે ભાવનગર અને અમદાવાદની બે કાર વચ્ચે ટક્કર, માલશ્રમ નજીક કાર હડફેટે રિક્ષાનો બુકડો બોલી જતાં સર્જાયેલી કરૃણાંતિકા

કોડીનાર, ડોળાસા, તા.૧૧
કોડીનાર પાસે જન્માષ્ટમીના પાવન દિવસે જ કાળચક્ર ફરી વળ્યું હોય તેમ બે અકસ્માતમાં છ વ્યક્તિના કરૃણ મોત થયા હતા અને ૧૭ જણાં ઘવાયા હતા. ડોળાસા પાસે ભાવનગર અને અમદાવાદ પંથકની બે કાર વચ્ચે જોરદાર ટક્કર થવાથી ચાર વ્યક્તિ તથા માલશ્રમ નજીક કાર હડફેટે રિક્ષાનો બુકડો બોલી જતાં બે વ્યક્તિનો ભોગ લેવાયો હતો.
વિવિધ અકસ્માતોની વિગત મુજબ જન્માષ્ટમીના દિવસે સવારે સાડા નવ કલાકની આસપાસ તાલુકાના માલશ્રમ ગામ નજીક સરખડી પાટીયે સ્વીફટ કાર નં. જીજે૧૧એસ ૬૬૫૨ના ચાલકે બેફીકરાઈ અને પુરઝડપે કાર ચલાવી છકડા રીક્ષાને અડફેટે લેતાં છકડા રીક્ષામાં સવાર વિશ્રામ રામભાઈ ડાલકી (ઉ.વ. ૪૦)નું ઘટના સ્થળે જ કરૃણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે છકડા રીક્ષાના ડ્રાઈવર કાસીમ બાપુ સૈયદનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. આ અકસ્માતમાં ૬ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. આ અકસ્માતની રાજાભાઈ જાદવભાઈ ચાવડા (રહે. ધામળેજ)એ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
જ્યારે આ જ દિવસે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ કોડીનાર- ઉના રોડ ઉપર માલગામ નજીક ઉના તરફ જતી ટાટા મેજીક કાર નં. જીજે૪ઝેડ ૩૮૫ સાથે દિવ તરફથી આવતી મારૃતિ વાન નં. જીજે૧૧૨ક્યુ ૬૮૫૬ના ચાલકે કાબુ ગુમાવી ટાટા મેજીકને અડફેટે લેતા બંને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મારૃતિ વાનનાં ચાલક અશોક રણછોડભાઈ ચૌહાણ તથા મુકેશભાઈ અરજણભાઈ બોરીચા અને તેમના પત્ની ગીતાબેન મુકેશભાઈ બોરીચા (રહે. બન્ને સિહોર, ભાવનગર) ઉપરાંત ધીરૃભાઈ વેલાભાઈ પરમાર (રહે. બાવડા, અમદાવાદ)નું કરૃણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં ૧૧ લોકોને ઈજા પહોંચી હતી.
બન્ને અકસ્માતોના ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કોડીનાર રા.ના. વાળા હોસ્પીટલે ખસેડાયા હતા. જ્યારે તમામ ૬ મૃતદેહને કોડીનાર સરકારી દવાખાને ખસેડયા હતા. બંને અકસ્માતોમાં ઈજાગ્રસ્ત લોકોને સારવારમાં લઈ જવા માટે એક સમયે એમ્બ્યુલન્સની અછત સર્જાઈ હતી. બન્ને અકસ્માતોની જાણ કોડીનારના અગ્રણીઓને થતાં તેઓ તાત્કાલીક દવાખાને દોડી જઈ અકસ્માતગ્રસ્તોની તમામ જરૃરીયાતો પુરી કરી તેમની જરૃરી વ્યવસ્થા પુરી પાડી હતી. ઘટનાની જાણ કોડીનાર પોલીસને થતા પીઆઈ બી.એમ. વાઘેલા, પીએસઆઈ એમ.એમ. યાદવ, દાફડા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.
ડોળાસા પાસેના અકસ્માતની વિગત મુજબ, ભાવનગરના બોરીચા પરિવારના સદસ્યો ટાટા મેજીક કારમાં તહેવારોને અનુલક્ષીને સોમનાથ ગયા બાદ તુલસીશ્યામ જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદના બાવળાથી દિવ જઈને પરત આવતા યુવાનોની કાર સાથે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સિંહોર (ભાવનગર)નાં પાલુબેન તેજાભાઈ (ઉ.વ. ૬૦), સતીશભાઈ મોહબ્બતભાઈ (ઉ.વ. ૩૪), તમન્ના અરવિંદભાઈ (ઉ.વ. ૮), હિંમતભાઈ મુકેશભાઈ (ઉ.વ. ૩૫), રામુબેન અરજણભાઈ (ઉ.વ. ૫૦) અને આરતીબેન મુકેશભાઈને ઈજા પહોંચી હતી, જ્યારે બાવળા (અમદાવાદ)નાં હિતેશ મનુભાઈ (ઉ.વ. ૩૦), કિશોર લીંબાભાઈ (ઉ.વ. ૩૦), અશ્વિન પરસોતમભાઈ (ઉ.વ. ૩૦) અને અશોક રણછોડભાઈ (ઉ.વ. ૨૦) પણ ઘવાયા હતા. બીજી તરફ માલશ્રમ પાસેના અકસ્માતમાં નારણભાઈ કરસનભાઈ ચાવડા (રહે. ૪૦, રહે. ધામળેજ) પાનીબેન શામજીભાઈ (ઉ.વ. ૬૦, રહે. માઢવડી), આકાશ અશોકભાઈ (ઉ.વ. ૭, રહે. માઢવડી), વિપુલ લખમણભાઈ (ઉ.વ. ૯૦, રહે. કોડીનાર) અને મનુ હિરાભાઈ (ઉ. ૨૬, રહે. મુળ દ્વારકા)ને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા.

 

મોરબીમાં જન્માષ્ટમીની ઉજવણી પ્રસંગે
મટકીફોડ કાર્યક્રમ સમયે ધડાકાભેર સિમેન્ટનો થાંભલો તૂટયો, ૯ ઘાયલ
મોરબી, તા. ૧૧
મોરબીમાં જન્માષ્ટમીની ધામધુમપૂર્વક ઉજવણી થઇ રહી હતી ત્યારે વીસીપરા વિસ્તારમાં મટકી ફોડના કાર્યક્રમમાં સિમેન્ટનો થાંભલો નીચે પટકાતા ૯ વર્ષની બાળકી અને ૮૦ વર્ષના માજી સહિત સાત મહિલાઓને ઇજા થઇ હતી. તમામને સારવાર અર્થે ખસેડાયા બાદ એક મહિલાને ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયા છે.
લોકોમાં ગભરાટ સાથે નાસભાગ મચી, મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી, એક મહિલાની હાલત ગંભીર
પ્રાપ્ત વિગત મુજબ, કૃષ્ણલલ્લા (કાનુડા)ના જન્મને વધાવવા મોરબીમાં ઠેર-ઠેર મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વીસીપરા વિસ્તારમાં પણ મટકી ફોડનો કાર્યક્રમ હોય સવારે બનેલી ઘટનામાં સિમેન્ટનો થાંભલો કોઇ કારણોસર નીચે પટકાતા એક બાળકી સહિત સાત મહિલાઓને ઇજા થઇ હતી. રમાબેન પોપટભાઇ બોપલીયા (૪૦), હંસાબેન રમેશભાઇ રજોડીયા (૪૯), જીલુબેન વશરામભાઇ (૮૦), રાજલબેન નરશીભાઇ (૨૨), પુજા મહેન્દ્રસીંહ ઝાલા (૨૯), કિસ્મતબા જાડેજા (૯) અને કૃપાલી અશોકભાઇ (૧૮)ને ઇજા થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતાં. ઘટના બનતાં થોડીવાર માટે માહોલ અફડા-તફડીવાળો બન્યો હતો. રમાબેન પોપટભાઇને ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

 

પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેકટરીમાં
એમોનિયા પ્લાન્ટની બાજુમાં જ કોલયાર્ડમાં ભભૂકેલી વિકરાળ આગ
પોરબંદર,તા.૧૧
પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેકટરીનાં કોલયાર્ડમાં શનિવારે વહેલીસવારે વિકરાળ આગ લાગતાં ફાયરજવાનોએ ત્રણ કલાકની જહેમત પછી આગને ઓલવી નાખી હતી.
એમોનિયા પ્લાન્ટ બચી જતાં ભયંકર દુર્ઘટના ટળી, ત્રણ કલાકે આગ માંડ કાબુમાં આવી, કોલસીનો જથ્થો ખાખ
એમોનિયા પ્લાન્ટની ખુબ જ નજીકમાં આવેલ કોલયાર્ડમાં કોલસીના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગતા કંપનીના સીકયુરીટી ઓફીસરે ફાયર બ્રીગેડ સુપ્રી. રમેશભાઈ કોટીયાને જાણ કરતાં ટીમ સાથે ત્રણ ત્રણ ફાયર ફાઈટરો લઈને ધસી ગયા હતા અને પાણીનું ડબલ ડીલેવરી ફાયરીંગ કરીને આગને બન્ને બાજુએથી વકરતી અટકાવી હતી. જો એમોનિયા પ્લાન્ટ સુધી આ આગ પહોંચી ગઈ હોત તો ભયંકર જાનહાની થવાની પૂરી સંભાવના હતી. કંપનીએ પોતાનું ફાયરસ્ટેશન કે ફાયરસેફટીનાં સાધનો રાખવા જોઈએ તેવી માંગ આ બનાવ બાદ છાંયા નગરપાલીકામાં પૂર્વ પ્રમુખે કરી છે.
કોલસીનાં ઢગલામાં લાગેલી આગથી નુકશાનીનો આંકડો લાખો રૃપીયામાં થવા જાય છે. સદનસીબે આગથી કોઈ જ જાનહાની કે મજુરોને ઈજા થઈ નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved