Last Update : 12-August-2012,Sunday

 

ફેરિયાઓથી માંડીને વેપારીઓને તડાકો ; આજે મેળાનો છેલ્લો દિવસ
રાજકોટના મેળામાં માનવ મહેરામણ બે દિ'માં આઠ લાખ લોકો ઉમટયા

મંત્રીઓની ચમચાગીરી કરતું તંત્ર મેળાનાં આયોજનમાં નિંભર ઃ મેદામાં ઉડતી ધૂળ, ઠેરઠેર ગંદકી, ઉઘાડી લૂંટ અને કંટ્રોલરૃમો રામભરોસે!

રાજકોટ, શનિવાર
આભને આંબતો ઉમંગ, હૈયે હૈયું દળાય એવી ભીડ, સંસારની સઘળી આધિવ્યાધિ ઉપાધિ ભૂલવાડી દે એવો માહૌલ, આકાશ સાથે વાતો કરાવતા જાયન્ટ વ્હીલ્સ, ગંભીર ચહેરાઓને પણ હસાવી દેતી રાઈડ્સ અને વિતી ગયેલું બાળપણ ફરી તાજું કરાવતા અવનવા રમકડાં... રાજકોટનાં લોકમેળામાં મોટેરાંઓ પણ સંતાનો સાથે બાળક જેવા બનીને મ્હાલ્યા હતાં. ગઈકાલે જન્માષ્ટમીએ અને આજે બીજા શનિવારની જાહેર રજામાં મળીને બે દિવસમાં અંદાજે આઠ લાખ લોકોએ મેળો માણ્યો હતો.
ખુશુનુમા વાતાવરણમાં ગઈકાલે સવારથી જ મેળાની રંગત જામી હતી. શહેરનાં છેવાડાના વિસ્તારો અને ગામડાંનાં પ્રજાજનોથી રેસકોર્સ મેદાન તથા બહુમાળી ભવન, રીંગરોડ, એરપોર્ટ રોડ, જવાહર માર્ગ સહિતના આસપાસના વિસ્તારોમાં ભરબપોરે પણ ભીડ જ ભીડ જોવા મળતી હતી. સાંજ પડતાં જ મેળામાં શહેરી લોકોની વધુ ભીડ ઠલવવા લાગી હતી, અને રાતે ૮-૯ વાગ્યાથી તો હકડેઠઠ મેદની એકત્ર થઈ જવા માંડી હતી. બાળકોએ રમકડાંની ખરીદી સાથે ચકરડી, બેબી ટ્રેઈન, ડ્રેગન, જમ્પિંગ, જોકર, નાનાં ચકડોળની મજા માણી હતી, તો યુવાજનો અને મોટેરાઓએ બ્રેકડાન્સ, ટોરાટોરા, અજમેરી ઝુલા, નાવડીનો આનંદ લૂંટયો હતો. ગઈકાલે પાંચ લાખથી વધુ મુલાકાતીઓ લોકમેળામાં ઉમટયા હતાં. આજે નોમના દિવસે સાંજ સુધી ગામડાંના લોકો અને શહેરના નિમ્મ મધ્યમ વર્ગના માણસો મેળામાં ઉમટી પડતાં સાંજ સુધી મેળાની જમાવટ નહીં થવાનો ધંધાર્થીઓનો ડર ખોટો પડયો હતો.
આ વખતે મોટી રાઈડસ અને મોતના કૂવાના ટિકીટ - દર રૃા ૨૦ રખાયા હોવાથી ધંધાર્થીઓને અને ખાસ કરીને વચેટિયા કોન્ટ્રાકટરોને ફાયદો થયો હતો. રમકડાંના ભાવ છઠ્ઠા સાતમ કરતાં આઠમના દિવસે બમણાં કરી નાખીને વેપારીઓએ તગડો વકરો રળ્યો હતો, તથા ફાસ્ટફૂડ સહિતના ખાણીપીણીના સ્ટોલવાળાઓ પણ ખૂબ કમાયા હતા. પાણીના પાઉચથી માંડીને દેશી નાનાં રમકડાં, કી-ચેઈન, નાસ્તો, ગૃહ સુશોભનની આઈટમો વેચતા ફેરિયાઓને પણ મેળાના મુલાકાતીઓએ ખટવ્યા હતા. મોતના કૂવા, મેજિક - શો, સર્પ કન્યા, ભૂત બંગલા જેવા કરતબ દેખાડનારાઓને પણ ચાર - છ મહીના ગુજરાન ચાલી જાય એટલી આવક રંગીલા પ્રજાજનોએ કરાવી આપી હતી. આવતીકાલ - રવિવારે છેલ્લા દિવસે પણ રજાના કારણે મેળામાં ચિક્કાર મેદની ઉમટી પડવા અંદાજ છે.
બીજીતરફ, સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ લોકમેળો (જેમનું બાળપણનું નામ નરેન્દ્ર હતું) નામકરણ કરનાર સરકારી તંત્ર બીજા નરેન્દ્ર (મુખ્યમંત્રી મોદી) ને વ્હાલા થવાનું ચૂકયું ન્હોતું. મેળામાં ઉમટતી ભીડનો લાભ લઈને સરકારી તંત્ર ચૂંટણી પૂર્વે રાજયની મોદી સરકારનો પ્રચાર કરવામાં હાથો બન્યું હતું. મહાકાય મોબાઈલ વાન મેળાનાં મેદાનમાં ઘૂસાડીને વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર મોદી સરકારે વિવિધ યોજનાઓમાં કેવી કેવી ''સેવા''(!) કરી તેના આંકડાકીય જૂઠ્ઠાણા વર્ણવતી સ્લાઈડસ અને વિઝયુઅલ્સ દર્શાવતા રહ્યાં હતાં. જુદા જુદા સરકારી વિભાગોની કમિટીઓ દ્વારા સંચાલિત લોકમેળા સમિતિ લોકોપયોગી પ્રબંધમાં બોદી પૂરવાર થઈ હતી. જેમ કે, મેળાની આસપાસ સરકારી શાળા સહિતના મેદાનોમાં નિઃશૂલ્ક પાર્કિંગની વાતો છતાં સુચારૃં વ્યવસ્થાનો અભાવ હતો. એકતરફ ચૌધરી હાઈસ્કૂલમાં વાહનો પાર્ક કરાવવા પોલીસે તસદી ન લેતાં ત્યાં મેદાન ખાલી હતું, તો એરપોર્ટ રોડ, આયકર કચેરી તરફ ડબલ પાર્કિંગ ચાર્જથી લોકો લૂંટાતા રહ્યાં હતાં. રીંગરોડ પર મનાઈ છતાં પોલીસે પાર્કિંગ બેરોકટોક થતું રહેવા દઈને પછીથી ટોઈંગ ચાલુ રાખી ચાર્જ વસૂલ્યે રાખ્યો હતો. મેળામાં ઠેરઠેર પાણીના ખાબોચિયાં, પાઉચના ઢગલા સહિત ગંદકીના થર જામતા રહ્યાં હતાં. કલેકટર કચેરી, મહાપાલિકા, પીજીવીસીએલ અને પોલીસ સુધ્ધાના કન્ટ્રોલરૃમ શોભાના ગાંઠીયા જેવા બની રહ્યાં. ડયુટી પરનો સ્ટાફ બેદરકારીથી ટહેલતો હતો, ફરિયાદ સાંભળવા કોઈ ફોન પણ ઉઠાવતું ન્હોતું અને વધુ ભાવ અંગેની રજૂઆત રૃબરૃ કરવા છતાં કોઈ ધ્યાન આપતું ન્હોતું તેવી લોકોની ફરિયાદ છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ વખતે મેદાન સમથળ કરાવવાથી માંડીને કપચી પાથરવા અને લાલ જાજમ બિછાવવામાં લાખો રૃપિયા ખર્ચતા તંત્રએ મેળાવખતે પાણીનો છંટકાવ પણ ન કરાવતાં સતત ધૂળની ડમરીઓ ઉડતી રહેવાથી લોકો પરેશાન થઈ ગયા હતાં!

 

પ્લાસ્ટિક પ્રદુષણ અને પાર્કિંગમાં લૂંટ તંત્રની જાણ સાથે!
રાજકોટ મેળામાં છકડો ભરાય તેટલા મળ્યા પ્લાસ્ટિક પાઉચ!
રાજકોટ,શનિવાર
રાજકોટના લોકમેળામાં કચરો સાફ કરવાનો કોન્ટ્રાક્ટ એક સમયે કચરો વિણવાવાળાને અપાયો હોય તેમને મન અમુક કચરાની 'કિંમત' પણ હોય આજે સવારે પ્લાસ્ટિકના પાઉચને ભેગા કરાતા આખી છકડોરિક્ષા ભરાઈ ગઈ હતી. આનાથી એ નિર્દેશ મળ્યો છે કે એક સમયે કલેક્ટર કચેરી દ્વારા યોજિત લોકમેળામાં લોકોને વિનામૂલ્યે મિનરલ વોટર પૂરું પડાયું હતું પણ હવે આવી પ્રજાલક્ષી, હકારાત્મક વાતો નહીં સૂઝતા પ્લાસ્ટિક પ્રદુષણની સાથે જનઆરોગ્ય જોખમાય તે રીતે આડેધડ પાઉચ વેચાતા જોવા મળ્યા હતા.
સોલીડ વેસ્ટ વિભાગે રેસકોર્સ મેળામાંથી બે દિવસમાં ૧૪૦ ટન કચરાનો કર્યો નિકાલઃ અન્યત્ર કચરાના ગંજ
બીજી તરફ મહાપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગે રાઉન્ડ ધ ક્લોક સફાઈની વ્યવસ્થા માટે ૨૦૦ સફાઈ કામદારો તૈનાત કરતા કચરો સતત ઉપાડાતો રહ્યો હતો અને બે દિવસમાં ૧૪૦ ટન કચરો ઉપાડાયો હોવાનું પર્યાવરણ ઈજનેર નીલેશ પરમારે જણાવ્યું છે. કચરા મૂજબ અંદાજ મુકતા ત્રીજા ભાગનું રાજકોટ ત્રણ દિવસમાં લોકમેળા ખાતે ઉમટી પડયું હતું!
શહેરમાં ખાસ કરીને હરવાફરવાના સ્થળે કચરાના ગંજ જોવા મળ્યા હતા અને ડેમસાઈટ સહિતના સ્થળે સફાઈ એક મોટો પડકાર બની રહેશે. રેસકોર્સ બગીચા વિસ્તારમાં પણ ગંદકી જોવા મળી હતી. જો કે ઈન્ડસ્ટ્રીયલ અને વ્યાપારી વિસ્તારો બંધ હોય ત્યાં સફાઈ મોટાભાગે ન્હોતીા થઈ છતાં કચરાનું પ્રમાણ ઓછું હતું.
દરમિયાન રીંગરોડ સહિતના સ્થળે કેટલાક તત્વોએ રસ્તા પર પાર્કિંગના પૈસા ઉઘરાવવા માંડતા આ અંગે મહાપાલિકા સૂત્રોનું ધ્યાન દોરવા છતાં પણ કાયદો માત્ર કોમનમેન માટે છે તેવું માનતા સત્તાધીશોએ કોઈ નક્કર પગલા નહીં લેતા આજે પણ રીંગરોડ પર પાર્કિંગના નામે ઉઘરાણુ થયાનું ફરિયાદ ઉઠયાનું પણ મ્યુનિ.અફ્સરોને સ્થળ પર પગલા લઈ શકાય તેવું કાંઈ જોવા નહીં મળ્યાનું જણાવાયું છે!

લોકોનું મનોરંજન કરતા કરતબકારોની શૂષ્ક જીંદગી
પાપી પેટ કા સવાલ હૈ ઃ એક જ કુટૂંબના પાંચ પુરૃષો મોતના કૂવામાં!
રાજકોટ, શનિવાર
લોકમેળાઓમાં મોજમસ્તી કરાવતી રાઈડસથી માંડીને મોતના કૂવામાં જે માણસો કામ કરતા હોય છે એમની પોતાની દુનિયા શૂષ્ક રહી જાય છે, પરંતુ ખભે ઘર ઊંચકીને ''આજે અહીં તો કાલે તહીં'' એમ ફરતા રહેવા છતાં આ પરપ્રાંતીયો લોકોનું મનોરંજન કરતા રહે છે.
જાયન્ટ વ્હીલ્સ અને બ્રેકડાન્સ જેવી રાઈડ્સમાં પણ જોખમી કામ છતાં મહેનતાણું બે - ત્રણ હજાર રૃપરડી
રાજકોટમાં મેળામાં આ વખતે લાગેલા પાંચ પૈકી એક ''મોતના કૂવા''ના સંચાલક એવા અજમેર નજીકના ગામડાના ફિદાહૂસૈને કહ્યું કે ''હું, મારા બે નાનાં ભાઈ, જીજાજી અને પિતરાઈ સહિત પાંચ જણાં એક સાથે જ કામ કરીએ છીએ. બધા ઘરના જ છીએ એટલે કોઈ અકસ્માત ન થઈ જાય એની તકેદારી રાખીને કામ કરીએ છીએ.'' આ વખતે રૃા ૨૦ ટિકિટદર હોવાથી અને ચિક્કાર મેદની થવાથી આવા લોકોને ઠીકઠીક કમાણી થઈ છે, બાકી એકાદ વખત તો ખોટ કરી, દેણું માથે લઈને રાજકોટથી જવું પડયું હતું તેમ તેણે ઉમેર્યું હતું. અન્ય એક કસબકારે કહ્યું કે ''પ્રેક્ષકો એકત્ર કરવા માટે માચડા પર બેસીને ઘોંઘાટીયા એનાઉન્સમેન્ટ વચ્ચે બાઈકને લીવર આપ્યે રાખવાથી માંડીને લાકડાનું બારણું બંધ થઈ જાય એટલે ૬૦-૭૦ ફૂટના કૂવામાં ચક્કર કાપવા એ જ અમારું કામ, અને મોતનો કૂવો એ જ અમારી દુનિયા.''
જાયન્ટ વ્હીલસમાં કામ કરતો મરાઠી યુવક ઉમેશ જણાવે છે કે ૭૦-૮૦ ફૂટ ઊંચાઈ પર ખાનું લગાવવાથી માંડીને ઈલેકટ્રીફીકેશન જેવું જોખમી કામ છતાં બે ટંક ખાવા ઉપરાંત માંડ ત્રણ હજાર મહેનતાણું મળે છે. બ્રેકડાન્સમાં કામ કરતા વિક્રમ નામનો મધ્યપ્રદેશનો તરૃણ કહે છે કે, ''એક એક રાઈડમાં ૧૨થી ૧૫ જણાંનો નિભાવ થાય છે, પણ સતત બાર - પંદર કલાક કામ કરવું અઘરું પડે છે, અને એમાં'ય પબ્લિક ન થાય તો ફિટીંગ, ભાડું, ટ્રાન્સપોર્ટેશન વગેરે ખર્ચ પણ માંડ નીકળે છે.''

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved