Last Update : 12-August-2012,Sunday

 

માલપુરમાં માતાએ પુત્રી સાથે અગ્નિ સ્નાન કરી લીધું

મૃતક મહિલાના પતિ તેમજ પિયરપક્ષે સામ-સામી ફરિયાદ ઃ તાલુકામાં ચકચાર

 

રાજેન્દ્રનગર, બાયડ, તા. ૧૧
માલપુરમાં ત્રણ સંતોનોની માતાએ સૌથી નાની એક વર્ષની પુત્રીને ગોદમાં બેસાડી જાતે જ કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દઈ અગન પિછોડી ઓઢી લેતાં માતા અને ફૂલ જેવી બાળકીનું મોત નિપજતાં ગામ સહિત પંથકમાં અરેરાટી સહ શોકની કાલીમા પ્રસરી જવા પામી છે. આ બાબતે મૃતક મહિલાના પતિ તથા પિયરપક્ષે સામ સામી ફરિયાદો નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે.
માલપુરના વતની અને ફરિયાદી મુકેશભાઈ વેચાતભાઈ ચમાર કે જેના લગ્ન આજથી ૧૧ વર્ષ અગાઉ ભૂતિયા રામગઢી તા. મેઘરજના વતની હીરાભાઈ માનાભાઈ ચમારની પુત્રી રંજનબેન ઉ.વ. ૩૦ સાથે થયા હતા. એક દાયકા જેટલા સુખી દામ્પત્યજીવનમાં તેને બે પુત્રીઓ અને એક પુત્ર મળી ત્રણ સંતાનોનું સુખ પ્રાપ્ત થયું હતું. પરંતુ શીતળા સાતમના દિવસે ફરિયાદી એટલે તેના પતિનો એક ભાઈ નામે વિનુભાઈ મંદબુદ્ધિનો હોઈ તેને અલગ મુકવા માટે રંજનબેન વારંવાર પતિને કહેતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પતિએ કહેલ કે મારા પિતા વૃદ્ધ છે માતાનું મૃત્યુ થયું છે અને આ મંદબુદ્ધિનો ભાઈ એકલો જુદો કેવી રીતે રહી શકે આવું કહેતાં આનજીવી બાબતે ઉપરોક્ત મહિલાને મનમાં લાગી આવતાં પતિ તહેવાર હોઈ કરિયાણું લેવા બજારમાં જતાં આ મહિલા રંજનબેન કે જેને એક છ વર્ષની અને એક વર્ષની બે બાળકીઓ તથા ચાર વર્ષનો એક પુત્ર પણ છે તે પૈકી છ વર્ષની બાળકી અને ચાર વર્ષના પુત્રને છોડી દઈ એક વર્ષની પુત્રી નામે ગુડ્ડીને ગોદમાં બેસાડી જાતે જ કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતાં આગ ભભૂકી ઊઠતાં મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે ઘરમાંથી ધૂમાડા નીકળતાં આસપાસના લોકો દોડી આવતાં જોતાં નાની બાળકી દાઝી જતાં તડફાડતી હતી અને તેનાં પિતા પણ બજારમાંથી આવતાં ઘર આગળ ટોળઓ જોતાં કંઈ અજુગતું બન્યાનું જણાતાં તરત જ નાની દીકરીને ૧૦૮ વાન બોલાવી સારવાર અર્થે મોડાસા લઈ જતાં તેનું પણ સારવાર દરમિયાન કરૃણ મોત નિપજતાં આમ એક માતાએ પુત્રી સાથે અગન વિછોડી ઓઢી અગ્નિ સ્નાન કરી લેતાં બંનેનાં કમકમાટીભર્યા કરૃણ મોત નિપજતાં અરેરાટી પ્રસરી ગઈ હતી. અને પંથકમાં શોકની ગલીમા ફેલાઈ જવા પામી હતી. ત્યારબાદ મહિલાના પિયરપક્ષને ઘટનાની જાણ થતાં તેઓ માતપુર દોડી આવ્યા હતા અને બોલાચાલી પણ થઈ હતી અને બે બાળકોએ માતાના મૃત્યુથી ભારે આક્રંદ કરતાં વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ જવા પામી હતી. આ બાબતે મરનાર મહિલાના પતિ મુકેશભાઈ વેચાતભાઈ ચમાર રહે માલપુરનાએ મરનાર રંજનાબેન સામ જાતે મોત નિપજાવતા બદલ માલપુર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં માલપુર પી.એસ.આઈ. ડી. જે. ઝાલાની રાહબરી હેઠળ પોલીસે ગુન્હા રજિ. નં. ૪૨/૧૨ અને ઈ.પી.કો. કલમ ૩૦૨ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ઉપરોક્ત ઘરના સંદર્ભે પિયરપક્ષ દ્વારા પણ માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદી ભીમાભાઈ હીરાભાઈ પરમાર રહે. ભૂતિયા રામગઢી, તા. મેઘરજ દ્વારા આરોપી (૧) મુકેશભાઈ વેચાતભાઈ ચમાર (૨) વેચાતભાઈ મૂળાભાઈ ચમાર અને (૩) કાળીબેન બાલુભાઈ ચમાર ત્રણેય રહે. માલપુર સામે શારીરિક અને માનસિક ત્રાસ આપી આરોપી નં. ૨,૩ નામે ખોટી ચઢામણી કરી મારઝૂડ કરાવી ત્રાસ આપવા સંદર્ભે ફરિયાદ નોંધાવતાં માલપુર પોલીસે ગુન્હા રજિ. નં. ૪૭/૧૨ અને ઈ.પી.કો. કલમ ૪૯૮, ૩૦૬ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved