Last Update : 12-August-2012,Sunday

 

જિલ્લામાં જન્માષ્ટમીની ઉમંગથી ઉજવણી

પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું ઃ જિલ્લાના અનેક દેવમંદિરોમાં પરંપરાગત લોકમેળા ભરાયા ઃ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી સાથે ઠેર-ઠેર શોભાયાત્રાઓ નીકળી ઃ ભક્તો કૃષ્ણમય બન્યા

મોડાસા,બાયડ,તલોદ,પ્રાંતિજ,મેઘરજ,તા.૧૧
સાબરકાંઠા જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી'અને 'મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે'ના ગગનભેદી જયઘોષ ગૂંજી ઉઠયા હતા. જિલ્લાના સુપ્રસિદ્વ દેવમંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા અને દર્શન કરી ધન્ય બન્યા હતા. સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં ભરાયેલા લોકમેળામાં માનવ મેદની ઉમટી પડી હતી. ભગવાન રણછોડરાયના દર્શન કરવા માટે લાંબી-લાંબી લાઈનો લાગી હતી. ઠેર-ઠેર અબીલ-ગુલાલની છોળો ઉછળી હતી અને મોડી રાત્રે બરાબરના ૧૨ના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના તમામ તાલુકાના દેવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ હતું. ઠેર-ઠેર મટકી ફોડથી લઈ શોભાયાત્રાના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. તલોદના શ્રીકૃષ્ણ મંદિરે રાતના બારના ટકોરે કૃષ્ણજન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો પ્રાંતિજથી લઈ બાયડ, મેઘરજ-માલપુર, હિંમતનગર-ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતના તાલુકાઓમાં જન્માષ્ટમીનું પર્વ આનંદ-ઉલ્લાસ વચ્ચે ઉજવાયું હતું. શામળાજીમાં હજારો જનમેદની ઉમટી પડી હતી પરંતુ, પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે કોઈ જ અપ્રિય બનાવ બન્યો ન હતો.
મેઘરજના ગોકુલનાથજી મંદિર અને વાત્રક નદીના કિનારે આવેલ નિલકંઠ મહાદેવ અને રામજી મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘેલી માતા, રોલેશ્વર મહાદેવ, મેઘાઈ માતા અને ભેમાપુરના હનુમાન મંદિર, ભુવાલના હનુમાન મંદિર અને તાલુકાના મોટીમોરી નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને પરંપરાગત લોકમેળા ભરાયા હતા જેમાં ભક્તો ઉમટી પડયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઠેર ઠેર ભક્તો, શ્રદ્ધાળુઓ દ્વારા ભારે હર્ષોલ્લાસ વચ્ચે ઉજવાયો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં મહેરામણ ઉમટી પડયો હતો. યાત્રાધામ શામળાજીમાં પણ દૂર દૂરથી ગોલુલાષ્ટમીના ઉત્સવે ભક્તોનો મોટો સમુદાય સવારથી ઉમટી પડતાં દિવસભર યાત્રાધામ ભક્તોથી ઉભરાતું રહ્યું હતું. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ હતી. એસ.ટી. બસોની પણ સુવિધા વિસ્તારાઈ હતી તો ખાનગી વાહનોમાં યાત્રિકોનો ઘસારો આ વર્ષે વધુ જોવા મળ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાંથી જ નહિ બલ્કે ગુજરાતના ખૂણે ખૂણેથી અને પડોશી રાજસ્થાન-મ.પ્રદેશ તેમજ મહારાષ્ટ્ર-મુંબઈથી પણ મોટી સંખ્યામાં ભક્તો શામળારાય... કાળિયો ઠાકરના દર્શને ઉમટયા હતા અને શ્રી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ, શામળાજી દ્વારા જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને ભગવાન વિષ્ણુજીનો વરઘોડો-શોભાયાત્રા યાત્રાધામના માર્ગો ઉપર વાજતેગાજતે નીકળતાં મેળામાં ઉમટેલી મેદનીએ પણ વરઘોડામાં જોડાઈને 'જય રણછોડ... માખણ ચોર'ના ગગનભેદી નારા લગાવીને અંતરિક્ષ ગજવ્યું હતું. ગુલાલની છોળો ઉડી હતી. ભક્તો નાચતા-ઝુમતા શોભાયાત્રામાં જોડાયા હતા. જિલ્લા પોલીસ વડા ચિરાગભાઈ કરોડિયાએ યાત્રાધામના લોકમેળા અને જન્માષ્ટમીને અનુલક્ષીને કાયદો વ્યવસ્થાને કડક બનાવી જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો.
શામળાજીમાં દિવસે મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેનો લ્હાવો આબાલવૃદ્ધ સહુકોઈ દર્શનાર્થીઓએ પણ લીધો હતો. યાત્રાધામ શામળાજીમાં રાત્રીના ૧૨ના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ 'નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી' ના જયનાદ વચ્ચે હર્ષોલ્લાસ વચ્ચે મનાવાયો હતો.
બીજે દિવસે આજે શનિવારે નંદમહોત્સવ પણ ઉમંગભેર ઉજવાતાં ભક્તોએ તેમાં ભાગ લીધો હતો. ભગવાન શામળારાય... કાળિયો ઠાકરનું તીર્થધામ શામળાજી ચારેકોર હરિયાળીથી શોભતા અરવલ્લીની ગિરિમાળાઓના સૌંદર્યથી ભર્યું...ભર્યું મનભાવન ભાસતું હતું.
આ ઉપરાંત જિલ્લાના શહેરો, ગામોમાં પણ દેવ મંદિરો અને નિવાસ સ્થાનોમાં રાત્રે ભજનકીર્તન રાખી ભક્તો દ્વારા જન્માષ્ટમી ઉત્સવ ઉમંગે ઉજવ્યો હતો.
રાત્રિના ૧૨ના ટકોરે ભગવાનના જન્મનો પ્રસંગ ઉલ્લાસથી ઉજવ્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved