Last Update : 12-August-2012,Sunday

 

ધર્મજ-તારાપુર હાઈ-વે પર ત્રણ વાહન અથડાતાં યુવાનનું મોત

બાઈકને ટક્કર મારી કાર બીજી કારને અથડાઈ ઃ કાર ડ્રાઈવર ભાગી ગયો

આણંદ,તા.૧૧
આણંદ જિલ્લાના તારાપુર નજીક ગત મધ્યરાત્રિના સુમારે બે મોટરકાર અને એક મોટરસાયકલ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ યુવકો પૈકી એક યુવકનું ગંભીર ઈજા થવાના કારણે કરૃણ મોત નીપજ્યું હતું. જ્યારે એક કારચાલક ગંભીર રીતે ઘવાયો હતો. જ્યારે અન્ય કારચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી છુટયો હતો.
અકસ્માતનો ભોગ બનનાર ત્રણેય યુવાનો વડોદરા જિલ્લાના કોયલી ગામના રહીશ છે. આ ત્રણેય યુવાનો કોયલીથી એક જ મોટરસાયકલ પર બેસી સારંગપુર ખાતે બજરંગબલીના દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા ત્યારે તારાપુર પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બનાવ અંગે તારાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવ અંગે પોલીસ સૂત્રોનાવધુમાં જણાવ્યા મુજબ વડોદરા જિલ્લાના કોયલી ગામે આવેલ ડોરવગા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ જશભાઈ ચૌહાણ (ઉં.વ.૨૦), દિપકભાઈ મૂળજીભાઈ મકવાણા (ઉં.વ.૨૧) અને વિનોદભાઈ મનુભાઈ પઢિયાર (ઉં.વ.૨૨) નામના ત્રણેય મિત્રો ગત રાત્રે મોટરસાયકલ નં.-જીજે-૬ઈટી-૩૯૮૫ પર ત્રણ સવારી બેસી કોયલીથી સારંગપુર ખાતે બજરંગબલીના દર્શન કરવા માટે નીકળ્યા હતા. ગત મધ્યરાત્રિના ૨ઃ૧૫ કલાકના સુમારે તેઓની મોટરસાયકલ આણંદ જિલ્લાના ધર્મજ-તારાપુર હાઈવે પર આવેલ તારાપુર પાસેની શહાદત હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી. આ સમયે સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલ મારૃતી અલ્ટો કાર નં.-જીજે-૨૩એમ-૬૧૩૯ મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. મારૃતીકારની જબરદસ્ત ટક્કર વાગતા જ મોટરસાયકલ પર સવાર ત્રણેય મિત્રો ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. બીજી તરફ મારૃતી કાર રોડ ઉપરથી પસાર થતી ટાટા ગાડી નં.-જીજે-ઈક્યુ-૯૪૨૩ની ડ્રાઈવર સાઈડે અથડાઈ હતી. દરમ્યાન બંને કાર રોડ ઉપર પલ્ટી ગઈ હતી. મધ્યરાત્રિના સુમારે તારાપુર પાસે સર્જાયેલ આ ત્રિપલ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ કોયલીના ત્રણેય મિત્રોને સારવાર માટે તુરંત જ તારાપુર ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં કમલેશભાઈ જશભાઈ ચૌહાણની હાલત અત્યંત નાજુક જણાતાં તેઓને વધુ સારવાર માટે કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન કરૃણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ટાટા ગાડીના ચાલક ભરતભાઈ નગીનભાઈ પરમાર (રહે.વડોદરા)ને પણ વધતા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ મારૃતીકારનો ચાલક ઘટના સ્થળેથી નાસી છુટયો હતો.
આ બનાવ અંગે તારાપુર પોલીસે ભરતભાઈ નગીનભાઈ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા મારૃતીકારના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved