Last Update : 12-August-2012,Sunday

 
સરતાનપર ગામે નજીવી બાબતે બે જુથ વચ્ચે સશસ્ત્ર ધિગાણું ખેલાયું

બંને જુથ વચ્ચે તલવાર, પાઈપ છરી, ધારીયા જેવા હથિયારો સાથે બાંકાજીક બોલી ઃ બે મહિલા સહિત ૧૯ સામે ફરિયાદ

 
ભાવનગર, શનિવાર
તળાજા તાલુકાના સરતાનપર ગામે નજીવી બાબતે બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાવા પામી હતી. પુરઝડપે બાઈક ચલાવતા અન્ય પક્ષે ઠપકો આપતા બંને જુથ સામસામે તલવાર, પાઈપ, છરી, ધારીયા સાથે સામસામે આવ્યા બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના સરતાનપર ગામે માલી સિમ વિસ્તારમાં રહેતા કંચનબેન સવજીભાઈ બારૈયા (ઉ.વ.૨૭)એ તળાજા પોલીસ મથકમાં આજ ગામના શીવા ડાયાભાઈ બાંભણીયા, વિષ્ણુ મનુભાઈ બાંભણીયા, મુકેશ ફાફાભાઈ, તુલશી ધીરાભાઈ મકવાણા, બુધા ધિરાભાઈ મકવાણા, દિનેશ ડાયાભાઈ, જસુ અરજણભાઈ, રમેશ મીઠાભાઈ, દિપક ગટુરભાઈ અને બેબીબેન વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલે બપોરના ૩-૩૦ના અરસા દરમ્યાન દિનેશ ડાયાભાઈ અને દિપક ગટુરભાઈ તેના ઘર પાસેથી બાઈક પુરઝડપે ચલાવી નિકળતા તેના ભાઈ પ્રવિણભાઈએ બાઈક ધીમે ચલાવવાનું કહેતા તેની દાઝ રાખી તમામે એકસંપ કરી મંડળી રચી તિક્ષ્ણ હથિયારો તલવાર, ધારીયા, છરી, લાકડી, પાઈપ જેવા હથિયારો ધારણ કરી તેને તેમજ સાહેદને મારમારી ઇજા પહોંચાડી હતી.
જ્યારે સામાપક્ષે શિવાભાઈ ડાયાભાઈ બાંભણીયા રે. સરતાનપર વાળાએ તળાજા પોલીસ મથકમાં આજ ગામના સવજી ઓધાભાઈ, દિલીપ ઓધાભાઈ, પ્રવિણ મનુભાઈ, મુકેશ મનુભાઈ જાદવ, કંચનબેન સવજીભાઈ, વિક્રમ ઓધાભાઈ, દિપક જાદવ, રમેશ ચૌહાણ, લાલજી ચૌહાણ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગઇકાલે બપોરના તેના ભાઈ દિનેશભાઈ અને તેનો મિત્ર દિપકભાઈ સવજીના ઘર પાસેથી બાઈક લઈને નિકળતા પ્રવિણે તેને ટપારી બોલાચાલી કરેલ તેનો ઠપકો આપવા તેઓ અને સાહેદ જતા તમામે એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી કુહાડી, લાકડી, પાઈપ જેવા તિક્ષ્ણ હથિયાર ધારણ કરી મારમારી તેને અને સાહેદને ઇજા પહોંચાડી હતી. ઉક્ત બંને ફરિયાદના પગલે તળાજા પોલીસે સામ-સામે ગુના દાખલ કરી ધોરણસરની તજવીજ હાથ ધરી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved