Last Update : 12-August-2012,Sunday

 

મોદીની જાહેરાત ઃઅછત રાહત માટે
નર્મદા કેનાલની બન્ને બાજુ જમીન ઘાસચારા માટે લીઝથી અપાશે

રેલવેની પડતર જમીન લીઝ પર મળે તે માટે કેન્દ્રમાં રજુઆત કરાશેઃ બંધમાં ડિસીલ્ટંગ કરાશે

ગાંધીનગર, શનિવાર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે જન્માષ્ટમીના દિવસે પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં અધિકારીઓ સાથે બેઠક યોજી અછતની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. જ્યારે આજે ભાવનગર ખાતે આવી બેઠક યોજવામાં આવી હતી. તેમણે આફતને અવસરમાં પલટી નાખવા વિવિધ આયોજનો જાહેર કર્યા છે. નર્મદા કેનાલની બંને બાજુ સરકારી સંપાદિત જમીનમાં ઘાસચારા માટે જમીન લીઝથી આપવા તથા રેલવેની બંને બાજુની પડતર જમીન કેન્દ્ર સરકાર લીઝ પર આપે તો જન ભાગીદારીથી ઘાસચારાનું વાવેતર કરી પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે. તેમણે જણાવ્યું છે કે નર્મદા કેનાલની બંને બાજુની જમીનો પર ગૌશાળા અને પાંજરાપોળો તત્પર હોય તો તેમને આ દુષ્કાળના વર્ષમાં એક વર્ષ માટે ઘાસચારા માટે જ નર્મદા કેનાલનું પાણી અને સરકારી સંપાદિત જમીન લીઝ પર આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.
ભાવનગર ખાતે મુખ્યમંત્રીએ આજે આ પ્રકારની અન્ય એક યોજના જાહેર કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં રેલવે લાઇનની બંને બાજુ વિશાળ બિન ઉપયોગી જમીન છે ત્યારે દુષ્કાળના સમયમાં જનભાગીદારીથી ઘાસચારાના વાવેતર માટે લીઝ ઉપર આપવા ભારત સરકાર સમક્ષ રજૂઆત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
અછતના સંકટને અવસરમાં પલટાવવાનું આહ્વાન કરતાં તેમણે અધિકારીઓને જણાવ્યં હતું કે જળસંચય અને જળ સંરક્ષણના કાયમી ઉત્પાદકીય કામો હાથ ધરવામાં આવે. ખાસ કરીને ચેકડેમોના ડીસીલ્ટીંગ કરવાનું વ્યાપક અભિયાન હાથ ધરવા તથા નરેગા દ્વારા ખેત તલાવડીના કામોનું સમયબદ્ધ તાકીદનું આયોજન કરવામાં આવે.
તેમણે આજે ભાવનગર ખાતે જણાવ્યું હતું કે શહેરોની આસપાસની ખેતીમાં શાકભાજીના વાવેતર માટે શહેરના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ મેનેજમેન્ટનું મોડેલ અપનાવવામાં આવે. શેત્રુંજી અને બોરતળાવ જળાશયોની પાણીની ઉપલબ્ધી મહત્તમ મળે તે માટે ડિસીલ્ટીંગનું આંદોલન ઉપાડવામાં આવશે.
ઉત્તર ગુજરાતમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ડાર્કઝોન વિસ્તારમાં ખેડૂતોને વીજકનેકશન આપવામાં આવશે પરંતુ શરત એ છે કે તેમણે ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવવી પડશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved