Last Update : 12-August-2012,Sunday

 

બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત

-ડીસાના દામા ગામની ઘટના

 


-તબીબે સામાન્ય તાવમાં ઈન્જેક્શન આપ્યું

ડીસા, તા. ૧૧
ડીસામાં દામા ગામે એક બોગસ તબીબે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરતા એક વ્યક્તિને સામાન્ય તાવમાં વારંવાર હાઈડોઝ ઈન્જેક્સનો અને બાટલાઓનો મારો ચલાવી સારવાર કરતા આ શિક્ષકનું કરુણ મોત થયું હતું. દલીત પરિવારના શિક્ષિત યુવક ગુનાહીત મોત મામલાને દબાવી પાડવા મોડીરાત સુધી અનેક પ્રયત્નો થયા હતા. જોકે પોલીસને આ બાબતની જાણ થતા મૃત યુવકની લાશનો કબ્જો મેળવી તેનું પી.એમ. ડીસા સરકારી હોસ્પિટલ ખાતે કરાવ્યું હતું. બેદરકારીભર્યા દલિત યુવાનના મોતને મામલે ડીસા તાલુકા પોલીસે પણ ઢીલુ વલણ અપનાવી માત્ર અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સી.આર.પી.સી. ૧૭૪ મુજબ તપાસ હાથ ધરતા સનસનાટી મચેલ છે.
આ ચકચારી ઘટનાની વિગતો જોઈએ તો દામા ગામે રહેતા હીરાભાઈ પરમારનો પુત્ર ગણપતભાઈ હીરાભાઈ પરમાર ઉ.વ. ૨૮ ઘોણા ગામની પ્રભાતનગર પેટા શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હતા. જેમાં ગઈકાલે બપોરે સામાન્ય તાવ હોઈ શિક્ષક ગણપતભાઈએ આજ ગામમાં વર્ષોથી ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટીશ કરતા તબીબ મુકેશભાઈ વરીયા, રહે. દામાવાળાઓનો સંપર્ક કર્યો હતો. જેમાં મુકેશભાઈ વરીયાએ દર્દી ગણપતભાઈ પરમારને ઈન્જેક્શનો આપી કહેવાતી સારવાર આપી હતી. જોકે પોતાના ઘેર પહોંચતા ગણપતભાઈને દવાઓની આડ અસરે ઉલ્ટીઓ થતાં તેમના પરિવારજનોએ પુનઃ મુકેશભાઈ વરીયાનો સંપર્ક સાધ્યો હતો. જેઓએ બપોરે ચારેક વાગે દર્દી ગણપતભાઈ પરમારના ઘેર જઈ તેમને દવાના બાટલા તેમજ કેટલાક ઈન્જેક્શનોનો નવો ડોઝ આપ્યો હતો. જોકે આ ડોઝ દર્દી ગણપતભાઈ માટે જીવલેણ સાબીત થયો હતો અને ગણપતભાઈ દર્દથી કણસતા કહેવાતો તબીબ મુકેશ વરીયા રફુચક્કર થયો હતો. જે બાદની સ્થિતિમાં દર્દી ગણપતભાઈ પરમારની તબીયત વધુ કથળતા તેમના પિતા હીરાભાઈ પરમારે ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની મદદે પોતાના પુત્રને સારવાર માટે ડીસા લઈ જવા પેરવી કરી હતી. જોકે સારવાર દરમ્યાન જ દર્દી ગણપતભાઈ પરમારે જીવનનો અંતિમ શ્વાસ લીધો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે દર્દી ગણપતભાઈ પરમારને મૃત હાલતમાં ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે આવેલ પી.એમ. રૃમમાં ખસેડયો હતો. જોકે નવાઈ વચ્ચે ફરજ પરના તબીબે મૃતકનું કલાકો સુધી પી.એમ. કરેલ નહીં. જ્યારે બીજી તરફ દોષિત તબીબે પોતાની તમામ તાકાત પી.એમ. ના થાય તે માટે લગાવી હતી. કહેવાતો આ તબીબ વરનોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ મેલેરીયા વર્કર તરીકે કામ કરતો હતો. જેથી આરોગ્ય અધિકારીઓનો સાથ મેળવી આ તબીબે પોતાની રાજકીય અન્ય વગનો ઉપયોગ કરી રાત્રી સમયે પી.એમ. વિના જ મૃતક દર્દી ગણપતભાઈ પરમારની લાશ તેના પરિવારજનોને સોંપી રવાના કર્યા હતા. જેમાં દલિત પરિવાર દામા ખાતે મૃતકની લાશ લઈ આખી રાત ન્યાય માટે ભયભીત અને દબાણમાં રહી રડતો રહ્યો. જેમાં આ મામલાની તે બાદ ઉચ્ચ સ્તરીયે રજુઆત થતા ડીસા તાલુકા પી.આઈ. બી.એલ. પાટીલ અને તેમની ટીમ હરકતમાં આવી તી અને વહેલી સવારે ડીસા તાલુકા પોલીસ મથકના કર્મચારીઓએ દામા ગામથી મૃતક દલિત શિક્ષકની લાશનો કબ્જો મેળવી પી.એમ. અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
આ મામલે મૃત યુવકના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પ્રાથમિક તપાસ હાથ ધરેલ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved