Last Update : 12-August-2012,Sunday

 

બે જૂથ વચ્ચે તહેવાર સમયે માથાકૂટથી તંગદિલી
ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

લોકમેળા સહિત આખા શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, સજજડ પોલીસ બંદોબસ્ત, બંને જૂથની સામસામી ફરિયાદ

ધ્રાંગધ્રા, તા.૧૧
ધ્રાંગધ્રામાં સાતમ-આઠમના તહેવાર સમયે જ બે જૂથો વચ્ચે જૂની અદાવતની માથાકૂટ વકરતાં તંગદિલી પ્રસરવાથી લોકમેળા સહિત આખા શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા પોલીસે બંને જૂથની સામસામી ફરિયાદ નોંધીને સજજડ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ માથાકૂટમા એક જૂથના ૧૯ શખ્સોએ સામા જૂથના બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને રૃા. ૬.૫૦ લાખની લૂંટ ચલાવ્યાનું પણ બહાર આવ્યું છે.
ધ્રાંગધ્રામાં દરબારો અને ભરવાડોના જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી માથાકૂટમાં જન્માષ્ટમીની રાત્રે ભડકો થતાં ભરવાડ જૂથના હુમલાથી દરબાર જૂથના મહાવીરસિંહ મેરૃભા ઝાલા અને જયપાલસિંહ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલા હતાં. આ અંગે ભરત જીવરાજભાઇ દલવાડીએ ભરવાડ જૂથના ૧૯ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલું કે જન્માષ્ટમીના દિવસે રાતના સાડા દસ વાગ્યાના સુમારે મહાવીરસિંહ અને જયપાલસિંહ મોટર સાયકલ પર ઘરે જઇ રહ્યા હતા ત્યારે ભરવાડોના એક જૂથે લાકડી, તલવાર અને ધોકાથી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ કરી હતી અને હુમલાખોરમાં બાબુભાઇ મુંધવા, જેસીંગ મેપાભાઇ, જગાભાઇ ડાંગર, પોપટ રણછોડ, રાજુ ઘેલાભાઇ, પોપટ દેવાભાઇ, ભીમાભાઇ ઉકાભાઇ, પરેશ રણછોડભાઇ, ભાવેશ રણછોડ, મહેશ ખીમજીભાઇ, રાજુભાઇ ભાયાભાઇ, સંગ્રામભાઇ ભાયાભાઇ તેના બે ભાઇઓ જીલાભાઇ અને ગોવિંદ અને શકિત દેવાભાઇના નામનો ઉલ્લેખ કરાયો છે.
આ બનાવથી શહેરમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયુ છે. જેની અસર આજના મેળામાં પાંખી હાજરીથી ફલીત થઇ હતી. આ અંગે સીટી પી.આઇ. કિશોરસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે. આજે સવારના મનુભાઇ ભરવાડે ડી.એસ.પી.ને ફોન કરી દરબાર જૂથના યુવાનો હાથમાં ખુલ્લા હથીયારો રાખી ખુલ્લી જીપમાં જાહેર રોડ ઉપર ફરી રહ્યાની જાણ કરતાં તાકીદના પગલાં લેવા હુકમ કરીને સજજડ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
દરમિયાન આજે બપોરના બારેક વાગ્યે શીતળા માતાના મંદીર પાસે કમલેશ ભરતભાઇ શાહ નામના યુવાનને પરેશ રબારી અને અન્ય સાત વ્યકિતઓએ તું પોપટ દેવા સાથે કેમ ફરે છે તેમ કહી ઢીકાપાટુનો માર મારી હત્યાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ સાથે ઝપાઝપી દરમિયાન તેનો સાડા છ તોલાનો સોનાનો હાર ગુમ થયાનું પણ જણાવેલું છે. બનાવના પગલે શહેરમાં સોપો પડી ગયો છે અને ભયંકર જીવલેણ અથડામણ થવાની લોકોમાં ભીતી પ્રસરી હતી.

સૌરાષ્ટ્ર હાઇસ્કુલ પાસે નાલંદા સોસાયટીમાં
આઠમે ધોળે દિવસે વેપારીના મકાનમાંથી રૃા. ૪ લાખની ચોરી
રાજકોટ, શનિવાર
શહેરમાં તરખાટ મચાવી રહેલા તસ્કરો આઠમના દિવસે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલની બાજુમાં નાલંદા સોસાયટીમાં રહેતા લોહાણા વેપારી અજયભાઇ તન્નાના મકાનમાં ત્રાટકી રૃા. ૩.૯૬ લાખનો મુદામાલ ચોરી કરી જતાં આજે સવારે આ અંગે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબ તપાસ આદરી છે.
વેપારીના બહેન સાંજે મકાન બંધ કરી સંબંધીને ત્યાં આંટો મારવા ગયા ને ચોર અગાશી પરથી ત્રાટકયા
વિગત એવી છે કે ડો. યાજ્ઞિાક રોડ પર ઓલ્ડ એન્ડ ન્યુ નામથી બુકસની દુકાન ધરાવતાં અજયભાઇ નાલંદા સોસાયટીમાં બ્લોક નંબર એ-૧૪માં રહે છે. અમદાવાદ રહેતા સાળાને ત્યાં વાસ્તુનો પ્રસંગ હોવાથી ગઇકાલે બપોરે પરિવારજનો સાથે ત્યાં જવા રવાના થયા હતાં. પાછળથી ઘરે તેમના બહેન હર્ષાબેન એકલા હતાં. સાંજે ૭-૩૦ વાગ્યે હર્ષાબેન જંકશનમાં રહેતાં સંબંધીને ત્યાં આંટો મારવા ગયા હતાં.
રાત્રે ૧૧-૩૦ વાગ્યે પરત આવીને દરવાજો ખોલવા ગયા હતા પરંતુ તસ્કરોએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હોવાથી ઇન્ટરલોક ખુલ્યો ન હતો. જેથી પાડોશીઓની મદદથી દરવાજો ખોલી ઉપરના માળે જઇ જોતાં સામાન વેરવિખેર મળતાં અને બેડરૃમમાં સ્થિત કબાટ અને તિજોરી તૂટેલી જોતાં પરિસ્થિતિ પામી ગયા હતાં જેથી અજયભાઇને મોબાઇલ કરી જાણ કરતા તત્કાળ અમદાવાદથી નીકળી ગયા હતાં. વહેલી સવારે ઘરે પહોંચી તપાસ કરી તસ્કરો રૃા. ૧૨ હજાર રોકડા અને સોનાચાંદીના દાગીના મળી રૃા. ૩.૯૬ લાખની ચોરી કરી ગયાની આજે સવારે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યું કે જયાં ચોરી થઇ તે મકાનની પાછળ સૌરાષ્ટ્ર હાઇસ્કુલનો પટ્ટ છે ત્યાંથી આવી તસ્કરો ઝાડ પર ચડી અગાશી પર થઇ તેના દરવાજાનો નકુચો તોડી બીજા માળે પ્રવેશ્યા હતા અને પછી નીચેના માળે આવેલા દરવાજો અંદરથી બંધ કરી આરામથી ચોરી કરી હશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved