Last Update : 12-August-2012,Sunday

 

કરોડો અપાવવાની લાલચે લાખોની ઠગાઇ

-બિલીમોરાનાં કહેવાતા તાંત્રિકે લૂંટ્યા

 

 

-રાજકીય વગ હોવાનું કહી ધમકી પણ આપી

કૈલાસ ઉર્ફે ગાંડાભાઇ પટેલે તાંત્રિક વિધી, પરીક્ષામાં પાસ કરાવવાનું અને વિદેશ મોકલવાની લાલચ આપી અનેકને ઉલ્લું બનાવ્યા ઃ રાજકીય વગ હોવાનું કહી ધમકી પણ આપી

બીલીમોરા, શનિવાર
બીલીમોરા નજીકના બીગરી ગામના શખ્સે, તાંત્રિકવિધિ દ્વારા કરોડોરૃપિયાનો વરસાદ વરસાવી ત્રણ ગણા રૃપિયા આપવાની લાલચ આપી લાખ્ખો રૃપિયા પડાવી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ભોગ બનનારા બીલીમોરાના શખ્સે સુરત રેંજ આઇજીપીને કરતાં ચકચાર મચી છે. બીગરીના શખ્સે અનેક લોકોને લોભામણી લાલચો આપી લાખ્ખો રૃપિયા પડાવી લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ બીલીમોરાના સોમનાથ મંદિર પાછળ આવેલી ગણેશ સોસાયટીમાં રહેતા અને એ.સી. ટેકનીશિયનનું કામ કરતા ભગવાનદાસ ગોવિંદજી પટેલ (ઉ.વ.૫૩) ચાર વર્ષ ઇરાક જઇને કમાઇ આવ્યા હતા. આથી આથિક સ્થિતિ સારી હતી. ભગવાનદાસ પટેલ પોતાના સાસરે બીગરી ગામે કોઇક પ્રસંગે ગયા હતા ત્યારે બીગરીના વાડીફળિયામાં રહેતા કૈલાસ ઉર્ફે ગાંડાભાઇ રણછોડભાઇ પટેલે તમે અમારા ગામના જમાઇ હોવાથી મારા બનેવી થાઓ છો એમ કહી પોતાના ઘરે લઇ જઇ ચાહ-પાણી કરાવી ગાઢ પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ કૈલાશ બીજા જ દિવસે ભગવાનભાઇાા ઘરે ગયો હતો અને તેને બીલીમોરા- ગણદેવી રોડ પર આવેલી પોતાની કાવેરી ઓટો પાર્ટસની દુકાને લઇજઇ ધંધો ખૂબ જ સારો ચાલે છે. વધુ વિકસાવવાની જરૃરિયાત દર્શાવી બે મહિના માટે રૃ।. ૫ લાખ ટ્રક લેવા ઉછીના માંગ્યા હતા.
દરમ્યાન કૈલાશની લોભામણી વાતોમાં આવી ગયેલા ભગવાનદાસે તેને તુરંત ટ્રકલેવા પાંચ લાખ રૃપિયા આપી દીધા હતા. બે મહિના વિતી જતાં ઉછીના આપેલા રૃ।. ૫ લાખ ભગવાનદાસે પાછા માંગતા કૈલાશે તેને કહ્યું હતું કે બનેવી હાલ તો મારી પાસે રૃપિયા નથી, પરંતુ મારી પાસે એક પાવરફુલ તાંત્રિક છે. જો તમે બીજા પાંચ લાખ રૃપિયા મને આપો તો તમારા કુલ ૧૦ લાખના હું તમને પંદર દિવસમાં રૃ।. ૩૦ લાખ પરત આપીશ ! આથી ભગવાનદાસે તેને પૂછ્યું કે કેવી રીતે થાય ? કૈલાશે કહ્યું કે તાંત્રિકને લાખ્ખો રૃપિયા આપો તો તે કરોડો રૃપિયાનો વરસાદ વરસાવે છે ! તેની લોભામણી વાતોમાં આવી જઇ ભગવાનદાસે બીજા રૃ।. ૫ લાખ કૈલાશને આપ્યા હતા. પરંતુ ૧૫ દિવસ બાદ રૃપિયા નહી મળતાં ભગવાનદાસ કૈલાશના ઘરે ઉઘરાણી કરવા આંટા મારવા લાગ્યા હતા. તે દરમ્યાન ભગવાનદાસની જેમ અનેક લોકો વિવિધ વાતોમાં ફસાઇને કૈલાશને લાખ્ખો રૃપિયા આપીને ફસાઇ ગયા હતા. તેઓ પણ ઉઘરાણી માટે આવતા હતા.
જેમાં ધોરણ-૧૨ સાયન્સમાં પાસ કરાવવા માટે રૃ।. ૩-૩ લાખ કૈલાશે ગામના લોકો પાસે પડાવ્યા હતા. સેલવાસમાં સરકારી નોકરી અપાવવાના બહાને રૃ।. ૪ લાખ, દમણના એક શખ્સને અમેરિકા મોકલવાના બહાને રૃ।. ૧૦-૧૦ લાખ, તાંત્રિક વિધિ તેમજ રૃપિયાનો વરસાદ પાડવાના બહાને રૃ।. ૧૦-૧૨ લાખ ધરમપુરના લોકો પાસે કૈલાશે પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ઉઘરાણીએ જતાં લોકોને કૈલાસ પોતાની મોટી રાજકીય ઓળખ હોવાનો રોફ જમાવી પોલીસમાં ખોટા કેસોમાં ફીટકરી દેવાની ધમકી આપતો હતો. ઘણાને આપેલા ચેકો પણ બાઉન્સ થતાં કૈલાશ સામે કોર્ટમાં ફરિયાદ પણ થઇ છે. અસંખ્ય લોકોને લોભામણી વાતો કરી કરોડો રૃપિયા પડાવી લઇ કૈલાશ ધાક-ધમકી આપી રહ્યો છે. એવી ફરિયાદ કરી ભગવાનદાસ પટેલે સ્થાનિક પોલીસમાં કૈલાશની વગ હોવાથી પોલીસ પર પોતાનો વિશ્વાસ ન હોવાથી રેન્જ આઇજીપીને ન્યાય અપાવવા માંગણી કરી છે.
ગરીબ અને મધ્યમ વર્ગમાં લોકો લો-લાલચમાં ઠગાઇનો ભોગ બની લાખ્ખો રૃપિયા ગુમાવીને પાયમાલ થયા છે. જેમાં એક ભોગ બનેલા યુવાને આપઘાત કર્યો હોવાનું પણ જાણવા મળે છે. આમ લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે નહીં મરે એ કહેવત સાચી ઠેરવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved