Last Update : 12-August-2012,Sunday

 
ગાંધી બ્રિજ ઉપર ગુરૃવારે મધરાતે બનેલો બનાવ
અકસ્માત પછી 'માર'ના ડરથી નદીમાં કૂદેલા કોન્સ્ટેબલનું મોત

નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના કોન્સ્ટેબલ અને મિત્રની કારે ટક્કર મારતાં બે બાઈકસવાર ઘાયલઃ તરીને નીકળેલા મિત્રની તલાશ

અમદાવાદ, શનિવાર
મધરાતે ગાંધી બ્રિજ ઉપર અકસ્માત સર્જાયા બાદ ટોળાંના મારથી બચવા માટે નદીમાં ઝંપલાવનાર બે યુવકો પૈકીના નાર્કોટીક્સ ડીપાર્ટમેન્ટના કોન્સ્ટેબલનું મૃત્યુ નિપજ્યું છે. કોન્સ્ટેબલ સુરેન્દ્ર દાતણીયા અને મિત્ર જતા હતા તે કારની ટકકરથી બે બાઈકસવારને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવના પગલે કારચાલક અને કોન્સ્ટેબલ નદીમાં કૂદી પડયા હતા. મિત્ર રસિક પટણી તરીને બહાર નીકળી ગયો હતો. પણ, કોન્સ્ટેબલનું મૃત્યુ નિપજ્યાની રહસ્યમય ઘટના અંગે નારણપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગત ગુરૃવારે રાતે ૨-૧૦ વાગ્યાના અરસામાં શાહપુર તરફથી ઈન્કમટેક્સ સર્કલ તરફ એક ઈન્ડીકા કાર બેકાબુ ઝડપે ગાંધી બ્રિજ ઉપરથી પસાર થતી હતી. કારને આગળ બાઈક ઉપર જઈ રહેલા બે વ્યક્તિને ઉડાવ્યા હતા. શાહપુરમાં ભજનનો કાર્યક્રમ આપીને જતાં આર્ટિસ્ટ અશોકભાઈ વાલજીભાઈ બારોટ અને તેમના મામા પરસોત્તમભાઈ કારની ટક્કરથી ફંગોળાઈને ૭૦ ફૂટ ઢસડાયા હતા. અકસ્માતના પગલે કાર બંધ થઈ ગઈ હતી અને મધરાતે અવરજવર કરતા લોકો એકત્ર થઈ ગયાં હતાં. રોષે ભરાયેલા લોકોમાંથી કોઈ કારનો આગળનો કાચ ફોડી નાંખ્યો હતો.
લોકોના રોષથી મારનો ભોગ બનવું પડશે તેવા ડરથી કારમાંથી ઉતરેલા બે યુવકો દોડયા હતા. પણ, પકડાઈ જઈશું તો બૂરી હાલત થશે તેવા ભયથી બન્ને નદીમાં કુદી પડયા હતા. તરતા આવડતું હોવાથી નદીના પાણીમાંથી તરીને નીકળી જઈશું તેવી ગણતરીએ બન્ને નદીમાં પડયા હતા. રસિક બબાભાઈ પટણી નામનો યુવક તો બહાર નીકળ્યો હતો. પણ, તેની સાથે રહેલા સુરેન્દ્ર નારણભાઈ દાતણીયા (ઉ.વ. ૩૯)નો પતો નહોતો. ડરનો માર્યો રસિક નાસી ગયો હતો. અકસ્માત સ્થળે પહોંચેલી પોલીસે નદીમાં કુદેલા બન્ને યુવકોની રાતે શોધખોળ હાથ ધરી હતી પણ પતો લાગ્યો નહોતો.
પરિવારજનોને શોધી રહ્યાં હતાં. શુક્રવારે બપોરે ગાંધી બ્રિજ નીચેના ભાગે સુરેન્દ્રનો મૃતદેહ સપાટી ઉપર આવ્યો હતો. નારણપુરાના પી.આઈ. ડી.એમ. જાડેજાએ કહ્યું કે, નાર્કોટીક્સ વિભાગ- અમદાવાદમાં નોકરી કરતા અને શાહપુરની ઓતમ પોળમાં રહેતા કોન્સ્ટેબલ સુરેન્દ્ર દાતણીયાનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત થયો ત્યારે તેની સાથે કારમાં રહેલા રસિક પટણીની શોધખોળ ચાલી રહી છે. રસિકના નિવેદન બાદ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થશે.

કોન્સ્ટેબલના મૃત્યુ અંગે અમુક સ્વજનોને આશંકા
* નાર્કોટીક્સ વિભાગના કોન્સ્ટેબલ સુરેન્દ્રભાઈના મૃત્યુ અંગે અમુક સ્વજનોએ આશંકા વ્યક્ત કરી હતી. ૧૫ વર્ષથી કાર્યરત કોન્સ્ટેબલ સુરેન્દ્રભાઈ ૧૩૦ કિલો ચરસ પકડાવવા સહીતના અનેક કેસમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકયા હતા એટલે કોઈએ હત્યાનો કારસો ઘડયાની શંકા વ્યક્ત કરી છે. મૃતકના ભાઈ મહેશભાઈએ હાલના તબક્કે કંઈપણ કહેવા ઈન્કાર કર્યો હતો. પોલીસ કહે છે કે, મૃતકને કોઈ ઈજા હતી કે કેમ? ડૂબવાથી જ મૃત્યુ થયું છે કે કેમ? વગેરે બાબતો સ્પષ્ટ કરવા પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરાઈ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved