Last Update : 12-August-2012,Sunday

 

પોલીસે આપેલા મેમામાં ચેડાં કરી દંડ ઘટાડયો
બે હજારને બદલે રૃા. ૫૫૦નો દંડ! RTO એજન્ટની ધરપકડ

PSO ટેબલ ઉપર બેઠેલા પી.આઈ. રિક્ષા છોડાવવા રજૂ કરાયેલી પહોંચ જોઈ ચોંક્યા

અમદાવાદ, શનિવાર
ટ્રાફિક પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી માટે ડીટેઈન કરાતાં વાહનોનો દંડ ઘટાડી આપવા અમુક એજન્ટો કાર્યરત હોય છે. આવા જ એક કિસ્સામાં રિક્ષા ડીટેઈન કરીને નિયમાનુસાર થતો રૃા. ૨૦૦૦નો દંડ ઘટાડીને રૃા. ૫૫૦નો કરી આપનાર આર.ટી.ઓ. એજન્ટની માધવપુરા પોલીસે ધરપકડ કરી છે.
માધવપુરાના પી.આઈ. ગુરૃવારે પી.એસ.ઓ. ટેબલ ઉપર બેઠાં હતાં. એક રિક્ષાચાલકે આર.ટી.ઓ.માં ભરેલા દંડની પહોંચ રજૂ કરી હતી. પહોંચમાં દંડની રકમ માત્ર રૃા. ૫૦૦ જોઈને પી.આઈ. ચોંક્યા હતા અને શંકા જાગી હતી. રિક્ષા કઈ રીતે છોડાવી તે અંગે જાણકારી મેળવી પી.આઈ. શક્તિસિંહ પરમારે ઉંડી તપાસ કરતાં દલાલ મારફતે દંડ ભર્યાની વિગતો ખૂલી હતી.
રિક્ષાચાલકને ટ્રાફિક શાખા દ્વારા અપાયેલી પાવતીમાં કલમોનો ઉલ્લેખ અને દંડ ભરાયો તે પહોંચમાં કલમો જોતાં એજન્ટે સરકારી રેકર્ડ સાથે ચેડાં કરાયાનું જણાયું હતું. પોલીસે કહ્યું કે, રિક્ષાચાલક અબ્દુલહકીમ સૈયદ રિક્ષાનો દંડ ભરવા પહોંચ્યા ત્યારે આર.ટી.ઓ. એજન્ટ મહમદશકીલ મહમદહુસેન શેખ (ઉ.વ. ૩૨)એ દંડ ઓછો કરાવી આપવાની વાત કરી હતી. બે હજાર રૃપિયાના બદલે માત્ર ૫૫૦નો દંડ ભરવાથી ખૂશ રિક્ષાચાલકે એજન્ટને ૧૫૦ રૃપિયા પણ આપ્યા હતા. એજન્ટે ચેકચાક કરી પાંચ કલમો હળવી કરી નાંખી હોવાની વિગતો પોલીસ તપાસમાં ખૂલી છે. માધવપુરા પોલીસે સરકારી દસ્તાવેજોમાં ચેડાં કરી સરકાર સાથે છેતરપિંડીના આરોપસર આર.ટી.ઓ. એજન્ટ શકીલ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved