Last Update : 12-August-2012,Sunday

 

HDFCની બોગસ વેબસાઇટથી સાયબર ક્રાઇમ

-૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા

 


-દિકરીના લગ્ન માટે ટૂકડે ટૂકડે ૧૦ લાખ જમા કર્યા હતા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
પુત્રીના લગ્ન માટે થોડાં થોડા કરીને એચ.ડી.એફ.સી. બેંકમાં ૧૦ લાખ રૃપિયા જમા કરાવનાર આઇ.ઓ.સી.ના અધિકારીના બેંક એકાઉન્ટની વિગતો મેળવી સાઇબર ક્રીમીનલે ૯.૨૯ લાખ રૃપિયા ઉપાડી લીધાં હતાં. જે અલગ અલગ નવ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થયેલાં તે એકાઉન્ટ બોગસ હોવાનું ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અરૃણાચલ સોસાયટી પાસેનાં કુમકુમ ડુપ્લેક્ષમાં રહેતાં દશરથદાસ મંગળદાસ મથુરાની આઇ.ઓ.સી. કંપનીમાં નોકરી કરે છે. અને નિવૃત્તિના બે વર્ષ બાકી છે. તેમનું સેવીંગ્ઝ એકાઉન્ટ અલકાપુરીની એચડીએફસી બેંકમાં છે જે એકાઉન્ટમાં તેમને પોતાની પુત્રીનાં લગ્ન માટે ટૂકડે ટૂકડે કરીને ૧૦ લાખ રૃપિયા જમા કરાવ્યા હતાં.
ગત જુલાઇ માસમાં ઇન્ટરનેટ પર સર્ચ કરતાં દશરથ દાસને હકર્સ દ્વારા બનાવાયેલી એચડીએફસી બેંકની બોગસ વેબસાઈટ મળી હતી. જેનાથી અભણ દશરથદાસે પોતાના એકાઉન્ટની પાસવર્ડ સહિતની તમામ વિગતો તેમાં મૂકતાં હેકર્સ દ્વારા ક્ષણવારમાં જ ઈબેંકીંગ દ્વારા દશરથદાસના એકાઉન્ટમાંથી ૯.૨૯ લાખની રકમ નવ અલગ - અલગ ખાતામાં ટ્રાન્સફર કરાઈ હતી.
જેની જાણ થતાં તેમને ક્રાઈમબ્રાંચમાં આ અંગે ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન એચ.ડી.એફ.સી. બેંકના જે અલગ - અલગ નવ ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ હતી તે એકાઉન્ટ બોગસ માહિતી આપીને ખોલાવાયા હોવાનું અને આ એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં પણ રકમ ટ્રાન્સફર થઈ ગઈ છે.
ક્રાઈમબ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, બોગસ એકાઉન્ટ ખોલાવવાના પ્રકરણમાં બેંકના જે-તે કર્મચારી અને અધિકારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓએ એચ.ડી.એફ.સી. બેંકની બોગસ વેબસાઈટ બનાવી હતી કે પછી બેંકની ઓરીજનલ વેબસાઈટ હેક કરીને એકાઉન્ટ હોલ્ડરની વિગતો મેળવી નાણાં ટ્રાન્સફર લીધાં હતાં ? તે વિગતો તો આરોપીના પકડાયા પછી જ જાણી શકાશે પરંતુ હાલના તબક્કે બોગસ વેબસાઈટ હોવાનું અનુમાન પોલીસ સેવી રહી છે.

માત્ર ત્રણ મિનિટમાં જ ૯.૨૯ લાખ ટ્રાન્સફર
વડોદરા,શનિવાર
એચ.ડી.એફ.સી. બેંકના જે નવ એકાઉન્ટ બોગસ હોવાનું જણાયુ છે તેમાં માત્ર ત્રણ જ મિનિટમાં ૯.૨૯ લાખ રૃપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. ત્યારબાદ દશરથદાસનું એકાઉન્ટ લોક કરી દેવાતાં હાલમાં માત્ર ૯૦ હજાર રૃપિયા જ જમા છે. આ બોગસ એકાઉન્ટ યુ.પી. બિહાર, મુંબઈમાં અલગ - અલગ સ્થલે ખૂલ્યાં હતા.
યુ.પી. મુંબઈ અને બિહારની બેંકમાં ખાતા ખૂલ્યાં હતા
(૧) મહંમદહુસૈન આલમ (૨) નારાયણ (૩) એ ટુ ઝેડ (૪) મનોજ (૫) એસ. આઈન (૬) જીતેન્દ્ર યાદવ (૭) અમિત તિવારી (૮) સુરેશ પી. તિવારી અને (૯) આદર્શ દુબેના નામે અલગ - અલગ એકાઉન્ટ ખુલ્યા હતા. બેંક દ્વારા કેવાયસી ના નિયમોનું અમલીકરણ થયુ નહિં હોવાના કારણે જ આ બોગસ એકાઉન્ટ એક્ટીવેટ રહ્યાં હોવાનું અનુમાન છે. જે દિશામાં ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved