Last Update : 12-August-2012,Sunday

 

સૂપ-સિઝલર-ટોસ્ટ-નાનખટાઈ

 

 

ગ્રીન મિક્સ
સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ પાલક, ૧૦૦ ગ્રામ કોબી વગેરે ભાજીના પાન, થોડી કોથમીર, થોડા ફુદીનાનાં પાન તથા વરિયાળી, ૧ ઈંચ આદું સમારેલું, ૧ ડુંગળી સમારેલી, ૧ ચમચી જીરું, ૪ લવંિગ, ૨ ચમચા ટમેટાં પ્યૂરી, ૧ ચમચો મકાઈનો લોટ, ૨ ચમચી મીઠું, ૧/૪ ચમચી મરી પાઉડર, ૧ ચમચો માખણ.

 

રીત ઃ બધા લીલાં શાક ધોઈને ઝીણાં સમારી લો. માખણ, ડુંગળી, મીઠું, તથા મરી પાઉડર સિવાયની બધી વસ્તુઓ ૨ કપ પાણીમાં નાંખી બાફી લો. પછી તેને ક્રશ કરી ગાળી લો.

 

પેનમાં માખણ ગરમ કરી ડુંગળી સાંતળી લો. તના ઉપરનું મિશ્રણ તથા મીઠું નાખી સરખી રીતે મિક્સ કરી સર્વે કરો.

 

શંિગોડાનો સૂપ

 

સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ લીલા શંિગોડા છાલ ઊતારેલા, ૧ ડુંગળી, ૪ લસણની કળી, ૧ નાનો કટકો તજ, ૨ લવંિગ, ૧ ચમચી મીઠું, ૨ ચમચા ગ્રીન ચિલી સોસ, ૧ ચમચી કોર્નફ્‌લોર, ૧ ચમચો માખણ.

 

રીત ઃ સૌપ્રથમ શંિગોડા, લસણ, તજ, લવંિગને ૨ કપ પાણીમાં બાફી લો. પછી આ મિશ્રણને ક્રશ કરી ગાળી લો.
હવે ડુંગળી ચોરસ સમારી લો. એક પેનમાં માખણ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળી લો. પછી તેમાં શંિગોડાનું મિશ્રણ મિક્સ કરી ઊકાળો. તેમાં મીઠું અને ૧/૨ કપ પાણીમાં ધોળેલું કોર્નફ્‌લોર નાખી ૨-૩ મિનિટ ઉકાળો. છેલ્લે ઉપર ગ્રીન ચિલી સોસ નાખી સર્વ કરો.

 

ખજૂર-ખસખસનું શરબત

 

સામગ્રી ઃ ૨ મોટા ચમચા ખસખસ, ૧૦ ખજૂર (બી કાઢેલા), ૨ કપ દૂધ, ૨ લીલી એલચીનો પાવડર, ૨ મોટા ચમચા મધ.

 

રીત ઃ ખજૂર તથા ખસખસને પલાળીને બારીક પીસી લો. પછી તેની ગાળીને તેમાં દૂધ મિક્સ કરી એલચીનો પાઉડર નાખી ઉકાળો. પછી ઠંડુ કરી ગ્લાસમાં ભરી જરૂર પ્રમાણે મધ નાખી સર્વ કરો.

 

વેજ સિઝલર

 


સામગ્રી ઃ ૨૦ - ૨૫ આખા મરચા, ૨ મોટાં ટમેટાં, ૨-૩ મોટી ડુંગળી, ૨-૩ કેપ્સિકમ, ૧ મઘ્યમ આકારનું ફ્‌લાવર, ૨ ચમચી કોર્નફ્‌લોર, ૧/૨ ચમચી સફેદ મરચુ, ૧/૪ ચમચી આજીનોમોટો સ્વાદ મુજબ મીઠું, ૧ કપ સરકો, ૨ ચમચા હોટ ચિલી ગાર્લિક સોસ, કોબીજમાં ૫-૬ પાન, ૮-૧૦ લસણની કળી.

 

રીત ઃ ટમેટાં સમારી લો. કઢાઈમાં માખણ ગરમ કરો. તેમાં ટમેટાં નાખીને ૩-૪ મિનિટ સુધી સાંતળો પછી તેમાં હોટ ચીલી ગાર્લિક સોસ નાખીને ૨ મિનિટ સુધી સાંતળો. એકબીજા ફ્રાઈનપેનમાં ૧ ચમચી માખણ ગરમ કરી તેમાં ડુંગળી અને કેપ્સિકમ ગુલાબી રંગે સાંતળી તેન ટમેટાં સોસમાં નાખી દો. ફ્‌લાવરને સમારી ૫ મિનિટ ગરમ પાણીમાં રાખો. તેને પ્લેટમાં કાઢીને કોર્નફ્‌લોર, મીઠું, સફેદ મરચું, આજીનોમોટો નાખી ૧૦-૧૫ મિનિટ સુધી રહેવા દો. એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં ફ્‌લાવરને સોનેરી રંગે તળો. હવે ૧ ચમચી કોર્નફ્‌લોર ૨-૩ ચમચી પાણીમાં ઘોળી તેને કેપ્સિકમમાં મિક્સ કરો. તેજ આંચ પર પાણી શોષાઈ જાય ત્યાં સુધી શેકો. જ્યારે તેલ છૂટુ પાડવા લાગે ત્યારે ફ્‌લાવર રાખીને ૨-૩ વખત હળવા હાથે હલાવો. સિઝલરની સામગ્રી તૈયાર થઈ ગઈ.
હોટ ચિલી ગાર્લિક સોસની રીત ઃ ૨૦ આખા લાલ મરચાના ડીંટા કાઢીને એક વાસણમાં ૧ કપ સરકો નાખી ૨-૩ ક્લાક રહેવા દો, લસણની કળીઓને છોલી મરચાની સાથે વાટી લો. એક નાની કઢાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરો, તેમાં વાટેલું મરચું નાખીને ૨ મિનિટ સુધી સાંતળો. સોસ તૈયાર છે.
સિઝલર પીરસવાની રીત ઃ સિઝલર ટ્રેની લોખંડની ટ્રે આંચ પર ૧૦-૧૫ મિનિટ સુધી ગરમ કરો. ચીપીયાની મદદથી લાકડાની ટ્રે પર મૂકો. ઉપર ગરમ પાણીમાં પલાળેલી કોબીજના પાન પાથરો. ૨ ચમચી ઓગાળેલુ માખણ ટ્રેની ચારેબાજુ પાથરો જ્યારે ઘૂમાડો નીકળવા લાગે ત્યારે સર્વ કરો.

 

હોટ સિઝલંિગ વિથ ચીઝ ટોસ્ટ

 

સામગ્રી ઃ ૨ ચમચી આદું, લસણની પેસ્ટ, ૨ ચમચી લીલાં અને સૂકાં લાલ મરચાની પેસ્ટ, ૨ બાફેલાં બટાકાં, ૧૦૦ ગ્રામ મશરૂમ, ૪ કેપ્સિકમ, ૨ મોટા ટમેટાં, ૬ બેબીકોર્ન, થોડા કાજુ, ૨ ડુંગળી, ૨૫૦ ગ્રામ પનીર, ૧ વાટકી દહીં, ૧/૨ ચમચી ચાટ મસાલો, ૧/૪ ચમચી અજમો, મીઠું સ્વાદ મુજબ, જરૂર પૂરતું તેલ, ૨ ચમચી માખણ.
સાથે પીરસવાની સામગ્રી ઃ ૪ પીસ ગાર્લિક બ્રેડ, થોડું છીણેલું ચીઝ

 

રીત ઃ પનીરના જાડા ટુકડા કાપો. દહીંને મખમલના કાપડમાં ૧૦-૧૫ મિનિટ બાંધીને રાખો તેમાંનું પાણી નીતરી જાય પછી દહીંમાં પનીર, અજમો, ચાટ મસાલો, મીઠું, ૧ ચમચી મરચું અને ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ નાખીને હળવા હાથે હલાવો. આ મિશ્રણને ૧/૨ ક્લાક સુધી રાખી મૂકો.
ફ્રાઈંગપેનમાં ૨ નાની ચમચી તેલ ગરમ કરી ડુંગળી, બેબીકોર્ન, મશરૂમ, કેપ્સિકમના ચોરસ ટુકડા તેમાં સોનેરી રંગે સાંતળો. ૧-૧ ચમચી આદું-લસણની પેસ્ટ અને મરચાની પેસ્ટ નાખીને થોડીવાર સુધી સાંતળી ટમટાં અને બટાકાંના નાના ટુકડા કરીને નાખો. ટમેટાનો રસ શોષાઈ જાય ત્યાં સુધી સાંતળો. ગ્રીલને ૧ મિનિટ ગરમ કરીને પનીર ટોસ્ટ કરો. જો ઓવન ન હોય તો તવા પર તેલ ગરમ કરીને પનીરના ટુકડા સોનેરી રંગે તળી લો. સીઝલર ટ્રેને ગરમ કરી ચીપિયાની મદદથી પકડીને લાકડાની ટ્રે પર મૂકો. કોબીજના ગરમ પાણીમાં પલાળેલાં પાન કાઢીને ટ્રે પર પથારી દો. હવે વચ્ચે શાકભાજી ગોઠવી આજુબાજુ પનીરથી સજાવો. ૨ ચમચી ઓગાળેલું માખણ ચારે બાજુ લગાવી ગરમાગરમ સર્વ કરો.

 

ચીઝ ટોસ્ટ ઃ ૪ પીસ ગાર્લિક બ્રેડ પર છીણેલું ચીઝ સોનેરી થઈ જાય તો કાઢીને ૨ મિનિટ સુધી ઓવનમાં રાખો. ચીઝ સોનેરી થઈ જાય તો કાઢીને ડિશમાં મૂકો. ત્રિકોણાકારમાં કાપીને સિઝલર સાથે સર્વ કરો.

 

સ્પેશિયલ નાનખટાઈ

 


સામગ્રી ઃ ૧/૨ મેંદો, ૧/૪ કપ રવો, ૨ ચમચા ચણાનો લોટ, ૧/૪ કપ મિક્સ સૂકા મેવાનો પાઉડર, ૧/૩ કપ દળેલીખાડ, ૧/૩ કપ માખણ, ૨ મોટી ચમચી ખસખસ, ૧/૪ ચમચી બેકંિગ પાવડર, ૨ ચમચા દૂધ.

 

રીત ઃ સૌ પ્રથમ માખણમાં ખાંડ મિક્સ કરી હળવા હાથે ખૂબ ફીણો. પછી તેમાં સૂકા મેવાનો પાવડર તથા દૂધ મિક્સ કરી નાના નાના ગોળા વાળી લો. હને મેંદો, રવો, ચણાનો લોટ, બેકંિગ પાવડર તથા બાકીની સામગ્રી મિક્સ કરી તેના લીંબુ જેવડા ગોળ વાળી લો. પછી દરેક ગોળાને મૂકી ફરી ગોળો વાળી લો. પછી ઉપર ખસખસ છાંટી પહેલેથી ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને બેક કરી એરટાઈટ ડબ્બામાં ભરી દો.
જ્યોત્સના

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved