Last Update : 12-August-2012,Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૨-૮-૨૦૧૨, રવિવાર

 

 

શ્રાવણ વદ દસમ - રોહિણી
વિષ્ટી સાંજના ૬ ક. ૩૧ મિ. સુધી.

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૪ મિ. (સૂ) ૭ ક. ૦૫ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.
જન્મ રાશિ ઃ આજે રાત્રે ૨ ક. ૦૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ધ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ રોહિણી બપોરના ૧૨ ક. ૪૯ મિ. સુધી પછી મૃગશીર્ષ
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૃ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર - રાત્રે ૨ ક. ૦૮ મિ. સુધી વૃષભ પછી મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન વર્ષા ઋતુ રા.દિ. શ્રા. ૨૧. માસ-તિથિ-વાર - શ્રાવણ વદ દસમ ને રવિવાર.
- વિષ્ટી સાંજના ૬ ક. ૩૧ મિ. સુધી.
- રોહિણી.

 

મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૨૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પૅર્દાંર્પંદ માસનો ૩૦ રોજ

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૧૨-૮-૨૦૧૨, રવિવાર

 

મેષ ઃ આપના નોકરી-ધંધાના કામકાજમાં વ્યસ્તતા રહે. સીઝનલ ધંધો આવક થાય. પુત્ર પૌત્રાદિકથી સાનુકુળતા રહે.

 

વૃષભ ઃ પત્ની-પુત્ર પૌત્રાદિકના કામ અંગે ચિંતા રહે. રોજીંદા કામમાં મતભેદ, ઉશ્કેરાટ આવી જાય. સાસરી પક્ષના પ્રશ્ને ચિંતા રહે.

 

મિથુન ઃ વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામમાં, સંયુકત પરિવાર મીલકતના પ્રશ્નમાં શાંતિ રાહત જણાય નહીં. ઉચાટ રહે.

 

કર્ક ઃ આપની ચિંતા, વ્યગ્રતામાં વધારો થાય. કૌટુંબીક પ્રશ્નમાં મુશ્કેલી- મુંઝવણ અનુભવો, નોકરી-ધંધાની મુશ્કેલી વધતી જણાય.

 

સિંહ ઃ આપની જવાબદારીવાળી કામગીરીમાં, ભાઈભાંડુ, નોકર ચાકર, કારીગર વર્ગના પ્રશ્નમાં ચિંતા રહે, આકસ્મિક કોઇને મળવાનું થાય.

 

કન્યા ઃ યાત્રા-પ્રવાસ, મુલાકાતા આયોજનમાં, બહાર જવાના નિર્ણયમાં કૌટુંબીક, પારિવારિક મુશ્કેલી અનુબવો. સીઝનલ ધંધો આવક થાય.

 

તુલા ઃ આજે આપે તન મન ધનથી વાહનથી સંભાળવું. પડવા વાગવાથી, લપસી પડવાથી, સીઝનલ બિમારી, ઇન્ફેકશનથી, તકલીફ અનુભવાય.

 

વૃશ્ચિક ઃ આપની આપત્તિ, ચિંતા આરોગ્યના પ્રશ્ને, સરકારી, રાજકીય, કાનૂની પ્રશ્ને નોકરી-ધંધાની કામગીરીના પ્રશ્ને આગામી સમયમાં જણાય.

 

ધન ઃ આપના વધારાના કામમાં ધ્યાન આપી શકો. સામાજીક, વ્યવહારિક સંબંધો તાજા થાય. નોકરી-ધંધાનું કામ થઇ શકે.

 

મકર ઃ નવી કોઇ ખરીદી થાય. બહારનું કામ ઉકેલાય. સગા સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય. કોઇનું આગમન આપના ઘેર થાય.

 

કુંભ ઃ આપના સગા સંબંધી મિત્રવર્ગના કારણે રવિવારનો આરામ શાંતિ જણાય નહીં. આક્ષેપ અપયશ વિવાદથી સંભાળવું.

 

મીન ઃ આકસ્મિક ચિંતા ઉપાધિ મુશ્કેલીમાં આવી ન જાવ તેની સાવધાની રાખવી. બિમારીથી પડવા વાગવાથી સંભાળવું પડે.

 

- પ્રા. અગ્નિદત્ત પદ્મનાભ

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૨ ઓગષ્ટ

 

આજની તારીખે શરૃ થતું આપનું જન્મ વર્ષ પુત્ર પૌત્રાદિક - પત્ની પરદેશ પ્રવાસ, પ્રભુ ભક્તિ પૂજા, પ્રાર્થના, પરિવારની પ્રગતિ માટે સાનુકુળ રહેશે. તમારી કારકિર્દીની ઉન્નતિ- સફળતાની શરૃઆત થાય. વિશેષમાં -

 

* જેમનું ભાગ્ય રૃકાવટ-સંઘર્ષનું અત્યાર સુધી રહ્યું હોય તેમને આ વર્ષથી પ્રગતિ શરૃ થાય. ભાગ્યોદય થાય.

 

* જેમને નોકરી ન હોય, આવક ન હોય આવક સ્થગિત થઇ ગઈ હોય તેમને આવક પ્રાપ્તિની તક પ્રાપ્ત થાય.

 

* સ્ત્રીવર્ગને વર્ષ હૃદય-મનની પ્રસન્નતાનું રહે. અવિવાહિતને વિવાહ લગ્નનું નક્કી થાય.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવા માટે સારી તક પ્રાપ્ત થાય પરંતુ સ્થળાંતર કરવું પડે.

 

 

સુપ્રભાતમ્

હે જગતની માતારૂપી લજ્જા! અહીં કુતપાણિ નામે પ્રસિદ્ધ રાજા છે, તે તો માત્ર જમીનના એક ટુકડાનો જ સ્વામી છે, બાકી એ બીજાનો સેવક છે પણ તેનો પુત્ર સતત પોતાને માટે રાજાનું બિરદ ઈચ્છે છે. પછી હે લજ્જા! તું તો નિરાધાર જ થઈ ગઈ !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

- સર્વે પ્રકારનાં દુઃખોમાં પણ જેની બુદ્ધિ ક્ષય પામતી નથી તે માણસ તે બુદ્ધિના પ્રભાવથી મુશ્કેલીઓને પાર કરી જાય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 

આજ ની રેસીપી

સૂપ-સિઝલર-ટોસ્ટ-નાનખટાઈ

સ્પેશિયલ નાનખટાઈ

 


સામગ્રી ઃ ૧/૨ મેંદો, ૧/૪ કપ રવો, ૨ ચમચા ચણાનો લોટ, ૧/૪ કપ મિક્સ સૂકા મેવાનો પાઉડર, ૧/૩ કપ દળેલીખાડ, ૧/૩ કપ માખણ, ૨ મોટી ચમચી ખસખસ, ૧/૪ ચમચી બેકંિગ પાવડર, ૨ ચમચા દૂધ.

 

રીત ઃ સૌ પ્રથમ માખણમાં ખાંડ મિક્સ કરી હળવા હાથે ખૂબ ફીણો. પછી તેમાં સૂકા મેવાનો પાવડર તથા દૂધ મિક્સ કરી નાના નાના ગોળા વાળી લો. હને મેંદો, રવો, ચણાનો લોટ, બેકંિગ પાવડર તથા બાકીની સામગ્રી મિક્સ કરી તેના લીંબુ જેવડા ગોળ વાળી લો. પછી દરેક ગોળાને મૂકી ફરી ગોળો વાળી લો. પછી ઉપર ખસખસ છાંટી પહેલેથી ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને બેક કરી એરટાઈટ ડબ્બામાં ભરી દો.

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved