Last Update : 11-August-2012,Saturday

 

મમતા બેનરજી બન્યા ફોટોગ્રાફર

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

પશ્ચિમ બંગાળમાં વર્ષોના વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેલા લાલિયા સામ્યવાદીઓને ખદેડી મૂકી તખ્તનશીન થયેલા કાયમ તમતમતા રહેતા મમતા બેનરજીએ રાજ્યનું ચિત્ર બદલી નાખ્યું, મૂળ તો ચિત્રકાર ખરાને? પેઇંટંિગ ઉપરાંત હમણા મમતાદીદીને ફોટોગ્રાફીનો શોખ લાગ્યો છે. દીદી કેમેરા સાથે તાજેતરમાં જ દાર્જીલીંગ, જલપાઈગુડી અને કૂચબિહારના જંગલોમાં ફરી વળ્યા હતા. એમણે જંગલી જનાવરોના કેટલાય ફોટા લીધાં હતાં. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી તરફ મમતાજી કેમ વળ્યા હશે? એવો કોઈને પણ સવાલ થાય. પણ એનો જવાબ એ છે કે અત્યારના આ ‘જંગલ રાજ’માં વન્યજીવનની તસવીરો ખેંચવાની જ મજા આવેને? અત્યારે તો ડિજિટલ કેમેરા આવી ગયા. પણ એ પહેલાં રોલવાળા કેમેરા આવતા.
આ કેમેરામાં ફોટો પાડો એટલે પહેલાં નેગેટીવ નીકળે અને પછી પોઝીટીવ નીકળે. મમતા બેનરજીના કેસમાં આનાથી ઊંઘુ થયું છે. ગાદી ઉપર આવ્યા ત્યારે બઘું પોઝીટીવ લાગતું, પણ ધીરે ધીરે નેગેટીવ કિસ્સાઓ બહાર આવવા માંડ્યા છે. જોકે મમતા ક્યાં કોઈની પરવા કરે છે? અત્યારે તો તૃણમૂલિયા કોંગ્રેસીઓ તો દીદીના ગાણા ગાય છેઃ
મમતા રે મમતા
કાયમ તમતમતા
લાલિયાને ઠમઠોરતા
કેન્દ્રને ભીડવતા
કોઈને એ ગમતા
કોઈને અણગમતા
તોય કદી ન નમતા
મમતા રે મમતા.

 

પ્રાણ જાય પણ પોઠિયો ન જાય

 

માણસ અને મૂંગા જનાવરોની અતૂટ દોસ્તીના કિસ્સા ઘણા જોવા મળે છે. પણ મઘ્ય પ્રદેશમાં માણસ અને આખલા વચ્ચેની કટ્ટર દુશ્મનીનો અજબ કિસ્સો જાણવા મળ્યો. સાગર જિલ્લા દેવરી ગામે ભૂપનારાયણ પ્રજાપતિ (૬૫) નામના બાપાના ઝૂંપડાની બહાર આવીને એક રઝળતો આખલો અડ્ડો જમાવીને બેસી જતો. પ્રજાપતિને આ આખલો દિઠોય નહોતો ગમતો. છ મહિના પહેલા પ્રજાપતિએ આખલાને લાકડીથી ખૂબ ફટકાર્યો. આખલાએ વળતો પ્રહાર કરતા આ બુઢ્ઢાકાકા એવાં ઘાયલ થયા કે એક મહિનો હોસ્પિટલમાં રહેવું પડ્યું. હોસ્પિટલમાંથી બહાર આવ્યા પછી પણ આ કાકાનો ગુસ્સો શમ્યો નહીં. થોડા દિવસ પહેલાં આખલો શાંતિથી બેઠો હતો એની ઉપર આ બાપાએ ધગધગતું ગરમ પાણી રેડીને એને ભગાડ્યો. ત્યારે તો ભાગી ગયો.
બીજે દિવસે સવારે આ બુઢ્ઢાકાકા ઝૂંપડાની બહાર બેસીને ચા પીતા હતા ત્યાં આખલો આવી ચડ્યો. ગભરાઈને આ વૃદ્ધજન જીવ બચાવવા ઝૂંપડામાં ધૂસી ગયા. આખલો ઝૂંપડાની અંદર ધસી આવ્યો અને કાકાને નીચે પછાડી પૂરી તાકાત લગાડી ઢીંક મારી અને પગેથી પ્રહાર કરી બુઢ્ઢાકાકાને અધમૂવા કરી નાખ્યા.
પાડોશી દોડી આવ્યા. તરત જ પ્રજાપતિને હોસ્પિટલમાં લઈ ગયા. આખલો પણ પાછળ પાછળ ઠેઠ સરકારી હોસ્પિટલ પહોંચી ગયો. પ્રાજપતિએ થોડા ડચકાં ખાધા અને હોસ્પિટલમાં જ એણે દમ તોડ્યો. આખલો બરાબર નજર રાખતો હતો. જ્યારે પ્રજાપતિને સ્મશાને લઈ જઈ અગ્નિદાહ દેવામાં આવ્યો ત્યારે આખલો ઠેઠ સ્મશાને પહોંચી ગયો.
જ્યારે ચીતા સળગાવવામાં આવી અને આખલાને ખાતરી થઈ કે પોતાને મારનારો ખુદ મરી પરવોર્યો છે ત્યારે એ સ્મશાનથી પાછો ગામ તરફ વળ્યો હતો. કહે છે ને કે પ્રાણ જાય પણ પોઠિય ન જાય...

 

કૂતરાને ચીન એક્સપોર્ટ કરો

 

હર કૂત્તે કે દિન બદલતે હૈ... આ ડાયલોગ ઘણી વાર કાને પડે છે. પણ પંજાબમાં તો ખરેખર રઝળતા કૂતરાના દિન બદલાઈ જાય એવું સૂચન પંજાબ વિધાનસભામાં થયું હતું. પંજાબમાં દર વર્ષે કૂતરા કરડવાના પંદરેક હજાર કિસ્સા બને છે. આ સમસ્યાના ઉકેલ રૂપે કૂતરાને પકડી પકડી ચીન કે પછી નાગાલેન્ડ અથવા મિઝોરમ મોકલી દેવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. જોકે આ પ્રસ્તાવ કંઈ કૂતરાને હવાફેર માટે કે પછી અન્યત્ર કાયમ માટે સેટલ થવાના ઇરાદે રજૂ નહોતો કરાયો. બલ્કે ચીન, મિઝોરમ અને નાગાલેન્ડમાં કેટલીક આદિજાતિઓ આજે પણ કૂતરાનું માંસ ખાય છે. શહેરીઓએ તો એક વાનગીને હોટ-ડૉગનું નામ આપ્યું છે, જ્યારે ચીનાઓ અને મિઝોરમ અને નાગાલેન્ડવાળા ખરેખર ‘હોટ-ડોગ’ ખાય છે. જોકે આ પ્રસ્તાવનો વિરોધ થતા વાત આગળ ન વધી એટલું સારું થયું. માનવીના સૌથી વફાદાર સાથીને મોત આપવાનું અને સૌથી બેવફા બેપગા નેતાઓને મત આપવાના એવું કોણે કહ્યું? ગાંધીબાપુએ પણ રખડતા કૂતરાની કાળજી લેવા બાબત ચંિતા વ્યક્ત કરી હતી. છેવટે જોયુંને બાપુનો જીવ કોણે લીધો? ચોપગા ડોગસેએ નહીં બેપગા ગોડસેએ લીધો.

 

એમ ફોર મર્ડર એમ ફોર માસ્ટર્સ ડિગ્રી

 

ચંિતકો કહે છે કે માણસે આજીવન વિદ્યાર્થી જ રહી સતત નવું નવું શીખતા રહેવું જોઈએ. પણ આ કિસ્સા છે આજીવન કારાવાસ ભોગવતા હત્યાના અપરાધીઓના ભણતરની એમ ફોર મર્ડર અને એમ ફોર માસ્ટર્સ ડિગ્રી કલકત્તાની અલીપોર જેલના આ ભણેશ્રીઓ જન્મટીપની સજા કાપી રહ્યાં છે. કોઈ રજાનો સદુપયોગ કરે તો આ કેદીઓ સજાનો સદુપયોગ કરે છે ભણવામાં.
અંદરોઅંદર બાખડવાને બદલે કે ધમાલ મચાવવાને બદલે આ કેદીઓ એ રાત્રે આઠ વાગે જેલની બધી જ લાઈટો બંધ થયા પછી મીણબત્તીને અજવાળે ભણીને કેટલીય ડિગ્રીઓ અને કેટલાય ચંદ્રકો મેળવ્યા છે. ઉત્થાન પાલે પોલીટીકલ સાયન્સ વિષય સાથે એમ.એ.માં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ આવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ઉત્પલ મંડલે સોશ્યલ વર્ક અને હિસ્ટ્રી વિષય સાથે ડબલ એમએની ડિગ્રી મેળવી છે. આ બન્ને વિષયમાં તેણે ફર્સ્ટ કલાસ મેળવ્યા છે. બિશ્વ્વનાથ સરકાર નામના આજીવન કારાવાસ ભોગવતા ત્રીજા એક કેદીએ પણ પોલીટીકસ સાયન્સ વિષય સાથે એમ.એ.માં ફર્સ્ટ કલાસ મેળવ્યો છે.
કોલેજોમાં ભણતા કોલેજિયનો ધમાલ-મસ્તી કરતા હોય છે, લફરાબાજીમાં પડી જતા હોય છે. અથવા ભણવાને બદલે ઊંધે રવાડે ચડી જતા હોય છે પણ જેલના આ ભણેશ્રીઓએ ક્યારેય શિસ્તનો ભંગ નથી કર્યો, બલ્કે પોતાની સારી વર્તણૂકથી બીજા કેદીઓ માટે દાખલો બેસાડ્યો છે. આમ છતાં આજીવન કારાવાસની સજા પૂરી કરી ચૂકેલા આ તેજસ્વી કેદીઓને હજી સુધી છોડવામાં નથી આવ્યા. આવાં સાતથી આઠ ભણેલગણેલ કેદીઓને છોડી મૂકવા માટે પશ્ચિમ બંગાળ સરકારને અપીલ કરવામાં આવી છે.
કેવી કમનસીબી કહેવાય? જે વિદ્યાલયોમાં જઈને વિદ્યાની અર્થી ઉઠાવતા હોય છે એ છૂટા ફરે છે અને જેને સાચા વિદ્યાર્થી કહેવાય એ જેલમાં સબડે છે.

 

વ્યંડળોને ટેન્શન નહીં પેન્શન

 

ચૂંટણી નજીક આવે એટલે થર્ડ ફ્રન્ટ રચવાની વાતો વહેતી થાય છે. ફર્સ્ટ ફ્રન્ટ હોય, સેકન્ડ ફ્રન્ટ હોય કે પછી થર્ડ ફ્રન્ટ હોય.
બધા પોતપોતાનું ભલું કરવામાં અને સ્વાર્થ સાધવામાં જ ગળાડૂબ હોય છે. પણ ખરેખર જે થર્ડ ફ્રન્ટના હોય એનું ભલું થાય એવું વિચારવાની કોને ફુરસદ છે? ઓ ઓરિજિનલ થર્ડ ફ્રન્ટ એટલે તૃતિય પંથીઓ તાળી અને તોબાટા પાડી પાઈ-પૈસો ભેગા કરી પેટિયું રળતા આ ટ-પાકિસ્તાની તૃતિય પંથીઓની દયનિય દશા તરફ તામિલનાડુ સરકારની નજર ગઈ. આ સાથે જ તામિલનાડુ પહેલું એવું રાજ્ય બન્યું જેણે વ્યંડળા માટે પેન્શન યોજના જાહેર કરી છે. ૪૦ વર્ષથી વઘુ ઊંમરના અને આર્થિક રીતે બદહાલ વ્યંડળોને મહિને હજાર રૂપિયા પેન્શન મળશે. ટેન્શન નહીં લેનેકા, પેન્શન લેનેકા કયા ?
તૃતિય પંથીઓની જમાત ગર્વ લઈ શકે એવા બીજા સમાચાર એ છે કે ચેન્નૈઈમાં ૨૫ વર્ષની ટ્રાન્સજેન્ડર ભારતીને પાદરી બનવાનું માન મળ્યું છે. ચેન્નૈઈ નજીકના ચેંગલપેટ્ટુ ગામના ઈસીઆઈ ચર્ચમાં તે ધાર્મિક ફરજ બજાવવા માંડી છે.
અરૂણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન નબામ તુકીના સલાહકાર તાકો ડાળીએ તો મિલિટરીમાં કિન્નરો માટેની આપી રેજિમેન્ટ ઊભી કરવાની માગણી ઊઠાવી છે. કેન્દ્રના ગૃહ ખાતાને પત્ર પણ લખી ચૂકયા છે. ખરેખર જો કિન્નરોની રેજિમેન્ટ ઊભી થાય અને આ તૃતિયપંથીઓ ફ્રન્ટ પર લડવા જાય તો તેને ખરા અર્થમાં થર્ડ-ફ્રન્ટ કહેવાય. બાકી ચૂંટણી લડવા માટે થર્ડ-ફ્રન્ટ રચવાના બણગાં ફૂંકે એ જમાતમાં લોકોને વિશ્વાસ નથી રહ્યો. વ્યંડળોની રેજિમેન્ટ ખડી થાય અને પાકિસ્તાન જેવા દુશ્મનો સામે આ ટ-પાકિસ્તાનવાળા જંહ ખેલવા જાય ત્યારે ગાઈ શકાય ઃ તાલીઓના તાલે... તાલીઓના તાલે વ્યંડળ મોરચે લડવા જાય રે... ગરવની (ગૌરવ)વાત આ છે ગરવની વાત....

 

પંચવાણી

 

શાસ્ત્રીય સંગીતમાં રાગ હોય. પણ મરાઠીમાં રાગનો અર્થ થાય ગુસ્સો. ગુસ્સો આવે એને કહેવાય રાગ આલા. આમ કાયમ ગુસ્સામાં છીંકોટા નાખવા રહેતા મમતા બેનરજીને બંને અર્થ લાગુ પડે. કારણ ક્રોધથી તમતમતા મમતા સંગીતના શોખીન છે, આમ ભલે વાઘણ લાગે પણ એ ગાય છે. કોઈએ પૂછયું કે મમતા-દીદીને કયો રાગ સૌથી પ્રિય છે? ત્યારે જવાબ મળ્યો ખટ-રાગ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 

 

 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved