શાહરૃખ ખાનની સાથે ફરી એકવાર દીપિકા પદુકોણ જોડી જમાવશે

 

- રોહિત શેટ્ટીની ફિલ્મ ચેન્નઇ એક્સપ્રેસ

 

- શાહરૃખ ખાન લીડ રોલમાં

 

મુંબઇ, તા. ૧૧ ઑગસ્ટ, ૨૦૧૨

 

છેલ્લા કેટલાય સમયથી રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ચેન્નઇ એક્ટ્રેસની હીરોઇન કોણ હશે તે અંગે જબરદસ્ત સસ્પેન્સ ઊભું થયું હતું. કરીના કપૂર, કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સહિતના ઘણાં નામો ચર્ચાઇ રહ્યા હતા. જોકે આખરે ફિલ્મમાં શાહરૃખની સામે દીપિકા પદૂકોણેને ફાઇનલ કરવામાં આવી છે.

 

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર દીપિકા પદૂકોણેને લીડ રોલ માટે સાઇન કરવામાં આવી છે. અગાઉ ઓમ શાંતિ ઓમમાં દીપિકાએ શાહરૃખની સાથે કામ કર્યું હતું અને એ જ ફિલ્મ દ્વારા બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.

 

ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં ઓન ફ્લોર જશે. એક વ્યક્તિ જે મુંબઇથી રામેશ્વરમ ટ્રેનમાં મુસાફરી કરે છે અને આ મુસાફરી દરમિયાન જે ઘટનાઓ આકાર લે છે તેની વાર્તા આ ફિલ્મમાં વર્ણવવામાં આવી છે. ફિલ્મ આવતા વર્ષના મધ્યમાં રજૂ થશે.