Olympic-2012 બોક્સિંગમાં ફિક્સિંગ ? ઃ ગોલ્ડ મેડલનાં બદલામાં 9 મિલિયન પાઉન્ડ અપાયા

 

-ભારતીય બોક્સરોને હારેલા જાહેર કરાયા

 

 

-ઓથોરિટીએ આ આક્ષેપોને નકાર્યા

 

 

તા.11 ઓગસ્ટ, 2012

 

 

Olympic-2012 બોક્સિંગમાં ફિક્સિંગ છે? ગોલ્ડ મેડલનાં બદલામાં 9 મિલિયન પાઉન્ડ અપાયા હોવાના આક્ષેપો પણ થયા છે. બીજી તરફ ભારતનાં બોક્સિંગ ખેલાડીઓએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હોવાછતાં પણ ભારતીય બોક્સરને હારેલા જાહેર કરાયા હતા. આ તમામ વિવાદો વચ્ચે હવે ચોંકાવનારા અહેવાલ આવ્યા છે કે ઓલિમ્પિકમાં બોક્સિંગમાં ફિક્સિંગ હતું.

 

 

બીબીસી દ્વારા એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે લંડન ઓલિમ્પિકમાં બોક્સિંગની કેટલીક મેચો ફિક્સ હોવાની સનસનાટીભરી વિગતો સામે આવી છે. કેમરેલના બોક્સર અજરબૈજાને બે ગોલ્ડમેડલના બદલામાં ઇન્ટરનેશનલ બોક્સિંગના અધિકારીઓને ૯ મિલિયન પાઉન્ડ હતી.

 

ગઇકાલે રમાયેલી ૯૧ કિ.ગ્રા.વર્ગની સેમીફાઇનલ મેચમાં અજરબૈજાને ઇટાલીના રોબર્ટો કેમરેલે હરાવી દીધો હતો. જો કે, ઇન્ટરનેશનલ બોક્સિંગ ઓથોરિટીએ આવા કોઇપણ પ્રકારના આક્ષેપો સાચા હોવાનો ઇનકાર કરી દીધો છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીને પણ મેડલના બદલામાં નાણાં લેવાના આરોપ સાથે સંકળાયેલા કોઇ પુરાવા ન મળ્યા હોવાનું જણાવાયું છે.