રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોદીને નહીં, નીતિશકુમારને પસંદ કરે છે

 

-વડા પ્રધાન તરીકે નીતિશ વઘુ યોગ્ય

 

-મોહન ભાગવતે નીતિશ શાસનને બિરદાવ્યું

 

નવી દિલ્હી, તા.11 ઓગસ્ટ, 2012

 

હવે પછીની ૨૦૧૪ની સંસદીય ચૂંટણી પછી વડા પ્રધાનપદ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ. એસ.)ના વડા મોહન ભાગવત ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની તુલનાએ બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારને વઘુ પસંદ કરે છે.

 

સુચારુ વહીવટની દ્રષ્ટિએ ભાગવતે ગુરુવારે મોદીનાં અગિયાર વરસના શાસનની સામે નીતિશ કુમારના સાત વર્ષના શાસનની પ્રશંસા કરી હતી. પાટનગર નવી દિલ્હીમાં વિદેશી પત્રકારો સાથે બોલતાં ભાગવતે નીતિશ કુમારના વખાણ કર્યા હતા.

 

‘વૉશંિગ્ટન પોસ્ટ’ની મહિલા પત્રકાર રામાલક્ષ્મીએ ભાગવતને આ અંગે પૂછતાં તેમણે જરાય શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે સુચારુ વહીવટની દ્રષ્ટિએ પહેલો નંબર બિહારનો, પછી ગુજરાતનો.

 

રામાલક્ષ્મીએ વિદેશી પત્રકારો સાથે સંઘના વડાની પહેલી મુલાકાત એવા શબ્દો સાથે અહેવાલ પાઠવ્યો હતો.