અમેરિકામાં ગંભીર કાર અકસ્માત થયો ઃ પાંચ ભારતીયોનાં મૃત્યુ

 

-સોફ્‌ટવેર એંજિનિયર્સ હતા

 

-હૈદરાબાદમાં સોપો પડી ગયો

 

વૉશિંગ્ટન, તા.11 ઓગસ્ટ, 2012

 

અમેરિકાના ઓક્લાહોમા શહેર નજીક આજે (શુક્રવારે ) સવારે એક ગંભીર અકસ્માતમાં હૈદરાબાદના પાંચ સોફ્‌ટવેર એંજિનિયર્સ માર્યા ગયા હતા. એમની કાર શેવરોલે કામારો પરનો ડ્રાઇવરનો કાબુ છટકી જતાં કાર ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાઇને સળગી ઊઠી હતી જેમાં પાંચે જીવતાં સળગી ગયા હતા.

 

હાઇવે પેટ્રોલના ઑફિસરે આપેલી માહિતી મુજબ ઇન્ટરસ્ટેટ ૨૩૫ની દક્ષિણે જઇ રહેલી આ કાર ૧-૪૦થી ૧-૩૫ સુધી ઊછળીને રેમ્પ સાથે અફળાઇને સામી બાજુ ફેંકાઇ ગઇ હતી. ત્યારબાદ ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતાં એમાં આગ ફાટી નીકળી હતી. પાંચે પાંચ વ્યક્તિ ભારતના આંધ્ર પ્રદેશના હૈદરાબાદ શહેરમાં વસતી હતી. પાંચે પાંચ સોફ્‌ટવેર એંજિનિયર્સ હતા.