લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઇ હુમલો કરશે

 

-અબુ જુંદાલે આપેલી ચોંકાવનારી માહિતી

 

-કસાબે જુંદાલને મુખ્ય કાવતરાખોર તરીકે ઓળખ્યો

 

મુંબઇ, તા.11 ઓગસ્ટ, 2012

 

જિહાદી આતંકવાદી સંસ્થા લશ્કરે તૈબા ભારત પર હવાઇ હુમલાની તૈયારી કરી રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી અબુ જુંદાલે સિક્યોરિટી દળોને આપી હતી. તેણે કહ્યું કે ભારતના જુદાં જુદાં શહેરો પર હવાઇ હુમલા કરવા માટે લશ્કરે તૈબા પાક કબજા હેઠળના કશ્મીરમાં પેરા ગ્લાઇડર્સને તાલીમ આપી રહ્યું છે.

 

જુંદાલે કહ્યું કે મેં પોતે પાક કબજા હેઠળના કશ્મીરના મુઝફ્‌ફરાબાદ શહેરમંા ઓછામાં ઓછા ૧૫૦ પેરાશૂટ્‌સ જોયાં હતાં. જુંદાલને મુંબઇની આર્થર રોડ જેલમાં લાવવામાં આવ્યો ત્યારે એ અને ૨૬/૧૧ના હુમલામાં જીવતો પકડાયેલો અજમલ કસાબ સામસામે થયા હતા અને કસાબે જુંદાલને મુંબઇ પરના આતંકવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખી બતાવ્યો હતો.

 

જુંદાલે કહ્યું હતું કે હું કોર્ટમાં તાજનો સાક્ષી બનવા તૈયાર છું.