Last Update : 11-August-2012,Saturday

 
પાણીની ટંચાઇનો પ્રશ્ન ઉકેલવા રાજ્ય સરકાર આમિર ખાનની મદદ લેશે

પાણી પુરવઠા પ્રધાન લક્ષ્મણ ઢોબળેએ અભિનેતાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની ઓફર કરી

મુંબઇ, તા.૯
મહારાષ્ટ્ર સરકાર રાજ્યવ્યાપી અભૂતપૂર્વ દુકાળની પરિસ્થિતિનો સામનો કરવા હવે રીલ લાઇફના હિરોઝનો ટેકો લઇ રહી છે. રાજ્યના પાણી પુરવઠા પ્રધાન લક્ષ્મણ ઢોબળેએ આ સંબંધમાં મદદ માટે અભિનેતા આમિર ખાનનો સંપર્ક સાધ્યો છે.
મહારાષ્ટ્રની નદીઓને એકબીજા સાથે જોડવાની મહત્ત્વાકાંક્ષી યોજના સહિતના પેન્ડિંગ પ્રોજેક્ટસની બાબત ભારત સરકાર સાથે ઉપાડી લેવા ઢોબળેના મંત્રાલયે અભિનેતાને વિનંતિ કરી છે. 'પાણીના એકસરખા વિતરણ માટે નદીઓને જોડવાની યોજનાનો ભંડોળના અભાવે કદી અમલ થયો જ નથી. અમે આમિર ખાન સાથે ઘણાં પ્રોજેક્ટસ બાબતમાં લાંબી ચર્ચા- વિચારણા કરી હતી, જેમાં વિશ્વ બેંક અને કેન્દ્ર સરકાર પાસેથી ભંડોળ મેળવનારી યોજનાઓનો પણ સમાવેશ છે,' એમ ઢોબળેએ જણાવ્યું હતું.
અભિનેતા સાથેની બે કલાક લાંબી ચર્ચા દરમિયાન પ્રધાને ખાનને રાજ્યના પાણી પુરવઠા અને સેનીટેશન ખાતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની પણ ઓફર કરી હતી. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનોમાં ભળી જતા ગટરના પાણી અને જાહેરમાં કુદરતી હાજતે જવા જેવી મહારાષ્ટ્રમાં સેનીટેશન ક્ષેત્રે પ્રવર્તતી સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા ઢોબળે આમિરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માગે છે.
અભિનેતા સાથે પાણીના રિસાઇક્લિંગ અને સેનીટેશનની સમસ્યાઓ સંબંધી બીજા ઘણાં મહત્ત્વના પ્રોજેક્ટસ વિશે પણ ચર્ચા થઇ હતી. 'તાજેતરમાં ટીવી શો 'સત્યમેવ જયતે'ના એક એપીસોડમાં આમિર ખાને પાણીની સમસ્યાનું નિરૃપણ કર્યું હતું. આ વિષયમાં એની સમજદારીથી અમે પ્રભાવિત થયા છીએ. બીજા દેશો અને રાજ્યોના પાણીના પ્રોજેક્ટસ વિશેનું એનુું જ્ઞાાન પણ અદ્ભૂત છે,' એમ ઢોબળેએ વધુમાં જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved