Last Update : 11-August-2012,Saturday

 

વિલાસરાવની તબિયતમાં સુધારો પણ જોખમ પૂરેપૂરું ટળ્યું નથી

હૃદય અને મગજ વ્યવસ્થિત કાર્યરત ઃ વેન્ટિલેર થોડોક સમય બંધ કરીને તબિયતની ચકાસણી થશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૯
કેન્દ્રીય પ્રધાન અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખની તબિયતમાં સાધારણ સુધારો આવ્યો છે. તેમના હૃદય અને મગજ અત્યંત વ્યવસ્થિત કામ કરી રહ્યાં છે. આથી લાઇફ સપોર્ટીંગ સિસ્ટમ તેમજ વેન્ટિલેટરને અમુક સમય બંધ કરીને તેમના તબિયતમાં સુધારા સંબંધેની ચકાસણી કરાશે.
જો આવી રીતે હજી બે દિવસ પ્રતિસાદ મળશે તો તેમના લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) કરવાનો નિર્ણય લેવાશે, એમ તેમનો ઉપચાર કરી રહેલા ડૉ. મોહમદ રેલાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ડૉ. રેલા હેઠળ વિશેષ ઓબઝર્વેશનના ૪૮ કલાક આજે સાંજે પૂરા થયા છે. પણ હજી સુધી દેશમુખ પરથી સંકટ પૂરેપૂરું ટળ્યું નથી.
દેશમુખ પરિવારના નિકટના ડૉ. હંસરાજ બાહેતી પણ ચેન્નઇ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે ધીમે-ધીમે વિલાસરાવની તબિયતમાં સુધારો વર્તાઇ રહ્યો છે. આજે તેમની પત્ની વૈશાલીતાઇએ આઇ.સી.યુ.નાં કાચમાં બહારથી વિલાસરાવને જોયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે વિલાસરાવ દેશમુખને મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. તેમના વિવિધ મેડિકલ ટેસ્ટ કર્યા હતા. તેમની તબિયત અચાનક ગંભીર થઇ હતી. ડૉક્ટરોની સલાહના આધારે વિલાસરાવને એરએમ્બ્યુલન્સ થકી ચેન્નઇની સુપર સ્પેશિયાલીસ્ટ ગ્લોબલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
વિલાસરાવની બે કિડની અને લીવર ફેઇલ થતાં તેમની તબિયત નાજુક થઇ ગઇ છે.
વિલાસરાવની બીમારીની જાણ થતાં લાતુરમાં તેમના ફેમીલી ડૉક્ટર હોવાનું જણાવીને બે ડૉક્ટરો પરવાનગી વગર ગ્લોબલ હૉસ્પિટલમાં તેમની ખબર કાઢવા પહોંચી ગયા હતા. આથી દેશમુખના પરિવારજનોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી. આ બનાવથી હૉસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્ન ચિહ્ન ઉભો થયો છે.
વિલાસરાવના મતદારક્ષેત્ર લાતુરમાં લોકો તેમની તબિયત માટે મંદિરોમાં પ્રાર્થના કરતા હોવાનું જાણવા મળ્યું છે.

દેશમુખની તબિયત સ્થિર ઃ વડાપ્રધાનને વાકેફ કરાયા
(પી.ટી.આઇ.) ચેન્નાઈ, તા. ૯
વડાપ્રધાન મનમોહનસિંહને આજે તેમના મંત્રીમંડળના બીમાર સાથી વિલાસરાવ દેશમુખની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. લિવરની ગંભીર બીમારી માટે અત્રેની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ દેશમુખની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્ર ધારાસભ્ય અને વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખે ૬૭ વર્ષીય વિજ્ઞાાન અને ટેકનોલોજી મંત્રીને આપવામાં આવતી સારવાર વિશે માહિતી આપી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved