Last Update : 11-August-2012,Saturday

 

મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો

દરદીની કુલ સંખ્યા ૨૫૬ સુધી પહોંચી, જ્યારે ગયા વર્ષે છ કેસ હતાં ઃ આ વર્ષે ચારનો ભોગ
મુંબઈ, તા.૯
ભયાવહ એચ-૧ એન-૧ વાયરસ એકાદ વર્ષ બાદ ફરીથી મુંબઈમાં ત્રાટક્યો છે. વર્ષ ૨૦૧૧માં માત્ર છ દરદી આ વાયરસના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું અને કોઈનું મોત નહોતું થયું, પરંતુ આ વર્ષે આઠ ઓગસ્ટ સુધીમાં જ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમ.એમ.આર.) અંતર્ગત આ વાયરસે ચાર વ્યક્તિનો ભોગ લીધો છે.
સોમવારે કસ્તુરબા હોસ્પિટલમાં મલાડના એક ૭૪ વર્ષના વૃધ્ધાનું મોત થયું હતું, આ ભોગ પણ એચ-૧ એન-૧ વાયરસે જ લીધાની શંકા છે. આ મહિલાને શરૃઆતમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને તેને એચ-૧ એન-૧ પોઝિટિવ હોવાનું નિદાન થયાં બાદ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયં હતાં. જોકે, મહાપાલિકાના સત્તાવાળાઓએ આ મહિલાનું મોત આ વાયરસથી ન થયું હોવાનો દાવો કર્યો હતો.
મુંબઈ મહાપાલિકાના એપિડેમીઓલોજી વિભાગના વડા મંગલા ગોમારેના જણાવ્યા મુજબ, 'આ મહિલાનું મોત સ્વાઈન ફલુ (એચ-૧ એન-૧)થી નહિ અન્ય તકલીફોના કારણ ેથયાનું તબીબી નિદાનમાં નોંધાયેલું છે.' આ નિદાન અહેવાલમાં તેની સારવાર કરનારા ડોક્ટરે મોતના કારણમાં 'સેપ્ટીક શોક' (ગંભીર ચેપ અને સડાના કારણે ઉભી થયેલી તબીબી સ્થિતિ) હોવાનું નોંધ્યું હતું. ગોમારેના જણાવ્યા મુજબ, 'આ મહિલાને હાયપર ટેન્શન, ડાયાબિટીઝ અને મુત્રપિંડ સંબંધી ગંભીર બીમારી હતી. તેથી સેપ્ટીક શોક ઉપરાંત આ મહિલાના મોતના કારણ માટે મુત્રપિંડ કામ કરતાં બંધ થયાનું અને ન્યૂમોનિયાનું કારણ પણ જવાબદાર ગણાવાયું હતું. જોકે, આમાં એચ-૧ એન-૧નો ઉમેરો કરાયો નહોતો.'
કસ્તુરબા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યારે તેને આ હોસ્પિટલે લવાઈ હતી ત્યારે તે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યુર અને એકયુટ રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમથી પીડાતી હતી. તેથી આ મહિલાના મોત માટે એચ-૧ એન-૧ વાયરસ જવાબદાર ન ગણી શકાય.
મહાપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, બુધવારે એચ-૧ એન-૧ના વધુ છ કેસ પોઝિટિવ હોવાનું નોંધાતા આ વર્ષે આ વાયરસગ્રસ્તોની કુલ સંખ્યા ૨૫૬ સુધી પહોંચી છે. બુધવારે આ વાયરસ પોઝિટિવ હોવાનું જાહેર કરાયેલાઓમાં ૨૬ વર્ષનો જોગેશ્વરીનો એક યુવાન, વિક્રોલીની ૪૫ વર્ષની, એક વ્યક્તિ, પવઈની ૧૫ વર્ષની એક કિશોરી, અંધેરીના ૩૪ વર્ષના એક પુરુષ અને પવઈના ૩૩ વર્ષના પુરુષ અને ૪૨ વર્ષની એક મહિલા એમ છ વ્યક્તિનો સમાવેશ થાય છે. ગોમારેના જણાવ્યા મુજબ, 'તમામ દરદીની તબિયત સ્થિર છે. જોગેશ્વરીના યુવાનને પહેલાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, બાકીના દરદીઓને ટેમીફલુ નામની ટેબ્લેટનો ડોઝ અપાયો હતો અને ઓપીડી મુજબ તેમની સારવાર ચાલી રહી છે.'
આ વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા ગયા વર્ષ કરતાં તો ભયજનક હદે વધી જ છે, સાથેસાથે છેલ્લાં થોડા મહિનાઓમાં કેસ વધવા લાગ્યા છે. જૂન મહિનામાં મુંબઈમાં ૩૫ કેસની સામે જુલાઈમા ચાર ગણાથી વધુ સંખ્યામાં એટલે કે ૧૫૧ કેસ પોઝિટિવ હોવાનું નોંધાયું હતું. જ્યારે ઓગસ્ટના પહેલાં અઠવાડિયામાં જ ૪૩ કેસ નોંધાયા છે.
પરેલની હાફકિન ઈન્સ્ટીટયુટના ડો. અભય ચૌધરીના જણાવ્યા મુજબ, 'ચોમાસુ અને શિયાળાના ઠંડા સમય ગાળામાં આ વાયરસ સક્રિય થાય છે. તેથી કેસની સંખ્યામાં વધારો નવાઈની વાત નથી. હવે તો એચ-૧ એન-૧ અન્ય સીઝનલ ફલુ જેવો થતો જાય છે.'
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved