Last Update : 11-August-2012,Saturday

 
વ્યાપાર કે લિયે કુછ ભી કરેગા !
વિયેતનામની એરલાઈન્સની નવી ફ્લાઈટમાં અર્ધનગ્ન સુંદરીઓને રજૂ કરાઈ

મુસાફરોએ કેમેરા ફોનથી ફોટા પાડયા ઃ નિયમોના ઉલ્લંઘન માટે એરલાઈન્સને દંડ

હેનોઈ, તા.૯
વિમાની મુસાફરો ફ્લાઈટ દરમિયાન અગાઉથી રાંધેલા ખોરાક અને થોડી જૂની ફિલ્મથી વધુ સારી શી આશા રાખી શકે ? પરંતુ વિયેતનામાની એક એરલાઈન્સે પોતાના મુસાફરોનું મનોરંજન કરાવવા હજારો ફીટ ઊંચે રૃપસુંદરીઓને રજૂ કરી હતી. નવી જ શરૃ થયેલી વિયેરજેટ એર (વીજેએ)ની હો ચીમિન્હ શહેરથી રજાઓ ગાળવા માટે પ્રખ્યાત ન્હા ત્રાંગના સમુદ્ર કિનારા સ્થળની ફ્લાઈટમાં હવાઈયન બિકીનીઓ પહેરેલી સુંદરીઓના ઝુંડને જોઈને દિગ્મૂઢ થઈ ગયેલા પુરૃષ મુસાફરો જાણે વિમાનમાંથી ઉતરવાનું પણ ભૂલી ગયા હતા. ઉલટાનું તેઓ પોતાના મોબાઈલ ફોન કાઢીને અતિઅલ્પ વસ્ત્રો પહેરેલી સુંદરીઓનું રેકોર્ડીંગ કરવામાં મશગૂલ થઈ ગયા હતા. ગયા શુક્રવારે રાતની ફ્લાઈટ દરમિયાન સ્થાનિક સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધેલ સુંદરીઓએ મુસાફરો સમક્ષ મનમોહક અદાઓથી ભર્યું નૃત્ય પેશ કર્યું હતું.
જો કે રૃપસંદરીઓના આ તમાશાનો એક વિડીયો યુ-ટયુબ પર પ્રસારિત થતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અને વિયેતનામ હવાઈ સત્તાવાળાઓએ ગયા જ વર્ષે શરૃ થયેલી આ એરલાઈન્સને ૬૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો વિયેતનામી નાગરિક ઉડ્ડયનખાતાના ચીફ ઈન્સપેક્ટર ન્ગૂયેન ટ્રોંગ થાંગે જણાવ્યુ હતું કે આ પ્રકારનો શો યોજીને એરલાઈન્સે ગંભીર ભુલ કરી હતી. થાંગે કહ્યું હતું કે વિમાનમાં આ પ્રકારનો ગેરકાયદેસર શો યોજવા બદલ એરલાઈન્સને દંડ ફટકારાયો હતો. જો કે તેમણે જણાવ્યું હતું કે ચાલુ ફ્લાઈઠે મુસાફરોના મોબાઈલ ફોન વીડીયો રેકોર્ડીંગ કરી રહ્યા હોવાથી વિમાનની સલામતી વ્યવસ્થાને કોઈ ખરાબ અસર પહોંચી નહોતી.
વિયેતજેટએરના એક અધિકારીએ એવો ખુલાસો આપ્યો હતો કે દરિયાકાંઠાના શહેર તરફની આ પહેલી ફ્લાઈટ હતી અને અમને અમારા ગ્રાહકોને સંતુષ્ટ કરવા બિકીની પહેરેલી સુંદરીઓનું નૃત્ય રજૂ કરવાનો વિચાર આવ્યો, વળી શો યોજાયો ત્યારે વિમાન સલામત ઊંચાઈએ હતું હવાઈયન ડાન્સ તરીકે ઓળખતા આ સો દરમિયાન સ્થાનિક સુંદરી મિસ ન્ગોઈ સાઓ સહિતની અન્ય સુંદરીઓએ નૃત્ય રજૂ કર્યું હતું.
વિયેતજેટએર વિયેતનામની સૌથી પહેલી ખાનગી માલિકીની એરલાઈન્સ છે જેને નવેમ્બર ૨૦૦૭માં મંજૂરી મળી હતી અને ડિસેમ્બર ૨૦૧૧માં સત્તાવાર રીતે સેવાઓ આપવાનું ચાલું કર્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved