Last Update : 11-August-2012,Saturday

 
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ
વલસાડના પારડીમાં માત્ર બે કલાકમાં ૬.૨૮ ઇંચ વરસાદ

કપરાડામાં ૬.૬૪ ઇંચ, વઘઇ ૬.૫, આહવા ૫.૫, સાપુતારા ૪, નવસારી ૩.૫ અને સુરતના ચાર તાલુકામાં ૨ ઇંચ વરસાદ

(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગુરૃવાર
સુરત જિલ્લાના ચાર તાલુકા સહિત દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની તોફાની ઇનીંગ્સથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. વલસાડના પારડીમાં માત્ર ૨ કલાકમાં ૬.૨૮ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. જ્યારે ડાંગ જિલ્લાાં ૬.૫ ઇંચ સુધી અને નવસારીમાં ૩.૫ ઇંચ અને સુરત જિલ્લાના ચાર તાલુકામાં સરેરાશ ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા એક અઠવાડિયાના વિરામ બાદ વલસાડ જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ મૌસમની સૌથી તોફાની ઇનીંગ રમતા પારડી તાલુકામાં સવારે ૮ થી ૧૦ના ૨ જ કલાકમાં ૬.૨૮ ઇંચ અને બપોરે બે વાગ્યા સુધીના ૬ કલાકમાં ૭.૨૮ ઇંચ વરસાદ જ્યારે કપરાડા તાલુકામાં સવારે ૮ થી ૨ના ૬ કલાકમાં ૬.૬૪ ઇંચ વરસાદ વરસતાં સ્થાનિક લોકોને જાણે આભ ફાટયું હોય તેવો એહસાસ થવા સાથે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેમાં નેશનલ હાઇવે બપોરે ૨ વાગ્યા બાદ મેઘરાજાએ જિલ્લાભરમાં વિરામ લીધો હતો અને નહીવત વરસાદ નોંધાયો હતો.
નવસારી જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી હાથતાળી આપી જતો મેહુલો આજે સવારથી મન મુકીને વરસતાં ઠેર ઠેર પાણી પાણી થઇ જવા સાથે લોકોના તન અને મન ભીંજાયા હતા. આજે સવારે ૬-૦૦ વાગ્યાથી સાંજે ૪-૦૦ વાગ્યા સુધીના ૧૦ કલાકમાં નવસારી અને વાંસદામાં ૩.૫ ઇંચ, જલાલપોરમાં ૨.૫ ઇંચ, ચીખલીમાં ૧ ઇંચ અને ગણદેવીમાં ૦.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારીમાં આજે બપોરે ૧૨-૦૦ થી ૨-૦૦ વાગ્યા સુધીના ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ ઝીંકાયો હતો.
ડાંગ જિલ્લામાં થોડા વિરામ બાદ મેઘરાજાએ ધુંવાધાર બેટીંગ કરતા સમગ્ર જિલ્લામાં જળબંબાકાર થઇ ગયો હતો. ૮ કલાકમાં વઘઇમાં ૬.૫ ઇંચ, આહવામાં ૫.૫ અને સાપુતારામાં ૪ ઇંચ પાણી પડતા જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે. અનેક કોઝવે પાણીમાં ગરક થતાં ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તો અનેક ગામોમાં વિજળી વેરણ બની છે.
સુરત શહેર-જિલ્લામાં છેલ્લાં કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાએ લાંબા સમયથી લીધેલા રૃસણાંના અંતે જન્માષ્ટમની પુર્વ સંધ્યાએ વહેલી સવારે સુરત સીટીમાં વરસાદી ઝરમર સાથે જિલ્લાના ત્રણ તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લા ફલ્ડ કંટ્રોલ શાખાના સુત્રોના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે ૬ થી સાંજે ૪ કલાક દરમિયાન સુરત સીટીમાં બે મીમી, બારડોલીમાં એક તથા કામરેજમાં ૨ મીમી જેટલી વરસાદી ઝરમર વરસી હતી.જ્યારે સુરત જિલ્લાના ચારેક તાલુકાઓ પૈકી ચોર્યાસીમાં ૪૪, મહુવામાં ૬૬, પલસાણામાં ૨૯, ઉમરપાડામાં ૧૩મીમી જેટલો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ સાંપડયા છે.
જ્યારે સુરત જિલ્લાના ત્રણ તાલુકાઓ પૈકી મહુવા, માંડવી,ઓલપાડમાં મેઘરાજાની મહેરથી વંચિત રહેવા પામ્યા હતા. ગઈકાલે ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે હથનુરમાંથી છોડવામાં આવતાં ૧,૩૨,૦૫૬ ક્યુસેક્સ પાણીનો જથ્થો મોડી સાંજે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવા સાથે ઘટાડીને ૬૯ હજાર ક્યુસેક્સ કરવામાં આવ્યો છે. જેથી આજે મોડી સાંજે ઉકાઈ ડેમમાં પાણીનો ઈનફ્લો ૯૨,૬૦૦ ક્યુસેક્સ તથા આઉટ ફલો ૯૦૦ ક્યુસેક્સ નોંધાવા સાથે ઉકાઈની સપાટી ૩૨૯.૯૮ ફુટ નોંધાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

સુરતીઓ માટે કમનસીબ વિનાશક પૂરના ૬ વર્ષ પુર્ણ થયા
૨૦૦૬ના પૂર વેળા સુરતીઓ વરસાદ નહી પડે એવી પ્રાર્થના કરતા હતા
વિનાશક પૂરના ૬ વર્ષ બાદ સ્થિતિ એવી છે કે વરસાદ ધોધમાર વરસે એવી પ્રાર્થના અને યજ્ઞા કરવામાં આવી રહયાં છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
સુરતીઓ માટે કમનસીબ સાબિત થયેલા ઓગષ્ટ ૨૦૦૬ના વિનાશક પૂરના ૬ વર્ષ વીતી ગયાં છે. ૨૦૦૬માં સુરતીઓ પૂર દરમિયાન વરસાદ ન વરસે તેવી પ્રાર્થના કરતાં હતા. આજે બરોબર ૬ વર્ષ બાદ સુરતીઓ આ દિવસોમાં વરસાદ મન મુકીને વરસે તેવી પ્રાર્થના કરતાં જોવા મળી રહ્યાં છે. પૂર વખતે ભગવાને સુરતીઓની પ્રાર્થના સાંભળીને વરસાદને અટકાવ્યો હતો. આ વખતે લોકોની પ્રાર્થના બાદ બે દિવસથી વરસાદના ઝાપટા પડતાં સુરતીઓની પ્રાર્થના ફળે એમ લાગી રહયું છે.
વર્ષ-૨૦૦૬ના ૭ ઓગષ્ટના રોજ સુરતમાં તાપી નદીના પુરના પાણી ફરી વળ્યા હતા. શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયાં હતા. આ ભયાનક પુર સાથે સાથે આકાશમાં કાળાં ડિબાંગ વાદળો પણ ગડગડાટ કરતાં હતા. જે જોતાં આ પુરની ભયાનકતા વધી જાય તેવી સ્થિતિ હતી. જેના કારણે પુરની થાપટ ખાધેલા સુરતીઓ પુર દરમિયાન વરસાદ ન વરસે તે માટે ભગવાનને પ્રાર્થના કરતાં હતા.
૭ ઓગષ્ટ ૨૦૦૬ના દિવસે સુરતને તાપીના પાણીએ ધમરોળ્યું હતું. આ પહેલા ૬ ઓગષ્ટે બાર, સાત ઓગષ્ટે તેરસ અને ૮ ઓગષ્ટના રોજ ચૌદસ હોવાના કારણે દરિયામાં આવેલી ભરતીના પાણી પણ સુરતમાં આવી ગયા ંહતા. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી જે પાણી આવે તે પાણી છોડી દેવામાં આવતું હતું. આ દિવસે દરમિયાન લગભગ ૧૨ લાખ ક્યુસેક જેટલું પાણી સુરતમાં આવી ગયું હતું.
સુરતમાં પુરની ભયાનકતા ૯ ઓગષ્ટના રોજ સૌથી વધુ રહી હતી. આવા સમયે આકાશમાંથી વરસાદ વરસે તો સુરતીઓના જીવ સામે જોખમ ઉભું થાય એમ હતું. જેથી અનેક સુરતીઓએ વરસાદ ન વરસે તે માટે બાધા લીધી હતી. ૯ ઓગષ્ટ ૨૦૦૬ના રોજ સુરતીઓએ જે બાધા લીધી અને પ્રાર્થના કરી તે ફળી હતી અને વરસાદ અટકી ગયો હતો.
આજે સુરતમાં પુરની ભયાનકતા વાળા ૯ ઓગષ્ટને ૬ વર્ષ પુરા થયાં છે ત્યારે આખો સિનારિયો બદલાયો છે. ૬ વર્ષ પહેલાં સુરતમાં વરસાદનું ટીપું પણ ન પડે તેવી પ્રાર્થના કરી બાધા લેનારા સુરતીઓ ૬ વર્ષ બાદ બરોબર આ દિવસે શહેરમાં વરસાદ મન મુકીને વરસે તેવી પ્રાર્થના કરવા સાથે યજ્ઞા કરી ભગવાનને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
વર્ષ-૨૦૦૬માં વરસાદ નહી વરસાવવાની સુરતીઓની પ્રાર્થના ફળી હતી. હવે ચાલુ વર્ષે સુરતીઓ મેઘરાજા મન મુકીને વરસે તે માટે પ્રાર્થના કરી રહયાં છે અને બે દિવસથી વરસાદી ઝાપટા પણ પડી રહયાં છે. જોકે, દુષ્કાળની સ્થિતિ નહી ઉદભવે એવા વરસાદની પ્રાર્થના સુરતીઓ કરી રહયાં છે.

 

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved