Last Update : 11-August-2012,Saturday

 

કાલયવનના અંત પછી ભગવાને દ્વારકા જઇ રાજધાનીનું નિર્માણ કર્યાનો ઇતિહાસ
સૌરાષ્ટ્રમાં શ્રીકૃષ્ણના આગમનની સાક્ષીરૃપ જૂનાગઢની મુચકુંદ ગુફા

મુચકુંદ નામના રાજા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ કાલયવનને ભસ્મ કરાવ્યો હોવાની પૌરાણિક કથા

જૂનાગઢ, તા. ૯
આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે ત્યારે જુનાગઢના ભવનાથમાં નજીક આવેલા મુચકુંદ ગુફા સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રથમવાર આવ્યા હતા તેની સાક્ષીરૃપ છે. ભગવાને મુચકુંદ નામના રાજાને વરદાન આપી તેના દ્વારા કાલયવનને ભસ્મ કરાવ્યો હોવાની પ્રચલિત પૌરાણિક કથા છે.
આવતીકાલે સમગ્ર દેશમાં જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી થશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના સૌરાષ્ટ્રમાં પ્રથમ આગમનની સાક્ષીરૃપ જૂનાગઢના દામોદર કુંડ નજીક આવેલી મુચકુંદ ગુફા તેની સાક્ષીરૃપ છે. પ્રચલિત પૌરાણિક કથા અનુસાર શ્રીકૃષ્ણ ૧૧ વર્ષ અને ૫૨ દિવસની વયે ગોકુલથી મથુરા ગયા હતા ત્યાં કંસ વધ બાદ સમ્રાટ જરાસંઘે તેમને પરાસ્ત કરવા કાલયવન નામના દૈત્યને મોકલ્યો હતો. આથી શ્રીકૃષ્ણ યુદ્ધ ટાળવા મથુરાથી નાસ્યા હતા અને રણભૂમિ છોડી નીકળ્યા હોવાથી તેઓ 'રણછોડ' નામથી ઓળખાયા, ત્યાંથી તેઓ જુનાગઢના દામોદરકુંડ નજીક આવેલી મુચકુંદ ગુફામાં ગયા ત્યાં મુચકુંદ નામના રાજવીએ ઉગ્ર તપશ્ચર્યા કરી હતી અને પછી તેને ભગવાન પ્રસન્ન થયા હતા અને વરદાન માંગવા કહેતા રાજાએ ગાઢ નિંદ્રામાં સુઇ જવાની ઇચ્છા વ્યકત કરી હતી અને પોતાને કોઇ જગાડશે તેના પર પોતાની દ્રષ્ટિ પડતાં જ ભસ્મ થઇ જશે, એવું વરદાન માંગ્યુ હતું. આ વાત જાણતા શ્રી કૃષ્ણએ ગુફામાં આવી નિંદ્રાધીન રાજા મુચકુંદ પર પોતાનું વસ્ત્ર ઓઢાડી દીધુ અને બાદમાં ગુફામાં સંતાઇ ગયા. આથી કાલયવને રાજા મુચકુંદ પર શ્રી કૃષ્ણ માની પોતાના પગથી પ્રહાર કરતાં રાજા ઉઠયા અને તેની આંખ ખુલતા તેમાંથી નીકળેલી અગ્નિ જવાળાઓથી કાલયવન ભસ્મ થઇ ગયા હતાં.
ચતુરાઇ અને કુનેહથી શ્રી કૃષ્ણએ તરૃણ વયે શત્રુને પરાસ્ત કર્યા તેની સ્મૃતિરૃપ ગુફા ખાતે મુચકુંદ મહાદેવનું મંદિર છે અને લોકો દર્શનાર્થે જાય છે. કાલયવનના અંત પછી તેઓ દ્વારકા ગયા અને સમુદ્રથી ઘેરાયેલી જગ્યાને સલામત માની ત્યાં રાજધાની બનાવી હતી ત્યાંથી તેઓ અવારનવાર જુનાગઢ આવતા, મહાભારતના યુદ્ધ પછી ૩૬ વર્ષ પ્રભાસપાટણમાં યાદવાસ્થળી બાદ ૧૨૫ વર્ષની વયે એટલે કે ઇ.સ. પૂર્વ ૩૧૦૨ના વર્ષમાં તેઓ સ્વધામ પધાર્યાની કથા પ્રચલિત છે.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved