Last Update : 11-August-2012,Saturday

 
'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી'નો ગુંજશે નાદ
સોરઠમાં આજે ધામધૂમથી જન્માષ્ટમી ઉજવાશે, ઠેર-ઠેર નીકળશે શોભાયાત્રા

જશોદાનાં જાયાનાં જન્મને વધાવવા ભાવિકો આતુર, દરેક શહેરો - ગામોમાં ધૂન-ભજન, મટકી ફોડ સહિતનાં ધાર્મિક કાર્યક્રમો

જૂનાગઢ,તા.૯
આવતીકાલે જૂનાગઢ સહિત સોરઠભરમાં ધામધુમ પૂર્વક શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે આ પ્રસંગે ઠેર-ઠેર આકર્ષક ફલોટસ સાથેની શોભાયાત્રા યોજાશે. તેમજ ધુન ભજન, મટકી ફોડ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવ નિમીતે આવતીકાલે સોરઠભરમાં નંદ ઘેર આનંદભયો જયકનૈયાલાલકીનો નાદ ગુંજી ઉઠશે.
વેરાવળમાં પુ,્ટીમાર્ગીય કિર્તન મંડળ વૈષ્ણવ સમાજમાં સમસ્ત હિન્દુ સમાજે દ્વારા શોભાયાત્રા, તથા મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. અને શોભાયાત્રામાં વૈષ્ણવ સમાજના ભાઈઓ કેસરી ઉપવસ્ત્રો તથા બાળાઓ કળશધારણ કરી શોભાયાત્રામાં જોડાશે. આ ઉપરાંત માળીયા હાટીનામાં સવારે નવ વાગ્યે આકર્ષક ફલોટસ સાથેની શોભાયાત્રા યોજાશે. વંતળીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામજી મંદિરેથી શોભાયાત્રાનું આયોજન કરાયું છે. માંગરોળમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતી દ્વારા શોભાયાત્રા તથા મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. કેશોદમાં બ્રહ્માકુમારીઝના નવા સંકુલ ખાતે શ્રી કૃષ્ણ ચૈતન્યઝાંખી ગીત સંગીત તથા મટકીફોડનાં કાર્યક્રમો યોજાશે. વિસાવદરમાંપણ જન્માષ્ટમી નિમીત્તે આકર્ષક ફલોટસ સાથેની શોભાયાત્ર યોજાશે. જન્માષ્ટમી નિમીતે શહેરમાં ધજા પતાકાથી શણગાર કરવામાં આવ્યો છે. આવતીકાલે સોરઠભરમાં નંદ ઘેર આનદંભર્યો, જય કનૈયાલાલકીનો નાદ ગુંજી ઉઠશે.
વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા વિસ્તારમાં જન્માષ્ટમી દિવસે અનેક કાર્યક્રમો યોજવામાં આવેલ છે. તેમાં સ્વામી નારાાયણ મંદિર, સટ્ટા બજારમાં રાત્રીનાં ૯.૩૦ થી ૧ દરમિયાન ડીજે પાર્ટી સાથે મટકીફોડ કાર્યક્રમ યોજાશે. જેમાં મટકીફોડના વિજેતા ટીમને પુરસ્કાર આપામાં આવશે. ઉપરાંત જન્માષ્ટમી પ્રસંગે શહેરના બિરલા મંદિરે સુશોભન કરી કાન જન્માના આકર્ષક ૧૦થી વધુ ફલોટસ ઉભી કરી ગોકુળીયું વાતાવરણ ઉભુ કરવામાં આવશે તેમજ રેયોન હાઉસીંગ પાસેના કાશી વિશ્વનાથ મંદિરે ત્યાંની ઉત્સવ સમિતિ દ્વારા પણ આઠમે રાત્રીનાં સાસ્કૃતિક કાર્યક્રમ, મટકીફોડ તથા નંદ ઉત્સવ ઉજવામાં આવશે.
સોમનાથ ટ્રસ્ટ ભાલકા તીર્થ ખાતે આઠમી રાત્રીનાં બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. વેરાવળ શહેરમાં પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ કિર્તન મંડળ ધામધુમ પુર્વક ઉજવવા ૧૦૮ શ્રી માધવરાયજીની ઉપસ્થિતીમાં બપોરે ૪ કલાકે ભવ્ય શોભાયાત્રા સોની બજારમાં આવેલ જુની હવેલી ખાતેથી નીકળનાર છે તે લોહાણા બોર્ડીંગ પહોંચી ધર્મસભાના રૃપમાં ફેરવાઈ જશે. પ્રભાસપાટણમાં હીન્દુ સેવા સમાજ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવના પવિત્ર દિવસે શોભાયાત્રાનું આયોજન કરેલું છે જે શ્રી દૈત્સુદન મંદિરેથી નિકળી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરનાર છે. વેરાવળ તાલુકાના છાત્રોડા ગામે શિવ મંદિરની બાજુમાં તા.૯ અને ૧૦ના સવારે ૭ વાગ્યાથી રાત્રીનાં ૧૧ વાગ્યા સુધી સમસ્ત ગ્રામ્જનો તથા પવન સુત્ર ગુ્રપ દ્વારા બાબા અમરનાથ બર્ફીલા ગુફાના દર્શન તથા લક્ષ્ણ ઝુલા, રાધે ક્રિષ્ના, હનુમાનજી, માનસરોવર સહીતના દર્શનનું આયોજન કરેલું છે. આજોઠા ગામે અમરનાથ ગુફાના દર્શન આયોજન કરાયેલું છે. વેરાવળ આઝાદ સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ ગરબા, મટકીફોડ ડાયરાનું આયોજન થયેલ છે.
સુત્રાપાડા, પ્રશ્નાવડા, લોઢવા પ્રાંચી સહીતના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.
ખોરાસા ગામે શ્રી કૃષ્ણ જન્મજયંતિ પ્રસંગે તા.૧૦ને શુક્રવારે સવારે ૧૦ કલાકે શ્રી કૃષ્ણ મહાયજ્ઞા ત્યારબાદ સહસ્ત્ર નામ પુષ્પઅર્ચના બપોરે ત્રણ થી પાંચ બહેનો દ્વારા ધુન અને રાત્રીનાં ૯ થી ૧૨ સુધી ભજન કિર્તમ બાદ કૃષ્ણ જન્મોત્સવ અને તા.૧૧ ને શનિવારે સવારે ૯.૩૦ કલાકે માખણ ચોર લીલા અને લઠ્ઠોત્સવ અનેરૃ આયોજન કરાયેલ છે.
વિંછીયામાં જન્માષ્ટમીના પર્વને અનુલક્ષીને શ્વાનો જે ૨૦૧ કિલો લાડૂનું મિષ્ટાન ભોજન અપાશે. કાલે આઠમ કાનૂડાના જન્મના વધામણાના પ્રસંગે દરેક હિન્દુ તહેવારની જેમ દાતાઓના દાનથકી વિંછીયાના તમામ શ્વાનોને બે દિવસ લાડૂનું મિષ્ટાન ભોજન પિરસાશે. આ અંગે વિંછીયાના વિવિધ સેવાભાવી યુવકો જહેમત ઉઠાવી રહ્યાં છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved