Last Update : 11-August-2012,Saturday

 

સરકારની બેવડી નીતિ સામે રોષ
જિલ્લાના તમામ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવા માગ

બાયડ અને પ્રાંતિજને અછતગ્રસ્ત જાહેર કરાયા પરંતુ અન્ય બે તાલુકાની સ્થિતિ વિકટ છે - મહેસાણા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા આવેદન અપાયું

 

મોડાસા, તા. ૯
સાબરકાંઠા જિલ્લાને તેના તમામ તાલુકાઓને આવરી લઈને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માગણી પંચાયતોના સરપંચોથી માંડીને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ કાર્યકરો અને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લામાં નહિવત્ ૮થી ૧૦ ઇંચ વરસાદ પછી શ્રાવણે બે દિવસ પહેલાના વરસાદે અત્યારે ખેતીને જીવતદાન આપ્યું છે પણ ચોમાસુ નિયમિત ન રહે તો આ જીવતદાન ક્ષણિક બની રહેશે અને બીજી તરફ નદી નાળા કે તળાવો ખાલીખમ છે.
વિતેલા વરસમાંનો જળાશયોનો જથ્થો પણ ખૂટવા માંડયો છે. એમાં નવો જથ્થો ઉમેરાયો નથી. કારણ કે આ વર્ષે આખો અષાઢ કોરો ગયો છે. શ્રાવણ પૂરો થવા આવ્યો છતાં ક્યાંય નદી નાળા છલકાયા નથી જિલ્લામાં કેટલાયે વિસ્તારો વાવણી થઈ શકી નથી જ્યાં થઈ છે ત્યાં આવનારા દિવસોમાં વરસાદની કેવી સ્થિતિ છે તેના ઉપર જ આધાર છે અત્યારે તો લટકતી તલવાર જેવી દશા છે ત્યારે જિલ્લાને આખાને જ અછતગ્રસ્ત જાહેર કરવા માગણી ઉઠી છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતોનો દોર આરંભતા જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય અંબાલાલ ઉપાધ્યાયે એવી રજૂઆત કરી છે જિલ્લાના ચાર આદિજાતિ તાલુકાઓ મેઘરજ, ભિલોડા, ખેડબ્રહ્મા તેમજ વિજયનગર સહિત તમામ ૧૩ તાલુકાઓમાં મોસમનો અપેક્ષિત વરસાદ જ નથી ત્યારે માત્ર પ્રાંતિજ અને બાયડ બે જ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. હકીકતમાં આખા ય જિલ્લાના ૧૩ તાલુકાઓ અછતની સ્થિતિનો સામનો કરી જ રહ્યા છે. કેટલાયે તલોદ જેવા તાલુકામાં નહિવત વરસાદને લીધે ખેડૂતો હજી વાવણી પણ કરી શક્યા નથી.
મોડાસા તા. ખ.વે. સંઘના ચેરમેને જણાવ્યું કે, મોડાસા તાલુકામાં માંડ ૮થી ૯ ઇંચ જ મોસમનો વરસાદ છે. ઘાસચારો, પીવાના પાણીના પ્રશ્નો આવનારા દિવસોમાં વિકટ સ્વરૃપ ધારણ કરવાની સંભાવના છે એકલા મોડાસા તાલુકામાં જ નહિ બલ્કે અન્ય તાલુકાઓની સ્થિતિ પણ આવી જ છે ત્યારે જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માગણી કરી છે.
ખેડૂતોએ મંડળીઓ મારફતે લીધેલા ઋણ પરત કરવાની પણ વર્ષ ખરાબ જતા ત્રેવડ ખેડૂતો ગુમાવી રહ્યા છે. વાતાવરણ વરસાદી છે પણ વરસાદ નથી આ સ્થિતિ અસહ્ય છે.
વરસે પણ નહીં અને દુકાળ પણ લાગે નહીં તેવી પ્રાકૃતિક હાલત છે.
જે છેતરામણી હોવાથી ખેડૂતો ચિંતામાં છે ત્યારે સરકારે ઘટતા પગલા લેવાની તાતી જરૃર અંગે રજૂઆતો કરાઈ છે.

મહેસાણા તાલુકામાં ચોમાસા દરમિયાન નહીવત વરસાદ થતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ત્યારે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા તાલુકા કોંગ્રેસ દ્વારા મહેસાણા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ચાલુ સાલે દુષ્કાળની પરિસ્થિતિ હોઈ પ્રજા માટે રાજ્ય સરકાર દ્વારા મનરેગા કાર્ડ ધારકોને કામ નથી મળતું તેમને કામ આપવા, મુંગા પશુઓ માટે રૃ.૧ના ભાવે ખેડૂતોને સરકાર ઘાસચારો આપે, તાલુકાના અસરગ્રસ્તો માટે રાહતકેમ્પ શરૃ કરવા સહિતની માંગ કરવામાં આવી છે. મહેસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ફુવારાથી મૌન રેલીયોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર, જિલ્લા પ્રભારી પંકજ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીત મકવાણા, નગરપાલિકા મહેસાણાના વિપક્ષી નેતા જયદીપ ડાભી સહિત ૧૦૦થી વધુ કોંગ્રેસ અગ્રણીઓ તેમજ કાર્યકરો જોડાયા હતા. મામલતદાર કચેરી ખાતે કાર્યકરોએ પ્રતિજ્ઞાાનો કાર્યકર્મ પણ યોજ્યો હતો.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved