Last Update : 11-August-2012,Saturday

 

ઉત્તર ગુજરાતમાં જન્માષ્ટમી પર્વની ઉલ્લાસથી ઉજવણી થશે

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે ઃ ઠેર ઠેર પરંપરાગત લોકમેળા ભરાશે

મહેસાણા,તા.૯
ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં આજે જન્માષ્ટમીનું પર્વ વિવિધ શોભાયાત્રા નીકળી ઠેરઠેર હીંડોળા દર્શન તેમજ વિવિધ સ્થળોએ પરંપરાગત ભરાતા લોકમેળાથી આજે માનવ મહેરામણ આનંદ ઉલ્લાસથી કૃષ્ણ ભક્તિમય બની ઝૂમી ઉઠશે.
શ્રાવણ માસ પવિત્ર તહેવારોનો માસ ગણાય છે. જેમાં ભગવાન શીવજી તથા જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મ પર્વનું સવિશેષ ઉજવાય છે. શીતળા સાતમે ઉ.ગુ.ના ત્રણેય જિલ્લાના શિતળા માતાના મંદિરે પારંપારિક રીતે મેળા ભરાયા હતા. આ દિવસે લોકો રાંધણછઠ્ઠના દિવસે બનાવેલ રસોઈ જમતા હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં જન્માષ્ટમીનું પર્વ ખૂબ જ ધામધૂમથી ભક્તો દ્વારા ઉજવાય છે. જેમાં શહેરના વિવિધ મંદિરોમાં ભગવાનને વિવિધ પ્રકારના ભોગ ચડાવાય છે. તેમજ કૃષ્ણજન્મની વધાવણી પ્રસંગે મંદિરોમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ મહાઆરતી અને પ્રસાદની વહેંચણી કરી ભક્તો કૃષ્ણમય બની જાય છે. ઠેર ઠેર મટકીફોડના કાર્યકર્મો તથા ઠેર ઠેર કૃષ્ણ ભક્તિની રંગત જામે છે.
મહેસાણા શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરના પરા વિસ્તારમાં રામજીમંદિરે ભવ્ય મેળો ભરાય છે. જ્યારે બપોર બાદ સાંજના કૃષ્ણના ઢાળ પર આવેલ ગોવિંદ માધવના મંદિરે અલૌકિક મેળો યોજાય છે. જેમાં મહેસાણા શહેર તથા આજુબાજુના ગામડાઓની પ્રજા મોટી સંખ્યામાં ઉમટે છે. મેળામાં વિવિધ ચકડોળ, ચકરડેી, મિઠાઈની, રમકડાંની વિવિધ પ્રકારની દુકાનોનું આકર્ષણ રહે છે. ખેરાલુ તાલુકાના વૃંદાવન મહાદેવને ધામધૂમથી મેળો ભરાય છે. વિઠોડાના ગાયત્રી મંદિરે કૃષ્ણજન્મ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ડેરી આગળ મટકી ફોડનો કાર્યક્રમ યોજાય છે. વડનગરના ગૌરીફુડ ખાતે બપોરના બે વાગ્યા બાદ ભવ્ય મેળો ભરાશે જેમાં આજુબાજુના ગામોની પ્રજા આનંદ ઉલ્લાસથી મેળાની મઝા માણશે.
પાટણ જિલ્લામાં જન્માષ્ટમી નિમિત્તે ઠેર ઠેર શોભાયાત્રા તેમજ ગલીએ ગલીએ, મહોલ્લાઓ કૃષ્ણજન્મની ઉજવણી થાય છે જ્યારે કુણઘેરમાં આર્યવ્રત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી પર્વની શોભાયાત્રા કાઢી મટકીફોડનો કાર્યક્રમ કરી કૃષ્ણ જય કનૈયાલાલકી હાથી ઘોડા પાલખી, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે... જેવા જયનાદ ઘોષ સાથે વધામણી થશે. પાલનપુર જિલ્લામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે શોભાયાત્રા નીકળશે જે બ્રીજેશ્વરી કોલોની ટેલીફોન એક્સેન્જ, સીમલાગેટ, રેલ્વે સ્ટેશન, ગુરૃનાનક ચોક, ગઠામણ દરવાજા મોટી તથા નાની બજારના વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ્, દુર્ગાવાહિની બજરંગદળ, આરએસએસના કાર્યકરો જોડાશે. જેમાં વિવિધ કાર્યક્રમો મટકી ફોડ, કૃષ્ણ જન્મ વધામણી વગેરેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવનાર છે. ઉ.ગુ.માં આ પર્વને અનુલક્ષીને ત્રણેય જિલ્લામાં પોલીસ, હોમગાર્ડઝ, એસઆરપી દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

પોતાના અવતારને હજારો વર્ષ પસાર થઈ ગયા છતાં હજુ આજે પણ યોગેશ્વર ભગવાન. શ્રીકૃષ્ણનો જન્મદિવસ એટલો જ ઉત્સાહ ઉમંગ અને આનંદોલ્લાસ લઈને આવે છે. પર્તિવર્ષે હજારો વર્ષોથી ઉજવાતા કૃષ્ણજન્માષ્ટમીના આ પર્વની રોનક જ કંઈ ઓર હોય છે. નટખટ કાનુડાના જન્મદિવસે ભક્તો શ્રદ્ધાળુઓ દિવસભર ઉપવાસ વ્રત રાખી કીર્તન કરી દેવમંદિપો દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવે છે. અનેરા ઉમંગભેર દિવસ પસાર કરી રાત્રે ભજન-કીર્તન, વ્યાખ્યાનો યોજાય અને રાત્રીના ૧૨ના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે.
આ પરંપરા આજે પણ એટલી જ જળવાઈ છે. ઊલટું ભગવાન આ અવસરનો ઉત્સાહ વધતો જાય છે. દ્વારિકા હોય કે શામળાજી. કૃષ્ણ જન્મોત્સવની અનેરી ઉજવણી થાય છે. આ યાત્રાધામોથી જીવંત પ્રસારણો પણ થાય છે. લાખો ભક્તોને ઘર બેઠાં ભગવાનના જન્મના ઉત્સવની ઝાંખી થાય છે.
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં શ્રી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ઉપક્રમે દર વર્ષની જેમ ચાલુ વર્ષે તા. ૧૦-૮-૧૨ના રોજ જન્માષ્ટમી મહોત્સવ ધામધુમથી ઉજવાશે. યાત્રાધામને આસોપાલવથી શણગારાયું છે. જાણે 'અઢળ ઢળિયો રે શામળિયો' જેવાં પ્રાકૃતિક સૌન્દર્યથી ભયો ભર્યા અરવલ્લીના પર્વતો વચ્ચે લીલી હરિયાળીથી મનભાવન દ્રશ્યો પ્રગટી ઊઠયાં છે.
આજે જન્માષ્ટમીએ શામળાજીમાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડશે. લોકમેળાના આ અવસરે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હાટડીઓ મંડાશે. મટકીફોડ કાર્યક્રમ પણ આ દિવસે ઉજવાશે. ભગવાનની શોભાયાત્રા નીકળશે.
બરાબર રાત્રીના ૧૨ના ટકોરે શામળાજી મંદિરે ભગવાન શ્રીકૃષ્ણને જન્મ અવસરે 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'ના જયઘોષથી યાત્રાધામનું અંતરિક્ષ ગુંજી ઉઠશે. દૂર દૂરથી ભક્તો, ભજન મંડળીઓ આ ઉત્સવે ભાગ લેવા, આવી પહોંચશે. અનેરા હર્ષોલ્લાસના માહોલે જન્માષ્ટમી પર્વની ઉજવણી બાદ બીજે દિવસે શનિવારે નંદમહોત્સવ ઉજવાશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved