Last Update : 11-August-2012,Saturday

 
પીપળાતામાં તલાટીએ નશો કરતા ગ્રામજનોનો હોબાળો

કચેરીમાં બકવાસ કરતા ઝડપાતા નડિયાદ ડીડીઓને જાણ કરાઈ

નડિયાદ ,તા.૯
નડિયાદ તાલુકાના પીપળાતા ગામના તલાટી ક્મમંત્રી ગુરુવારે દારૃનો નશો કરી ગ્રામ પંચાયતની ઓફિસે આવ્યા હોવાના આક્ષેપો થયા છે. થોડી જ વારમાં આ વાત વાયુ વેગે ગામમાં ફેલાતા એકત્રિત થયેલા ગ્રામજનોએ હોબાળો મચાવતા આ તલાટી રફુચક્કર થઈ ગયા હતા.
પીપળાતા ગામે સુરેશભાઈ રાઠવા સાત વર્ષથી એક જ જગ્યાએ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે સવારે ૧૦-૩૦ના સુમારે આ તલાટી ક્યાંથી રાજા પાઠમાં ગ્રામ પંચાયતની કચેરીએ આવ્યા હતા. અને દારૃના નશામાં લવરી કરતા હતા. આથી ગ્રામજનો મોટી સંખ્યામાં ત્યાં એકત્રિત થયા હતા., બાદમાં ઉહાપોહ થતા સરપંચ વિઠ્ઠલભાઈ પરમાર પરણ ગ્રામ પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા.
દરમ્યાન આ બાબતે ફોન ધ્વારા કોઈ વ્યક્તિએ નડિયાદના ટીડીઓ ડામોરને પણ કરી હતી. આથી તેઓ પણ પીપળાતા પહોંચ્યા હતા. પંરતુ ત્યાં સુધીમાં તોે નશાયુક્ત તલાટી પોબારા ગણી ગયા હતા.
આ સરપંચની કામગીરી વિશે પણ ગ્રામજનોમાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. જેમાં તેઓ આ એક જ ગામમાં છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવી રીઢા થઈ ગયા હોવાનું ગ્રામજનો જણાવે છે. ગામના વિકાસના કામોમાં ઓછો રસ દાખવીને લોકોના લગ્નો કરાવવામાં વધુ રસ દાખવતા હોવાના આક્ષેપો ગ્રામજનો ધ્વારા કરાયા છે. તપાસ કરવામાં આવે તો બીજી અનેક વિગતો બહાર આવે એમ છે.

પંચાયતની બેઠક મળ્યા પછી ફરિયાદ કરાશે
નડિયાદ,તા.૯
પીપળાતા ગામના તલાટી કમમંત્રીએ ચાલુ ફરજ દરમ્યાન કરેલા દારૃના નશા બાબતે ટીડીઓ તેમજ ગામના સરપંચે હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી .સરપંચ વિઠ્ઠલભાઈ પરમાર જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સભ્યોની બેઠક બોલાવીશ એ પછી પોલીસ ફરિયાદ નોંધાવવા બાબતે નિર્ણય લેવાશે પંરતુ આવી ઘટનાનું પુનરાવર્તન થશે તો? ક્યારેક તેના ગંભીર પરિણામો આવશે તો જવાબદારી કોની? એ બાબતે વિચારણા માંગીલે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved