Last Update : 11-August-2012,Saturday

 

દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદથી નદીઓમાં પુર
પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ

સવારે ૭ વાગ્યાથી મેધરાજાની તોફાની ઇનિંગ ઃ ધરમપુરમાં ૨.૮૪, વલસાડમાં ૧.૮૪ ઇંચ પાણી પડયું ઃ બપોર બાદ વિરામ

વલસાડ, ગુરુવાર
છેલ્લા એક અઠવાડિયાના વિરામ બાદ વલસાડ જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ મૌસમની સૌથી તોફાની ઇનીંગ રમતા પારડી તાલુકામાં સવારે ૮ થી ૧૦ના ૨ જ કલાકમાં ૬.૨૮ ઇંચ અને બપોરે બે વાગ્યા સુધીના ૬ કલાકમાં ૭.૨૮ ઇંચ વરસાદ જ્યારે કપરાડા તાલુકામાં સવારે ૮ થી ૨ના ૬ કલાકમાં ૬.૬૪ ઇંચ વરસાદ વરસતાં સ્થાનિક લોકોને જાણે આભ ફાટયું હોય તેવો એહસાસ થવા સાથે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેમાં નેશનલ હાઇવે બપોરે ૨ વાગ્યા બાદ મેઘરાજાએ જિલ્લાભરમાં વિરામ લીધો હતો અને નહીવત વરસાદ નોંધાયો હતો.
વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો હતો. તે અગાઉ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા મન મુકીને વરસશે તેવી આશા વચ્ચે માત્ર ઝરમર વરસાદ અને એકાદ-બે ઝાપટા મારતાં નોંધપાત્ર વરસાદ ન પડતાં ખેડૂતો સાથે લોકોમાં પણ ચિંતા ઊભી થઇ હતી. પરંતુ આજે સવારે ૭ વાગ્યાથી પહેલા ધીમે ધીમે વરસાદ શરૃ થયા બાદ ૮ વાગ્યા પછી મુશળધા વરસાદ પડવાનો શરૃ થયો હતો. પારડી અને કપરાડા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. પારડીમાં સવારે ૮ થી ૧૦ના ૨ જ કલાકમાં અધધ... કહી શકાય તેટલો ૧૫૭ મીમી (૬.૨૮ ઇંચ) અને બપોરે ૨ વાગ્યા સુધીમાં ૧૮૨ મીમી (૭.૨૮ ઇંચ) વરસાદ ઝીંકાયો હતો. જ્યારે કપરાડા તાલુકામાં સવારે ૮ થી બપોરે ૨ વાગ્યાના ૬ કલાકમાં ૧૭૧ મીમી (૬.૬૪ ઇંચ) વરસાદ પડતાં બન્ને તાલુકાઓમાં ઠેરઠેર જળબંબાકાર થઇ ગયો હતો. જેને લઇ અનેક જગ્યાએ વાહન વ્યવહારને અસર થઇ હતી.
જ્યારે ધરમપુર તાલુકામાં દિવસ દરમ્યાન ૭૧ મીમી (૨.૮૪ ઇંચ), વલસાડમાં ૪૬ મીમી (૧.૮૪ ઇંચ) અને સૌથી ઓછો ઉમરગામમાં માત્ર ૨ મીમી જ વરસાદ નોંધાયો હતો.
મોસમનો કુલ વરસાદ સૌથી વધુ પારડી ૧૬૪૬ મીમી (૬૫.૮૪ ઇંચ), કપરાડા ૧૨૪૨ મીમી ૯૪૯.૬૮ ઇંચ), ધરમપુર ૯૧૫ મીમી (૩૯.૩૨ ઇંચ), વલસાડ ૫૮૫ મીમી (૨૩.૪ ઇંચ) અને સૌથી ઓછો ઉમરગામ ૪૮૪ મીમી (૧૯.૪૪ ઇંચ) વરસાદ નોંધાયો છે.
વહેલી સવારથી તોફાની શરૃઆત કરનાર મેઘરાજા બપોર બાદ નરમ પડતાં બપોરે ૨ થી ૪માં પારડી ૨ મીમી, ધરમપુર ૩ મીમી અને કપરાડામાં ૧ મીમી જ વરસાદ પડયો હતો. જ્યારે વલસાડ અને ઉમરગામમાં ટીંપું પણ પડયું ન હતું. જો કે વાદળછાયા વાતાવરણમાં રાત્રે વરસાદ પડવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved