Last Update : 11-August-2012,Saturday

 

આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

રાત્રે ૧૨ વાગે પંચામૃત સ્નાન કરાવાશે બીજા દિવસે નંદ મહોત્સવ ઉજવાશે

નડિયાદ ,તા.૯
જગતપાલક ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની શુક્રવારે શ્રાવણ વદ- આઠમના રોજ ડાકોર રણછોડજી મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. રાત્રે ૧૨ના ટકોરે મધ્યરાત્રિએ ભગવાનને કુમકુમના ચાલ્લા કરી દૂધ, મોરસ તથા પાણીના જયાભિષેક સાથે પંચામૃત સ્નાન કરાવવામાં આવશે. આ પ્રસંગે મંદિર પરિસર નંદ ધેર આનંદ ભયો, જય કનૈયા લાલકી ના જય જયકાર થી ગુંજી ઉઠશે. ત્યાર બાદ મોડી રાત્રે રત્નજડિત મોતા મુગટ સાથે દાગીનાના શણગાર સજવામાં આવશે ઠાકોરજીને ચાંદીના પારણે ઝુલાવી કપૂરની આરતી ઉતારવામાં આવશે. મંદિરમાં કંકુના થાપા મારીને જન્માષ્ટમીના વધામણાં કરાશે.એ પછી બીજા દિવસે નંદમહોત્સવ નિમિત્તે દહી અને સાકરની ઉછામણી કરી ગોપગોપીઓ ધ્વારા શ્રીજીને પારણે ઝુલાવાશે.
યાત્રાધામ ડાકોર શુક્રવારે જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણમય બનશે. આ પર્વની પરંપરાગત ઉજવણી માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. શ્રાવણ વદ આઠમે રાત્રે ૧૨ વાગ્યે મંદિરમાં ઘંટનાદ સાથે રાજાધિરાજ રણછોડજીને કુમકુમના તિલક કરવામાં આવશે. કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે રાત્રે દૂધ, મોરસ, કેસર તથા જળભિષેક કરી પંચામૃત સ્નાન કરાવવામાં આવશે. શંખ, પદમ્ અને બંસરીના આભૂષ્ણો સાથે ખોટા મુગટ તરીકે ઓળખાતો રત્ન જડિત મુગટ પહેરાવવામાં આવશે. જે મુગટ જન્માષ્ટમી આસોસુદ પૂનમ (શરદ પૂનમ) અને કારતકી પૂનમ(દેવ દિવાળી) એમ વર્ષમાં ફક્ત ત્રણ વાર પહેરાવવામાંઆવે છે. કૃષ્ણ જન્મોત્સવના દર્શનનો મોટી સંખ્યામાં લ્હાવો લેવા ઉમટેલા ભક્તો ધ્વારા નંદધેર, આનંદ ભયો, જયકનૈયા લાલ કીના જયધોષથી મંદિર પરિસર ગુંજી ઉઠશે. પંચામૃત સ્નાન અને શણગાર સજ્યા બાદ મોડી રાત્રે ગોપાલલાલજીને ચાંદીના પારણે ઝુલાવવામાં આવશે. જન્માષ્ટમી નિમિતે ચાંદીના મોટા ટાટમાં પાન અને કપૂર સાથે આરતી ઉતારવામાં આવશે. રાત્રે ભગવાનને પંજાપુરી ધરાવવામાં આવશે. જન્માષ્ટમી નિમિત્તે ડાકોર ઉપરાંત અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં ભક્તો શ્રીજીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કરશે. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મંદિરના શિખરો સહિત પરિસરને રંગબેરની રોશની થી શણગારવામાં આવ્યું છે. બીજા દિવસે હર્ષોલ્લાસ સાથે મંદિરમાં નંદ મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે બપોરે ૧ વાગ્યાના સુમારે નંદ બાળા, માતા જશોદા તથા ગોપ-ગોપીઓના વેશ ધારણ કરી સેવકો ધ્વારા દહીં અને સાકરની ઉછામણી કરી ગોપાલ લાલજીને પારણે ઝુલાવવામાં આવશે આ પ્રસંગે નંદ ધેર, આનંદ ભયો જય કનૈયા લાલકી ના નારા સાથે મંદિર ગુજી ઉઠશે.

ગોમતી ઘાટ પર ખાસ પ્રકારના નૃત્યો રજૂ કરાશે
નડિયાદ,તા.૯
કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ડાકોરમાં શુક્રવારે રાત્રે ગોમતી ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગ ઉજવણી કરાશે. જન્માષ્ટમીને અનુલક્ષીને કલાવૃંદ ધ્વારા કૃષ્ણલીલા તથા રાધાકૃષ્ણ વગેરેના ખાસ પ્રકારના નૃત્યો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ અગાઉ સંસ્કૃત પાઠ શાળાના ઋષિકુમારો ધ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગોમતી પૂજન કરી દીવડા તરતા મુકવામાં આવશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved