Last Update : 11-August-2012,Saturday

 

શાકભાજીના 'રાજા' ગણાતા બટાકાનો ભાવ આસમાને ઃ વાયદા પર પ્રતિબંધ

એક કિલો બટાકાનો ભાવ રૃા. ૨૨ થી ૨૫ ઃ નબળા ચોમાસાના કારણે ચાલુ વર્ષે બટાકાનું ઉત્પાદન ૧૦ ટકા ઘટવાની ભીતિ

અમદાવાદ, ગુરૃવાર
ચોમાસાની ખેંચના કારણે કૃષિ ઉત્પાદન ઘટશે અને આગામી સમયમાં મોંઘવારી વધશે તેવા કૃષિ મંત્રીએ અગાઉ કરેલા નિવેદનની રીટેલ બજારો પર ગંભીર અસર થવા પામી છે. આ નિવેદન અંદાજે વરસાદની સિઝનની શરૃઆતની આસપાસ કરાયું તે પછી જીવન જરૃરિયાતની ખાદ્ય ચીજોના એટલે કે મહત્વના અનાજ અને શાકભાજીના ભાવમાં સરેરાશ ૧૦ થી ૨૦ ટકાનો વધારો થવા પામ્યો છે. તેમાંય વળી છેલ્લા દસેક દિવસથી શાકભાજીના રાજા ગણાતા બટાકાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. જે આજે તો કિલો દીઠ રૃા. ૨૨ થી ૨૫ થઈ જવા પામ્યા છે. આમ, તહેવારો ટાણે જ બટાકા મોંઘાદાટ થઈ જતા મધ્યમ વર્ગના તેમજ સામાન્ય વર્ગના પરિવારો કમને તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
ચાલુ વર્ષે બટાકાનું વાવેતર કરતા મુખ્ય વિસ્તારો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક તથા ગુજરાતમાં નબળા વરસાદના કારણે બટાકાના પાક પર પ્રતિકૂળ અસર થવા પામી છે. વરસાદની ખેંચના કારણે ઉત્પાદન ઓછું થવાની ભીતિએ છેલ્લા દસેક દિવસથી બજારમાં એકધારો ભાવ વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદમાં બટાકા કિલો દીઠ રૃા. ૨૨ થી ૨૫ના ભાવે વેચાઈ રહ્યા છે જે ગત મે માસ દરમિયાન રૃા. ૧૨ થી ૧૫ના ભાવે અને જાન્યુઆરી દરમિયાન રૃા. ૭-૮ના ભાવે ઉપલબ્ધ હતા. અમદાવાદની જેમ દેશના મેટ્રો સીટીમાં પણ બટાકાના ભાવ આસમાને પહોંચી જવા પામ્યા છે.
બટાકાના વેપાર સાથે સંકળાયેલા જાણકારોના જણાવ્યા મુજબ ૨૦૧૨ના વર્ષ દરમિયાન દેશમાં બટાકાનું ઉત્પાદન ૩૪ મીલીયન ટન થવાનો અંદાજ છે. જે ગત વર્ષે ૩૭.૫ મીલીયન ટન હતું. આમ ચાલુ વર્ષે બટાકાના ઉત્પાદનનો આંક ૧૦ ટકા જેટલો નીચો છે. દેશમાં બટાકાના કુલ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો હિસ્સો ૬૦ ટકા જેટલો છે. ઓછા ઉત્પાદનની ધારણના પગલે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા તા. ૧ ઓગસ્ટથી બટાકાની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં તેની બટાકાના ભાવ પર કોઈ જ અસર થઈ નથી. ઉપરથી આ સમય પછી પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં બટાકા મોંઘાદાટ બન્યા છે.
પાક અંગે ઉદ્ભવેલી વિકટ પરિસ્થિતિમાં ગત સપ્તાહમાં બટાકા વાયદાના ભાવમાં પીછેહઠ થઈ હતી. જોકે આ ઘટાડો ટૂંકાગાળાનો રહે તેમ હાલ તો જણાતું નથી. કારણ કે ઓછા પાકના લક્ષ્યાંકના કારણે આગામી સમયમાં તેમાં વધારો થવાની શક્યતા છે. જોકે, વાયદા બજાર પંચે બટાકાના નવા તારકેશ્વર વાયદા પર પ્રતિબંધ મૂક્યો છે.
ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફ.એમ.સી.)એ પ.બંગાળના તાટકેશ્વર વેરાવરીનાં બટાટાનાં વાયદાનાં વેપાર પર પ્રતિબંધની જાહેરાત કરી ભાવોમાં વધુ પડતી વોલેટિસિટીને અંકૂશમાં લેવાની કોશીસ કરી છે. એફ.એમ.સી.એ. જણાવ્યું હતું કે નવેમ્બર ડિલીવરી કોન્ટ્રાક્સ લોન્ચ ન કરવા.
વાયદામાં બે પ્રકારનાં બટાટાનાં સોદા થાય છે. એક પ.બંગાળનાં તારકેશ્વરનાં અને બીજા આગ્રાનાં આમાં તાટકેશ્વર બટાટા વાયદાનું પ્રમાણ ઘણું હોય છે.
તા.૧ લી ઓગષ્ટથી પ.બંગાળ સરકારે રાજ્યમાંથી બટાટા અન્યત્ર મોકલાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ વર્ષે પ.બંગાળમાં ૮૫ લાખ ટન બટાટા થયા છે, ગયા વર્ષે ૧૧૦ લાખ ટનનો પાક હતો. ખરાબ હવામાનનાં કારણે ઉત્તર પ્રદેશમાં પણ પાક ઓછો થયાનાં અહેવાલો છે. ત્યાં અંદાજે ૧૪૦ લાખ ટનનો પાક થતાં ૨૦ ટકાનો ઘટાડો નોધાંયો છે. પરિણામે પ.બંગાળમાં બટાટાના ભાવ માર્ચમાં ક્વિન્ટલ દીઠ ૭૦૦ રૃપિયાથી વધી હમણાં રૃા.૧૦૦૦ સુધી પહોંચી ગયા છે. થોડા સમય પૂર્વે જ મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કેન્દ્ર સરકારને લેખીતમાં બટાટામાં વાયદાનો વેપાર બંધ કરી ભાવોને કાબૂમાં લેવાની વિનંતિ કરી હતી. પ.બંગાળના મોટા ભાગનાં બજારોમાં બટાટાની છૂટક કિંમત કિલોએ રૃા.૧૫ જેવી છે. જે ગયા વર્ષના ઓગસ્ટમાં રૃા.૭.૮ જેવી હતી.
પોટેટો ટ્રેડર્સ એસોસીએશને વાયદાનાં વેપાર પર પ્રતિબંધને આવકાર્યો હતો પણ અન્ય રાજ્યોમાં નિકાસ પરનાં પ્રતિબંધની ટીકા કરી હતી. પ.બંગાળમાં બટાટાનો સ્થાનિક વપરાશ ૩૦ થી ૪૦ લાખ ટન છે, જે આ વર્ષનાં ઉત્પાદનનાં અડધા જેટલો થાય. દેશનાં બટાટાનાં કુલ ઉત્પાદનમાં પ.બંગાળનો ફાળો ૩૦ ટકા જેટલો છે. પોતાનાં વપરાશ સિવાયનાં વધારાનાં બટાટા આ રાજ્ય બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ અને આંધ્ર પ્રદેશ ખાતે નિકાલ કરે છે.
રાજ્યનાં સરકારી સૂત્રોનું માનવું હતું કે ભાવ વધઘટ માટે વાયદાનો વેપાર જવાબદાર છે. પણ વેપારીઓ માને છે કે રાજ્ય બહાર નિકાલ બંધી તો બગાડ વધારશે.
એફએમસીએ બટાટાના વાયદાની ચંચળતાને કાબૂમાં લેવા અનેક પગલા લીધા છે. ૧લી ઓગસ્ટથી તેણે બટાટા પરનું કેશ માર્જીન ૧૫ ટકાથી વધારી ૩૦ ટકા કર્યું હતું. તે જ રીતે સ્ટેગર્ડ ડિલીવરીનાં ૧૫ દિવસમાં નવી પોઝીશન ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
બટાકાના પાકના અંદાજ નીચા રહેવાના કારણે વિશ્વના ટોચના પાંચ બટાકા ઉત્પાદક વિસ્તારમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિના કારણે આગામી સમયમાં પણ તેના ભાવ ઊંચા જ રહેવાની ધારણા છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ગત નાણાંકીય વર્ષે રૃા. ૭૨ કરોડના બટાકાની નિકાસ થઈ હતી. ભારતમાં મુખ્યત્વે શ્રીલંકા, યુએઈ, મોરેશીયસ, નેપાળ, સિંગાપોર, માલદિવ અને કુવૈત ખાતે નિકાસ થાય છે.
બટાકાના ભાવ પર એક નજર

શહેર

આજે

ત્રણેક માસ અગાઉ

અમદાવાદ

૨૨ થી ૨૫

૧૨ થી ૧૫

દિલ્હી

૨૦ થી ૨૨

૧૨ થી ૧૫

મુંબઈ

૨૩ થી ૨૫

૧૫ થી ૧૭

કોલકાતા

૧૫ થી ૨૦

૧૦ થી ૧૨

બેંગલુરૃ

૨૨ થી ૨૪

૧૫ થી ૧૬

ચેન્નાઈ

૨૧ થી ૨૩

૧૫ થી ૧૬


(તમામ આંકડા રૃા.માં કિલો દીઠ)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved