Last Update : 11-August-2012,Saturday

 

રૃ માં વિવિધ મથકોએ વરસાદના પગલે સ્પોટ પર ભાવોમાં તેજીના વળતા પાણી ઃ વિશ્વ બજાર ઉંચકાઈ

 
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. વિવિધ ઉત્પાદક મથકોએ ફરી વરસાદ શરૃ થયાના સમાચારો વચ્ચે મથકોએ સ્પોટ પર આજે ઉંચા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા વિશ્વ બજારના સમાચારો જો કે આંચકા પચાવી ફરી સુધારો બતાવતા હતા. ઘરઆંગણે આજે સ્પોટ પર ભાવો ખાંડીદીઠ રૃ.૪૦૦થી ૫૦૦ નીચા બોલાઈ રહ્યા હતા. સ્પોટ પર ભાવો ઘટી ગુજરાત કલ્યાણના રૃ.૩૦૫૦૦ રહ્યા હતા. જયારે ગુજરાત સંકર-૪ના ભાવો રૃ.૩૮૦૦૦થી ૩૮૫૦૦ રહ્યાના સમાચારો હતા. મધ્ય-પ્રદેશ તથા મહારાષ્ટ્ર બાજુ ભાવો ઘટી ફરધર પાકના માલોના રૃ.૩૫૦૦૦થી ૩૬૦૦૦ તથા સારાના રૃ.૩૮૫૦૦થી ૩૯૦૦૦ રહ્યાના નિર્દેશો હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના રૃ.૨૫થી ૫૦ ઘટી રાજસ્થાન, હરિયાણા તથા પંજાબ બાજુ જાતવાર નીચામાં રૃ.૩૭૪૦થી ૩૮૦૦ તથા ઉંચામાં રૃ.૩૮૪૦થી ૩૯૨૦ સુધી બોલાઈ રહ્યા હતા. દરમિયાન, ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે ૫૮, ૬૦ તથા ૪૩ પોઈન્ટનો સુધારો બતાવી રહ્યા હતા.
ખાંડમાં ફરી માંગ વધતાં ભાવો ઉછળ્યા ઃ ૨૫૦ લાખ ટનના ઉત્પાદનનો અંદાજ રજૂ કરાયો
નવી મુંબઈ ખાંડ બજારમં આજે ભાવો ઘટતા અટકી ફરી વધી આવ્યા હતા, જન્માષ્ટમીના તહેવારોેને અનુલક્ષીને બજારમાં આજે ઘટયા મથાળે ડિમાન્ડ ફરી વધ્યાના નિર્દેશો હતા. મિલોની નવીવેચવાલી પણ ઘટયા મથાળે હળવી રહી હતી. કેન્દ્ર સરકારે મુક્ત વેચાણમાં ૪ લાખ ટન વધુ કવોટા છૂટ્ટો કરતાં બજારભાવોમાં બુધવારે મોટા ગાબડાં પડયા પછી આજે ભાવો ફરી ઉછળી ગયા હતા.હાજરમાં આજે ભાવો કિવ.ના રૃ.૩૫૧૨થી ૩૬૨૧ વાળા વધી રૃ.૩૫૫૧થી ૩૬૫૧ રહ્યા હતા. જયારે સારાના ભાવો રૃ.૩૫૮૧થી ૩૭૧૧ વાળા વધી રૃ.૩૬૨૧ થી ૩૭૬૧ રહ્યા હતા. નાકા ડિલીવરીના ભાવો રૃ.૩૪૮૦થી ૩૫૧૦ વાળા વધી રૃ.૩૫૦૦થી ૩૫૫૦ રહ્યા હતા જયારે નાકામાં સારા માલોના ભાવો રૃ.૩૫૭૦થી ૩૬૭૦ રહ્યા હતા. મોડી સાંજે નાકામાં ભાવો રૃ.૩૫૦૦થી ૩૬૦૦ તથા સારાના રૃ.૩૫૭૦થી ૩૭૦૦ રહ્યાના સમાચારો હતા જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૮૦થી ૯૦ નીચા રહ્યાના સમાચારો હતા. દરમિયાન, વિશ્વ બજારમાં નરમાઈ આગળ વધી હતી, લંડન બજારમાં બુધવારે છેલ્લે રિફાઈન્ડ વ્હાઈટ સુગરના ભાવો ઓકટો. વાયદાના વધુ ૯ ડોલર ઘટી ૫૯૦ની અંદર ઉતરી ૫૮૯.૨૦ ડોલર રહ્યાના સમાચારો હતા. દરમિયાન ઘરઆંગણે ભારતમાં ૨૦૧૨-૧૩ની આગામી ખાંડ મોસમમાં ઉત્પાદન ૨૫૦ લાખ ટન થવાનો અંદાજ ઈન્ડિયન સુગર મિલ્સ એસો. દ્વારા વ્યકત કરાયો છે. ૨૦૧૨-૧૩ની આગામી મોસમના આરંભમાં આશરે ૬૫ લાખ ટનનો સિલ્લક સ્ટોક રહેવાન
એરંડા વાયદામાં મંદીએ વેગ પકડતાં ભાવો રૃ.૪૪૦૦ની અંદર ઉતરી ગયા ઃ વિશ્વ બજારમાં ખાદ્યતેલો ઉંચકાયા
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાદા બજારમાં ઘટાડો આગળ વધતાં ભાવો વધુ તૂટી રૃ.૪૪૦૦ની અંદર જતા રહ્યા હતા, મુંબઈ એરંડા સપ્ટેમ્બરના ભાવો રૃ.૪૪૬૮ વાળા આજે રૃ.૪૪૨૦ ખુલી નીચામાં રૃ.૪૩૬૫ થઈ છેલ્લે રૃ.૪૩૮૫ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા જે બુધવારે ૮૦ ટનના થયા હતા. અને મથકો પાછળ આજે મુંબઈ વાયદામાં તૂટતી બજારે માનસ વેંચવાનું રહ્યું હતું. મથકોએ વરસાદની પ્રગતિ પર નજર વચ્ચે હાજર તથા વાયદામાં નવી માંગ રુંધાતા નફારૃપી વેચવાલી આગળ વધી હતી. વાયદામાં માર્જિન વધતાં તેના કારણે પણ ભાવો દબાણ હેઠળ રહ્યાની ચર્ચા હતી. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૧૨૫ વાળા આજે તૂટી રૃ.૩૯૫૦ રહ્યા હતા જયારે દિવેલના ભાવો રૃ.૩૨થી ૩૫ તૂટી કોમર્શિયલના રૃ.૮૨૦, એફએસજીના રૃ.૮૩૦ તથા એફએસજી કંડલાના રૃ.૮૦૮ બોલાઈ ગયા હતા. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૯ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૨૩ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા. મલેશિયામાં આજે પામતેલ વાયદો છેલ્લે બે પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો. ઘરઆંગણે આજે ઈન્દોર બજારમાં સપ્ટે. વાયદો રૃ.૭૭૩.૮૦ સામે ઉછળી રૃ.૭૭૮.૨૦ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈમાં આજે પામતેલમાં કુલ ૨૦૦૦થી ૨૨૦૦ ટનના વેરારો થયા હતા. ઓગસ્ટ-સપ્ટે. માટે રૃ.૬૦૫થી ૬૧૧ની રેન્જમાં વેપારો થયા હતા. સુપર પામતેલમાં રૃ.૬૩૮માં આશરે ૩૦૦ ટનના વેપારો થયા હતા. હવાલાના રિસેલના ભાવો બજારમાં સાંજે રૃ.૬૦૮ તથા જેએનપીટીના રૃ.૬૦૪થી ૬૦૫ બોલાઈ રહ્યા હતા. મુંબઈમાં બજાર ભાવો આજે સોયાતેલ રિફા. ના રૃ.૭૩૫, સિંગતેલના રૃ.૧૨૨૦, સનફલાવરના રૃ.૭૦૫, રિફા.ના રૃ.૭૬૦, કપાસિયા તેલના રૃ.૭૪૦, કોપરેલના રૃ.૬૫૫ રહ્યા હતા, રાજકોટ બાજુ ભાવો સિંગતેલના રૃ.૧૨૪૦ તથા ૧૫ કિલોના રૃ.૧૮૯૦ રહ્યાના સમાચારો હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ભાવો અથડાતા રહ્યા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved