Last Update : 11-August-2012,Saturday

 

આઈઓસીના નબળા, ટાટા મોટર્સના સાધારણ પરિણામ, સ્ટેટ બેંકની ખરાબ રીઝલ્ટની ધારણા...
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧

આજે શુક્રવારે જન્માષ્ટમીના દિવસે શેરબજારોમાં ટ્રેડિંગ ચાલુ રહેશે ઃ એફએમસીજી શેરોમાં આર્કષણઃ સ્ટેટ બેંક પાછળ બેંક શેરો ઘટયા

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુરુવાર
કોર્પોકેટ પરિણામોની સીઝનમાં ભારતી એરટેલના નબળા પરિણામ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઉત્કૃષ્ટ રીઝલ્ટની અસર આજે સતત બીજા દિવસે મુંબઈ શેરબજારોમાં જળવાઈ રહી ટ્રેડીંગનો આરંભ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની તેજીએ પોઝિટીવ થયા સાથે ભારતી એરટેલમાં વેચવાલી બાદ ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિના (આઈઆઈપી) જૂન મહિનાના ૧.૮ ટકા નેગેટીવ વૃધ્ધિના આંકડા- કેપિટલ ગુડઝ ક્ષેત્રે ૨૭.૯ ટકાની તીવ્ર નેગેટીવ વૃધ્ધિ અને ટાટા મોટર્સના પરિણામ બાદ નરમાઈએ સેન્સેક્ષ- નિફટીનો આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના પણ આવતીકાલે- શુક્રવારે જાહેર થનારા ત્રિમાસિક પરિણામ અત્યંત ખરાબ નીવડવાની ધારણાએ શેરમાં વધ્યા મથાળેથી રૃ.૧૦૦ નીકળી જતાં સેન્સેક્ષ નેગેટીવ ઝોનમાં આવી ગયો હતો. ટ્રેડીંગની શરૃઆત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સારા પરિણામની તેજીએ અને હિન્દુસ્તાન યુનીલીવર, આઈટીસી, સ્ટરલાઈટ, કોલ ઈન્ડિયા, એનટીપીસી, એચડીએફસી બેંક, બજાજ ઓટોમાં આર્કષણે સેન્સેક્ષ આગલા બંધ ૧૭૬૦૦.૫૬ સામે ૧૭૬૧૨.૦૮ મથાળે ખુલીને શરૃઆતમાં ૧૦૨.૪૨ પોઈન્ટના સુધારે ઉપરમાં ૧૭૭૦૨.૯૮ સુધી પહોંચ્યો હતો. પરંતુ આ સુધારો ક્ષણજીવી નીવડીને ભારતી એરટેલ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાલી નીકળતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વધ્યા મથાળેથી એકાએક ગબડી જતાં અને જૂન ૨૦૧૨ના ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિના આંક ૦.૪ ટકા પોઝિટીવ અપેક્ષાની તુલનાએ ૧.૮ ટકા નેગેટીવ સાથે ચીનમાં પણ જુલાઈના આઈઆઈપી આંક ૯.૭ ટકાની અપેક્ષાની તુલનાએ ઓછી ૯.૨ ટકા વૃધ્ધિ આપનારા આવતા શેરોમાં નવી ખરીદીથી દૂર હળવા થવાના માનસે પોણા વાગ્યે સેન્સેક્ષનો સુધારો ધોવાઈ જઈ એક વાગ્યા બાદ બે-તરફી સાંકડી વધઘટ બતાવી ૨ઃ૧૫ વાગ્યા બાદ વનસાઈડ ઘટાડામાં એક તબક્કે ૮૩.૫૭ પોઈન્ટના ઘટાડે નીચામાં ૧૭૫૧૬.૯૯ સુધી આવી ગયો હતો. જે છેલ્લા અડધા કલાકમાં ઘટાડે સર્પોટ લેવા મથતો રહી લાર્સનમાં છેલ્લી ઘડીમાં લેવાલી નીકળતા અને હિન્દુસ્તાન યુનીલીવરમાં લેવાલી વધતા સેન્સેક્ષનો ઘટાડો ૧૮થી ૨૦ પોઈન્ટ મર્યાદિત બની ગયો હતો. જે અંતે એવરેજ ગણતરીએ ૩૯.૬૯ પોઈન્ટના ઘટાડે ૧૭૫૬૦.૮૭ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૫૩૬૮ થઈ ગબડી ૫૩૧૨ બોલાયોઃ ટેકનીકલી ૫૩૮૦ અંતિમ મજબૂત પ્રતિકારઃ ૫૨૮૫ સર્પોટ
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૩૬૮ સામે ૫૩૪૮.૩૦ ખુલી શરૃઆથમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનીલીવર, આઈટીસી, કોલ ઈન્ડિયા, સ્ટરલાઈટ, ગ્રાસીમ, ટાટા પાવરની તેજીએ ઉપરમાં ૫૩૬૮.૨૦ સુધી પહોંચ્યો હતો. પરંતુ જૂન આઈઆઈપી ૧.૮ ટકા નેગેટીવ વૃધ્ધિ અને સ્ટેટ બેંકમાં ધોવાણ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, એચડીએફસી, બીપીસીએલ, બેંક ઓફ બરોડા, પીએનબીમાં વેચવાલીએ એક વાગ્યા નજીક ૫૩૩૧ સુધી આવી જઈ ફરી ઉપરમાં ૫૩૪૬ જેટલો થઈ દોઢ વાગ્યા બાદ ઝડપી ઘટાડાની ચાલે નીચામાં ૫૩૧૨.૧૦ સુધી આવી જઈ અફડાતફડીના અંતે ૧૫.૦૫ પોઈન્ટના ઘટાડે ૫૩૨૨.૯૫ બંધ હતો. ટેકનીકલી નિફટી બેઝડ નજીકનો ટ્રેન્ડ હજુ પોઝિટીવ બતાવાઈ રહ્યો છે. નિફટી સ્પોટ મુજબ ૫૩૮૦ મજબૂત અંતિમ પ્રતિકાર સપાટી બતાવાઈ રહી છે. ૫૨૮૫ નીચે બંધ આવવાના સંજોગોમાં નજીકનો ટ્રેન્ડ બદલાશે.
ભારતી એરટેલ બે દિવસમાં ૧૧ ટકા તૂટી રૃ.૨૫૭ઃ એચડીએફસીનું શેરમાં સેલીંગ પૂરું થવામાં?
ટેલીકોમ જાયન્ટ ભારતી એરટેલનો ત્રિમાસિક નેટ નફો ગઈકાલે ૩૭ ટકા ઘટીને આવતા અને ટેલીકોમ ક્ષેત્રે તીવ્ર હરિફાઈ સાથે ટ્રાઈના નવા ધોરણો, સર્વિસ ટેક્ષના વધારાની કંપનીના માર્જીન પર અસર થયાના આંકડાએ શેરમાં સતત બીજા દિવસે લોકલ ફંડોની વેચવાલીએ રૃ.૧૭.૫૫ તૂટીને રૃ.૨૫૬.૮૫ બાવન સપ્તાહની નવી નીચી સપાટીએ આવી ગયો હતો. જે નીચામાં રૃ.૨૫૪.૫૦ થયો હતો. ભારતી એરટેલમાં એચડીએફસીની વેચવાલી થઈ રહ્યાની અને આ વેચવાલી પૂરી થવામાં હોવાની બજારમાં ચર્ચા હતી. અન્ય ટેલીકોમ શેરોમાં પણ વેચવાલીએ આઈડીયા સેલ્યુલર રૃ.૩.૯૦ ઘટીને રૃ.૭૨.૪૦, ટાટા ટેલીસર્વિસિઝ રૃ.૧૨.૨૫, રિલાયન્સ કોમ્યુનિકેશન રૃ.૧.૨૫ ઘટીને રૃ.૫૪.૮૦ રહ્યા હતા.
સ્ટેટ બેંકના આજે પરિણામ અત્યંત નબળા નીવડવાની ધારણાએ રૃ.૨૦૭૯થી તૂટી રૃ.૧૯૬૮ થયો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના આવતીકાલે શુક્રવારે જાહેર થનારા જૂન ૨૦૧૨ અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામ નબળા રજૂ થવાની ધારણા નબળા ચોમાસાને પરિણામે કૃષિ ડૂબત લોનમાં જંગી વધારાની જોગવાઈ સાથે ડેટ રીસ્ટ્રકચરીંગ માટેની અરજીઓમાં થઈ રહેલા ઘસારાની અસરે ફરી મોટી એનપીએ જોગવાઈની અપેક્ષાએ શેરમાં ગાબડું પડયું હતું. શેર શરૃઆતમાં રૃ.૨૦૬૫ ખુલી ઉપરમાં રૃ.૨૦૭૯.૪૦ થઈ ગબડી નીચામાં રૃ.૧૯૬૮.૦૫ સુધી તૂટી જઈ અંતે રૃ.૮૯.૧૫ ઘટીને રૃ.૧૯૭૧.૯૫ રહ્યો હતો. બીએસઈમાં સ્ટેટ બેંકમાં ૯.૫૭ લાખ શેરોમાં રૃ.૧૯૨.૩૨ કરોડનું ટર્નઓવર અને એનએસઈ કેશમાં ૪૨.૯૦ લાખ શેરોમાં રૃ.૮૬૧.૦૧ કરોડનું ટર્નઓવર થયું હતું.
ટાટા મોટર્સ નફામાં ૧૨ ટકા વૃધ્ધિઃ પરિણામ બાદ શેર ઊંચકાયોઃ મહિન્દ્રા રૃ.૨૧ વધીને રૃ.૭૪૪
ઓટોમોબાઈલ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ગઈકાલે જૂન ૨૦૧૨ અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામમાં ચોખ્ખો નફો ૨૫.૯ ટકા વધીને રૃ.૭૭૮.૫૦ કરોડ અને કુલ આવક ૩૫.૨ ટકા વધીને રૃ.૧૦૦૦૩.૯૦ કરોડ જાહેર થતાં સારા પરિણામની તેજી સતત બીજા દિવસે જળવાઈ રહી રૃ.૨૦.૭૫ વધીને રૃ.૭૪૩.૫૦ રહ્યો હતો. ટાટા મોટર્સ દ્વારા આજે જૂન, ૨૦૧૨ અંતના ત્રિમાસિક પરિમામ કોન્સોલિડેટેડ ધોરણે ૧૨.૨૫ ટકા વધીને રૃ.૨૨૪૫ કરોડ અને ચોખ્ખી આવક ૩૦ ટકા વધીને રૃ.૪૩૩૨૪ કરોડ જાહેર થયા બાદ શેર રૃ.૨૩૨ના ઘટયા મથાળેથી પાછો ફરી ઉપરમાં રૃ.૨૪૬.૧૦ જેટલો થઈ અંતે રૃ.૨.૧૦ ઘટીને રૃ.૨૩૯.૩૫ રહ્યો હતો. કોન્સોલિડેટેડ નફાને કંપનીને હૂંડિયામણ નુકસાની- ફોરેન એક્ષચેન્જ ભારતીય રૃપિયાના ડીવેલ્યુએશન બોરોઈંગ રીવેલ્યુએશન, ડીપોઝિટસ અને લોનના રીવેલ્યુએશનને પરિણામે અસર થઈ હોવાનું કંપનીએ જણાવ્યું છે. જૂન ત્રિમાસિકમાં ટાટા મોટર્સનું કર્મશીયલ અને પેસેન્જર વાહનોનું વેચાણ ૩.૬ ટકા ઘટીને રૃ.૧,૯૦,૪૮૩ વાહનોનું થયું છેય જગુઆર લેન્ડ રોવરનું વેચાણ ૩૪.૪ ટકા વધીને ૮૩૪૫૨ થયું છે. અન્ય ઓટો શેરોમાં બજાજ ઓટો રૃ.૧૫.૯૦ વધીને રૃ.૧૬૯૧.૦૫, મારૃતી સુઝુકી રૃ.૫.૩૫ વધીને રૃ.૧૧૪૫.૦૫, ભારત ફોર્જ રૃ.૩૧૧.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્ષ ૪૧.૮૫ પોઈન્ટ વધીને ૯૪૮૨.૮૪ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ફરી તેજીઃ હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૧૧ ઉછળી રૃ.૪૮૭ઃ આઈટીસી પણ વધ્યો
સુરક્ષીત રોકાણ વિકલ્પ સાથે ચોમાસાની પ્રગતિ ધીમી હોઈ એફએમસીજી શેરોમાં ફંડોની લેવાલી ફરી વધી હતી. હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૧૧.૩૫ ઉછળીને રૃ.૪૮૭.૩૦, આઈટીસી રૃ.૩.૯૫ વધીને રૃ.૨૬૫.૮૫, ગોદરેજ કન્ઝયુમર રૃ.૩.૯૫ વધીને રૃ.૬૨૧, નેસ્લે ઈન્ડિયા રૃ.૨૭.૯૦ વધીને રૃ.૪૪૪૨.૦૫, ટાટા ગ્લોબલ બીવરેજીસ એક્સ- ડિવિડન્ડ થતા રૃ.૧૩૦.૬૫, ડાબર ઈન્ડિયા રૃ.૧૨૦.૦૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્ષ ૭૨.૫૯ પોઈન્ટ વધીને ૫૧૯૦.૫૯ રહ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રોફીટ બુકીંગે રૃ.૧૦ ઘટીને રૃ.૭૮૦ઃ એડીએજી ગુ્રપ શેરોમાં પણ તેજીને બ્રેક
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કેજી- ડી૬ બ્લોકમાં ગેસનું ઉત્પાદન વધારવા માટે નવા મૂડી રોકાણની યોજનાને ઓઈલ મંત્રાલયની શરતી મંજૂરીના અહેવાલે શેરમાં આવેલી તેજી બાદ નફારૃપી વેચવાલીએ રૃ.૧૦.૩૫ ઘટીને રૃ.૭૮૦.૩૦ રહ્યો હતો. અનિલ ધીરૃભાઈ અંબાણી- એડીએજી ગુ્રપ શેરોમાં પણ તેજીને બ્રેક લાગી હતી.
મિડસાઈઝ પીએસયુ બેંક શેરોમાં ઓફલોડીંગઃ સ્ટેટ બેંકમાં ધોવાણે બેંકેક્ષ ૮૫ પોઈન્ટ ઘટયો
સ્મોલ- મિડ સાઈઝ પીએસયુ બેંકિંગ શેરોમાં પણ આજે ફંડોના ઓફ લોડીંગે યુનાઈટેડ બેંક રૃ.૨.૫૦ તૂટી રૃ.૫૪.૩૫, આંધ્ર બેંક રૃ.૪.૧૦ ઘટીને રૃ.૯૫૫.૫૫, યુનીયન બેંક રૃ.૬.૫૫ ઘટીને રૃ.૧૬૩.૪૦, ઓરિએન્ટલ બેંક રૃ.૭.૫૫ ઘટીને રૃ.૨૨૯.૫૦, પંજાબ એન્ડ સિંધ બેંક રૃ.૧.૭૦ ઘટીને રૃ.૬૧.૪૦, કેનરા બેંક રૃ.૮.૭૦ ઘટીને રૃ.૩૫૨, સેન્ટ્રલ બેંક રૃ.૧.૮૫ ઘટીને રૃ.૭૦.૨૦, ઈન્ડિયન બેંક રૃ.૪.૨૫ ઘટીને રૃ.૧૭૩.૯૦, આઈઓબી રૃ.૧.૭૦ ઘટીને રૃ.૭૧.૩૫, યુકો બેંક રૃ.૧.૫૫ ઘટીને રૃ.૬૭.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૮૪.૫૧ પોઈન્ટ ઘટીને ૧૧૯૯૧.૬૨ રહ્યો હતો.
સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતું ધોવાણઃ ૨૨૮ શેરોમાં મંદીની સર્કિટઃ ૧૬૧૩ શેરો ઘટયા
સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના ઘણા શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૧૬ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૩ અને વધનારની ૧૧૬૫ રહી હતી. ૨૨૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
ડીઆઈઆઈની રૃ.૭૫૪ કરોડના શેરોની વેચવાલીઃ એફઆઈઆઈની રૃ.૩૩૭ કરોડની ખરીદી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૩૩૭.૧૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૨૨૭૨.૯૪ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૯૩૫.૮૦ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૭૫૪.૪૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૯૮૯.૭૮ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૭૪૪.૧૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
આઈઓસીની રૃ.૨૨૪૫૧ કરોડની જંગી ખોટથી ઓઈલ- ગેસ શેરો ઘટયાઃ બીપીસીએલ રૃ.૧૦ તૂટયો
ઓઈલ- માર્કેટીંગ પીએસયુ કંપનીઓમાં પણ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) દ્વારા રૃ.૨૨૪૫૦.૯૫ કરોડની જંગી ચોખ્ખી ખોટ નોંધાવાતા, સમાનગાળાના રૃ.૩૭૧૮.૭૦ કરોડની તુલનાએ જંગી વધારો થતાં શેર રૃ.૩.૯૦ ઘટીને રૃ.૨૫૨.૧૫, બીપીસીએલ રૃ.૧૦.૪૦ ઘટીને રૃ.૩૪૧.૧૦, એચપીસીએલ રૃ.૭.૨૫ ઘટીને રૃ.૩૧૪.૫૦, કેઈર્ન ઈન્ડિયા રૃ.૬.૧૫ ઘટીને રૃ.૩૧૯.૫૦ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved