Last Update : 10-August-2012, Friday

 

આજે જન્માષ્ટમી ઃ સૌ કૃષ્ણમય બનો; પ્રભુપદ મેળવો
પૂર્ણાવતાર શ્રીકૃષ્ણનો પૃથ્વી પર અવતાર લેવાનો દિવસ

 

- સમાજને ભ્રષ્ટાચાર, ચોરી, કૌભાંડો વગેરેમાંથી મુક્ત કરવાનો પ્રયાસ એટલે ‘કૃષ્ણ ઉપાસના’

 

ભગવાન શ્રીવિષ્ણુનો આઠમો અને અનન્ય પૂર્ણાવતાર એટલે ભગવાન શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણનું સંપૂર્ણ જીવન જ આદર્શમય હતું. નાનપણમાં પોતાની લીલાઓથી ગોકુળવાસીઓને મોહિનીથી વશ કરી લેનારા શ્રીકૃષ્ણએ આગળ જતાં અનેક અદ્વિતીય પરાક્રમો કરીને પોતાના અવતારી કાર્યની ઓળખાણ કરાવી આપી. અર્જુનને ગીતાનો ઉપદેશ આપીને અખિલ માનવજાત સમક્ષ જીવનનું તત્ત્વજ્ઞાન પ્રસ્તુત કરનારા શ્રીકૃષ્ણ એકમોવાદ્વિતીય છે. ગોકુળઆઠમને નિમિત્તે શ્રીકૃષ્ણ ભગવાનની કેટલીક વિશિષ્ટતાઓનો પરિચય કરી લઇએ.
મહાભારત અને ભાગવત અનુસાર ઈ.સ. ૩૧૮૫ વર્ષમાં, શ્રાવણ વદ આઠમની મધરાતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. વિક્રમસંવત પ્રમાણે આ તિથિ શ્રાવણ વદ આઠમની રાત્રે ઉજવવામાં આવે છે. આજે ગુરૂવારે ઉજવાશે. આ દિવસે શ્રીકૃષ્ણ તત્ત્વ વાતાવરણમાં અન્ય દિવસોની તુલનામાં એક સહસ્ત્ર ગણું વધારે પ્રમાણમાં કાર્યરત રહે છે. આ દિવસોમાં વૃંદાવનમાં દોલોત્સવ હોય છે.
શ્રીકૃષ્ણને પૂર્ણાવતાર શા માટે કહેવામાં આવે છે?
શ્રીકૃષ્ણની એક જ સમયે ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિઓના સ્તર પર કાર્ય કરી શકે છે; તેથી તેમને ‘પૂર્ણાવતાર’ એમ કહ્યું છે.
દ્વરૂઘઙ્ઘ્‌પ્ શ્ન્‌ઢિંયશ્ન્‌પ્ર્ ંઝપ્ય હ્લઝઊં્‌ેઊંઝય ળ
ાૃ્રઙ્ઘઽથ ડ્ડલ્યૈ્‌ઝ્‌ૈ્‌્‌પ્ ઙ્મ્‌યેંશ્નવ્‌પ્ ઝઊં્‌ય ઝઊંથ ળળ
અર્થ ઃ સર્વ દુઃખોનું હરણ કરનારા, ભક્તોની પીડા, ક્લેશ દૂર કરનારા, શરણાગતોને અભય પ્રદાન કરનારા અને નિસ્સીમ ભક્તોને આનંદ પ્રદાન કરનારા, વાસુદેવ કૃષ્ણને હું વંદન કરું છું!
આ શ્વ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણની જુદી જુદી ગુણવિશિષ્ટતાઓનું સ્મરણ કરીને તેમને નમન કર્યું છે. એમ કરવાથી ભક્તનો ભગવાન પ્રત્યે ભાવ નિર્માણ થવાથી તેઓ ભગવાનની કૃપાને પાત્ર (લાયક) બને છે.
ગોપાળકાલાનું આઘ્યાત્મિક મહત્ત્વ અને તેના લાભ
‘ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજમંડળમાં ગાયો ચરાવતી વેળાએ પોતાનું અને ગોઠિયાઓનું ભાથું ભેગું કરીને બધી વાનગીઓ ભેળવીને (ભેળ) કાલો કર્યો અને સહુકોઇની સાથે ગ્રહણ કર્યો. આ કથાને અનુસરીને ગોકુઠઆઠમના બીજા દિવસે કાલો કરવાની અને દહીં-મટુકી ફોડવાની પ્રથા પડી. ગોપાળકાલા, આ તહેવારને આઘ્યાત્મિક અને પૌરાણિક પાર્શ્વભૂમિ છે અને તે શાસ્ત્ર ઘ્યાનમાં લઇને ઊજવવાથી જીવને તેની અનુભૂતિ થઇ શકે છે.
કાલામાં રહેલા પ્રમુખ ઘટકો
પૌઆ, દહીં, દૂધ, છાસ અને માખણ આ કાલામાં રહેલાં પ્રમુખ ઘટકો તે તે સ્તર પરની ભક્તિના નિર્દેશક છે.
અ. પૌઆ ઃ વસ્તુનિષ્ઠ ગોપભક્તિનું પ્રતીક (ભલે ગમે તે થાય, છતાં શ્રીકૃષ્ણ ભગવાન સાતે એકસેરમાં પરોવાઇ ગયેલાં ગોઠિયાઓ)
આ. દહીં ઃ વાત્સલ્યભાવ દ્વારા પ્રસંગે દંડ દેનારી માતૃભૂક્તિનું પ્રતીક
ઇ. દૂધ ઃ ગોપીઓની સહેજ સગુણ મઘુરાભક્તિનું પ્રતીક
ઈ. છાસ ઃ ગોપીઓની વિરોધાભક્તિનું પ્રતીક
ઉ. માખણ ઃ સહુકોઇનું ભગવાન શ્રીકૃષ્ણ પરના ઉત્કટ હેતના નિર્ગુણ ભક્તિનું પ્રતીક
આ દિવસે બ્રહ્માંડમાં કૃષ્ણતત્ત્વની આપતત્ત્વયુક્ત પ્રવાહી વેગવાન લહેરોનું આગમન થાય છે. કાલામાં રહેલાં પદાર્થો આ લહેરો ગ્રહણ કરવામાં મોખરે હોય છે.
શ્રીકૃષ્ણજન્માષ્ટમીનું વ્રત
શ્રીકૃષ્ણજન્માષ્ટમીનું વ્રત શ્રાવણ વદ આઠમને દિવસે કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે જ કે શ્રાવણ વદ નવમીના દિવસે પારણું કરીને વ્રત સંપન્ન કરવામાં આવે છે. આ વ્રત સર્વમાન્ય છે. આ વ્રત બાળકો, યુવકો, ઘરડાઓ, સ્ત્રી-પુરૂષ બધા જ કરી શકે છે. આ વ્રતનું ફળ છે, પાપનાશ, સૌખ્યવૃદ્ધિ, સંતતી- સંપત્તિ અને વૈકુંઠપ્રાપ્તિ.
શ્રીકૃષ્ણજન્માષ્ટમીના દિવસે નામજપનું મહત્ત્વ
શ્રીકૃષ્ણજન્માષ્ટમીના દિવસે પૃથ્વી પર કૃષ્ણતત્વ અન્ય દિવસોની તુલનામાં ૧ સહસ્ત્ર ગણું વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે. તેથી આ દિવસે ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ આ નામજપ વધારેમાં વધારે કરવાથી વાતાવરણમાં રહેલા કૃષ્ણતત્ત્વનો આપણને આઘ્યાત્મિક સ્તર પર લાભ થાય છે.
શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કેવી રીતે કરવું?
ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતાં પહેલાં ઉપાસકે પોતાને મઘ્યમાથી, અર્થાત્‌ વચલી આંગળીથી બે ઊભી લીટીનું ચંદન લગાડવું અથવા ભરચક ઊભું ચંદન લગાડું. શ્રીકૃષ્ણ ભગવાનની પૂજામાં તેમની પ્રતિમાને ચંદન લગાડવા માટે ગોપીચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતી વેળાએ તેમને કરંગળીની પાસેની આંગળી, અર્થાત્‌ અનામિકાની ચપટીમાં લઇને ચરણો પર ચઢાવવું, અંગૂઠો અને અનામિકા જોડવાથી થનારી મુદ્રાને કારણે પૂજકના શરીરમાં રહેલા અનાહતચક્રની જાગૃતિ થાય છે. તેથી ભક્તિભાવ નિર્માણ થવામાં સહાયતા થાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 

 

 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved