Last Update : 10-August-2012, Friday

 

એસિડના હુમલાનો શિકાર સ્ત્રીઓ માટે કેવળ કાનૂની કવચ-કુંડળ પૂરતાં નથી

આવા ગુનાને બિનજામીનપાત્ર બનાવવા ઉપરાંત ભોગ બનેલી વ્યક્તિઓના પુનર્વસનની જોગવાઈ પણ થવી જોઈએ. હુમલાખોરોને ડામવા માટે ભારે દંડ તેમજ એસિડના ઉત્પાદન-વેચાણ પર કડક અંકુશો લાદવા જરૃરી છે

ધનબાદની ૨૭ વર્ષની સોનાલી મુખરજીને ડર છે કે તેને ક્યારેય ન્યાય નહિ મળે. ૨૦૦૩માં તેની સાથે અડપલાં કરનારા ત્રણ યુવકોનો હિંમતથી સામનો કરવા જતાં રોષે ભરાયેલા ત્રણેએ તેના ચહેરા ઉપર એસિડ ફેંક્યો અને તેને કદરૃપી બનાવી દીધી. આ હુમલામાં તેણે દ્રષ્ટિ ગુમાવી. જોકે હજી તે ન્યાય મેળવવા માટે મથી રહી છે, પરંતુ પેલા ત્રણે નરાધમો ત્રણ વરસના ેજેલવાસ ભોગવ્યા બાદ જામીન પર છૂટી ગયા છે.
ચહેરા પર ૨૨ શસ્ત્રક્રિયાઓ કરાવી ચૂકેલી સોનાલી સાવ હતાશ-નિરાશ બની ગઈ છે.
તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ૨૦૧૨ના ફોજદારી ધારામાં સુધારો સૂચવતા ખરડામાં એસિડનો ભોગ બનેલી વ્યક્તિ માટે ખાસ જોગવાઈ ઉમેરવાની ભલામણને મંજૂરી આપી ત્યારે કેટલાકે તેની ખૂબ પ્રશંસા કરી હતી. છતાં ઘણા માને છે કે માત્ર આ સુધારા પૂરતા નથી.
ઈન્ડિયન પિનલ કોડમાં પહેલીવાર એસિડના હુમલાનો એક અલગ જોગવાઈરૃપે સમાવેશ કરવામાં આવ્યો છે. એવી ભલામણ કરવામાં આવી છે કે આઈ.પી.સી.ની ૩૨૬મી કલમમાં એસિડના હુમલાથી કરાયેલી ઈજાને '૩૨૬-એ'ની કલમ તરીકે ે અને એસિડ ફેંકવાની કોશિશને ૩૨૬-બી કલમ તરીકે ઉમેરવી. આ ગુના બિનજામીનપાત્ર અપરાધો ગણાય છે.
હવે પાર્લામેન્ટમાં પસાર કરાનારા આ નવા ખરડામાં એવી ભલામણ કરાઈ છે કે એસિડ ફેંકીને ઈજા પહોંચાડનારા હુમલાખોરને દસ વરસથી લઈને આજીવન કેદ સુધીની સજા ફટકારવી અને તેનો પ્રયાસ કરનારા કે કરનારીને સાત વરસ સુધી જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.
અત્યાર સુધી એસિડના હુમલા માટે કોઈ અલગ કાયદાની જોગવાઈ કરવામાં નહોતી આવી. આવા કેસો ૩૨૦મી કલમ(શરીર પર ફોલ્લા ઊઠે અથવા ચહેરો વિકૃત બની જાય એવી ઈજા કરવી), ૩૨૨ અને ૩૨૫મી કલમ(જાણીજોઈને ગંભીર ઈજા કરવી) અને ૩૨૬મી કલમ(જીવલેણ હથિયાર અથવા સાધનથી ગંભીર ઈજા પહોંચાડવી) હેઠળ નોંધવામાં આવતા. આ કલમો હેઠળ આરોપીને એક વરસ થી લઈને ૧૦ વરસ સુધી જેલમાં પૂરવામાં આવતો હતો.
પરંતુ વકીલોના મત મુજબ પ્રસ્તાવિત ખરડામાં ઉમેરાયેલી આટલી જોગવાઈઓ પૂરતી નથી. આ કેવળ એક ઉપરછલ્લો દિલાસો છે. સરકારે મકોકા(મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ)ની માફક એક કડક કાયદો બનાવવો જોઈએ, જેમાં આરોપી સામે દેખીતો આક્ષેપ હોય, તો તેને જામીન અપાતા નથી. જો આવી કોઈ સખત જોગવાઈ નહિ હોય, તો સોનાલી મુખરજીના કેસમાં બન્યું તેમ આરોપીઓ બિન્ધાસ્ત છૂટી જશે અને ફરીથી ફરિયાદીને ઈજા પહોંચાડશે.
મુખરજીના કેસમાં આ જોખમ સાચું પડતું જણાય છે, કેમકે તેણે કહ્યું હતું કે આરોપીઓએ તેને ધમકી આપી હતી કે જો તે કેસ પાછો નહિ ખેંચી લે, તો તેઓ તેને મારી નાખશે. તેમના બીજા હુમલાથી મને બચાવવાની અને માર ું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારે ઉપાડી લેવી જોઈએ. સોનાલી અત્યારે દિલ્હીમાં સરકાર, ચળવળકારો અને વકીલો પાસેથી સહકાર મેળવવાની કોશિશ કરી રહી છે.
સામાજિક ઝુંબેશકારો કહે છે કે અત્યારના પ્રસ્તાવિત કાયદાની અંદર એસિડ-હુમલાનો ભોગ બનનારાના રક્ષણની કોઈ જોગવાઈ નથી. કાયદાએ ભોગ બનેલાના રક્ષણની જવાબદારીનો બોજ સરકાર પર લાદવો જોઈએ, એમ બેંગલોરની 'કેમ્પેઈન એન્ડ સ્ટ્રગલ અગેઈન્સ્ટ એસિડ એટેક્સ ઓન વિમેન'(સ્ત્રીઓ પરના એસિડ-હુમલા સામેનો પ્રચાર અને લડત) નામની સંસ્થાની સ્થાપક-સભ્ય સુષમા વર્માએ જણાવ્યું હતું.
જોકે નવા કાયદામાં એસિડના હુમલાનો ભોગ બનનારી વ્યક્તિને આર્થિક વળતર ચૂકવવાની જોગવાઈ સામેલ કરવામાં આવી છે. એ મુજબ હુમલાનો ભોગ બનેલી વ્યક્તિને આરોપી પાસેથી વળતર પેટે રૃ.૧૦ લાખ મળશે.
જોકે બેંગલોરના 'હ્યુમન રાઈટ્સ નેટવર્ક' નામની સંસ્થાના વકીલોનો સામુહિક મત એવો છે કે આ રકમ હજી વધારવી જોઈએ, કારણ કે એસિડથી વિકૃત થઈ ગયેલા ચહેરાની સર્જરીનો ખર્ચ લગભગ ૧૫ લાખ રૃપિયા જેટલો થાય છે.
વકીલોને એવું પણ લાગે છે કે વળતરની રકમ ચૂકવવાનો ખર્ચ આરોપીને માથે નાખી દેવાથી હુમલાનો ભોગ બનેલી વ્યક્તિને કશો લાભ નહિ થાય, કેમકે મોટાભાગના આરોપીએ ગરીબ પરિવારોના હોય છે. તેઓ આટલી મોટી રકમ ભરપાઈ નહિ કરી શકે. આથી કાયદામાં એવી જોગવાઈ પણ ઉમેરવી જોઈએ કે જ્યારે આરોપી વળતરના લાખો રૃપિયા ન ચૂકવી શકે તેવા કિસ્સામાં રાજ્ય સરકારને વળતર ચૂકવવા માટે જવાબદાર બનાવવી જોઈએ. ઉપરાંત ભોગ બનેલી વ્યક્તિને વહેલામાં વહેલી તકે આર્થિક મદદ મળવી જોઈએ, જેથી તાબડતોબ તેની સર્જરી કરાવી શકાય.
તાજેતરમાં દિલ્હી સરકારે પણ જાહેરાત કરી હતી કે એસિડના હુમલાના પરિણામે ચહેરો વિકૃત થઈ ગયાની પીડા ભોગવનારી વ્યક્તિને સરકાર રૃ.૩ લાખ સુધીનું વળતર આપશે.
પરંતુ કમનસીબ હકીકત એ છે કે સોનાલી મુખરજીના વતનના રાજ્ય ઝારખંડમાં આવો કોઈ રાહતદાયક કાયદો નથી. ''મારા તરડાઈ ગયેલા ચહેરાની સારવાર માટે મારા પિતાને તેમની જમીન વેચી દેવી પડી હતી. અમને સરકાર પાસેથી એક રૃપિયાની પણ મદદ મળી નથી,'' એવો બળાપો મુખરજીએ વ્યક્ત કર્યો હતો.
ઝારખંડે આવા હુમલાને ડામવા માટે વધુ સક્રિય થવાની તાતી જરૃરત છે, કેમકે આ રાજ્યમાં એસિડ હુમલાના કિસ્સા અવારનવાર બનતા રહે છે. રાંચીની દેવકમલ હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો.અનંત સિન્હા કહે છે કે અમારી હોસ્પિટલમાં વરસેદહાડે એસિડ-હુમલાના પાંચથી છ કેસ આવે છે. ડો.સિન્હાએ મુખરજીની સારવાર મફત કરી આપવાની તૈયારી દર્શાવી છે.
જોકે ભારતભરમાં દર વરસે એસિડના હુમલાનો શિકાર કેટલી વ્યક્તિઓ બને છે તે વિશેના કોઈ સત્તાવાર આંકડા મળતા નથી. પરંતુ ૨૦૧૧માં ન્યુ યોર્કમાં આવેલી કોર્નેલ લૉ સ્કૂલના 'એવોન ગ્લોબલ સેન્ટર ફોર વિમેન એન્ડ જસ્ટિસ'માં કરાયેલા એક અભ્યાસ મુજબ ભારતમાં જાન્યુઆરી ૨૦૦૨થી લઈને ઓક્ટોબર ૨૦૧૦ સુધીમાં એસિડના હુમલાના ૧૫૩ કેસ નોંધાયા હતા. કર્ણાટકમાં ૧૯૯૯થી આવા હીચકારા હુમલાના ૭૫ કેસ નોંધાયા છે.
સામાજિક ચળવળકારો અનેવકીલોનો આગ્રહ છે કે એસિડની ખરીદી અને વેચાણ પર અંકુશ મૂકતા કડક કાયદા બનાવવાની જરૃરત છે.
૨૦૦૮માં સ્ત્રીઓના રાષ્ટ્રીય પંચ 'નેશનલ કમિશન ફોર વિમેન' દ્વારા 'પ્રિવેન્શન ઓફ ઓફેન્સિસ(બાય એસિડ્સ ) એક્ટ' નામનો એક અલગ કાયદો ઘડવાની ભલામણ કરાઈ હતી. તેમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે સરકારને એસિડના ં ઉત્પાદન, સંગ્રહ, આયાત, વેચાણ અને વિતરણ પર નિયંત્રણ મૂકવાના વ્યૂહ ઘડવાની ભલામણ કરવા માટે એસિડ-હુમલાનો શિકાર બનેલી વ્યક્તિને મદદરૃપ થનારા એક રાષ્ટ્રીય બોર્ડની રચના કરવી જોઈએ.
૨૦૦૬માં અપર્ણા ભટ નામની એક મહિલા વકીલે એસિડના હુમલાનો ભોગ બનનારાઓ માટે એક સ્વતંત્ર કાયદો અમલી બનાવવા માટે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી(પી.આઈ.એલ.) કરી હતી અને દુકાનોમાં ઠેર ઠેર આસાનીથી વેચાતી એસિડની બાટલીઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. અપર્ણાએ કહ્યું હતું કે અત્યારે કોઈપણ હાર્ડવેરની દુકાનમાં એસિડ તાબડતોબ મળી જાય છે. દુકાનોમાં વેચાતા એસિડ્સના ખુલ્લેઆમ વેચાણને અટકાવવા માટે જો કોઈ કાનૂની અંકુશ નહિ મુકાય, તો આવા હુમલાઓ કદાપિ ખાળી કે ટાળી નહિ શકાય.
રાષ્ટ્રીય મહિલા પંચનાં ભૂતપૂર્વ ચેરપર્સન ગિરિજા વ્યાસ માને છે કે નિર્માતાઓ દ્વારા વેચાતા વિવિધ પ્રકારના એસિડ ઉપર સરકારે આકરા કરવેરા અને ફી લાદવાં જોઈએ. એ પૈસામાંથી એક અલાયદું ફંડ ઊભું કરવું જોઈએ, જેનો ઉપયોગ એસિડ-હુમલાનો શિકાર બનેલી વ્યક્તિને તાત્કાલિક ધોરણે વળતર આપવા માટે થઈ શકે.
વકીલોના અભિપ્રાય મુજબ સરકારે એસિડ-હુમલાનો શિકાર બનેલી વ્યક્તિઓના પુનર્વસન માટે એક વ્યવસ્થિત સિસ્ટમ ઊભી કરવી જોઈએ. પુનર્વસનની આ વ્યવસ્થામાં શિક્ષણ, નોકરી, આવાસની સુવિધા અને બીજાં કલ્યાણકારી પગલાંની જોગવાઈઓનો સમાવેશ કરવો જોઈએ.
આવા સુધારા અમલી બનશે ત્યારે જ વિના કારણ એસિડના હુમલાનો શિકાર બનનારી સોનાલી મુખરજી જેવી કેટલીયે બીજી નિર્દોષ યુવતીઓ માટે એક નવી જિંદગીનો સૂર્યોદય થશે. પરંતુ એસિડ જેવો જ તેજાબી અને તગતગતો- સણસણતો સવાલ એ છે કે આપણા દેશમાં આવો કડક કાયદો કદાચ ઘડાય તોપણ એનો અસરકારક અમલ ક્યારે થશે ?
- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved