Last Update : 10-August-2012, Friday

 
 

ભારતની એકમાત્ર મહિલા કુસ્તીબાજ ગીતા ફોગાટ પ્રથમ રાઉન્ડમાં હારી
દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો બોક્સિંગમાં ભારતના પડકારનો અંત

ભારતના આઠ બોક્સરોમાંથી એકમાત્ર મેરી કોમ મેડલ જીતી

વિજેન્દરે કંગાળ દેખાવ માટે જજીસને જવાબદાર ગણાવ્યા

લંડન,તા.૯
ઓલિમ્પિક કુસ્તીમાં ભારતની એકમાત્ર મહિલા કુસ્તીબાજ ગીતા ફોગાટ પ્રથમ રાઉન્ડમાં જ હારી હતી પણ તેને હરાવનારી કુસ્તીબાજ ફાઇનલમાં પહોેચતા ગીતાને રીપે ચાર્જમાં બ્રોન્ઝની તક મળી હતી. મહિલાઓની ૫૫ કિગ્રા ફ્રિસ્ટાઇલ કુસ્તીમાં ભારતની ગીતાને કેનેડાની તોન્યા લીન વીરબીકે ૧-૩થી પરાજય આપીને પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકી હતી. અગાઉ ગઇકાલે મોડી રાત્રે ભારતના યુવા બોક્સર એલ.દેવેન્દ્રો સિંઘને જોરદાર દેખાવ છતાં ક્વાર્ટર ફાઇનલમાં પરાજય સહન કરવો પડયો હતો. આ સાથે ઓલિમ્પિક બોક્સિંગમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. ૪૯ કિગ્રા વજન વર્ગના લાઇટ-ફ્લાય વેઇટમાં દેવેન્દ્રોને આયર્લેન્ડના પેડી બાર્નેસે ૧૮-૨૩થી પરાજય આપ્યો હતો. આ સાથ લંડન ઓલિમ્પિક બોક્સિંગમાં ભાગ લેવા ગયેલા ભારતના આઠ બોક્સરોમાંથી એકમાત્ર મેરી કોમ જ મેડલ જીતવામાં સફળ રહી હતી. જો કે ઓવરઓલ ભારતનો દેખાવ ઉત્સાહજનક રહ્યો હતોઅનેભારતના સાતમાંથી બે બોક્સરો ક્વાર્ટર ફાઇનલમાં અને ત્રણ બોક્સરો પ્રિ-ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર ખેડવામાં સફળ રહ્યા હતા.
લંડન ગેમ્સમાં ભારતીય બોક્સરોની નિષ્ફળતા બાદ વિજેન્દરે જણાવ્યું હતુ કે, જજીસના કેટલાક નિર્ણયોને કારણે અમારી ટીમના ઉત્સાહ પર અસર થઇ હતી. વિજેન્દરે સુમિત તેમજ મનોજ કુમારની બાઉટમાં સર્જાયેલા વિવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું હતુ કે, ઓલિમ્પિક જેવી મોટી ટુર્નામેન્ટમાં આવી ઘટના બને તેમ માની શકાય તેમ નથી. મારા મતે તો સુમિત, મનોજ અને દેવેન્દ્રો તેમની મેચ જીતી ચુકેલા હતા પણ તેમને તેમના પંચ પર પોઇન્ટ જ ન અપાયા. સિસ્ટમ અમારા તરફ વધુ ક્રૂર હોય તેમ લાગ્યું અને આ પ્રકારના સ્કોરિંગને કારણે ટીમના ઉત્સાહ પર અસર થઇ હતી.
આયર્લેન્ડના બાર્નેસ સામે ભારતના દેવેન્દ્રો સિંઘને આંતરરાષ્ટ્રીય કક્ષાના ઓછા અનુભવને કારણે ફટકો પડયો હતો. બેઇજિંગ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુકેલા બાર્નેસે તેના ઓફેન્સ અને ડિફેન્સના ગજબનાક કોમ્બીનેશન સાથે દેવેન્દ્રોને હંફાવ્યો હતો. એક તબક્કે સ્કોર ન થવાથી અકળાયેલા દેવેન્દ્રોએ તેના હરિફ સાથે જોરથી માથુ પણ ટકરાવ્યું હતુ, જેના કારણે તેને બે પોઇન્ટની પેનલ્ટી થઇ હતી. બાર્નેસે બીજા રાઉન્ડમાં નિર્ણાયક દેખાવ કરતાં ૧૭-૧૦થી સરસાઇ મેળવીને જીત તરફ આગેકૂચ કરી હતી. ત્રીજા રાઉન્ડમાં મેચમાં પુનરાગમન કરવાનો પ્રયાસ દેવેન્દ્રોએ કર્યો હતો અને તે રાઉન્ડમાં ભારતીય બોક્સર ૮-૬થી જીત્યો હતો.
વિમેન્સ હાઇજમ્પમાં ભારતની સહાના બહાર
ભારતની સહાના કુમારી મહિલાઓની હાઇ જમ્પ ઇવેન્ટમાં ફાઇનલમાં પણ ક્વોલિફાય થઇ શકી નહતી.ક્વોલિફાઈંગમાં સહાના ૧.૮૦ મીટરના હાઇજમ્પ સાથે ૨૯માં ક્રમે રહી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved