Last Update : 10-August-2012, Friday

 

નરગીસ ફખ્રી અંગત જીવન તેમજ સંઘર્ષ પર પ્રકાશ પાડે છે

 

નરગીસ ફખ્રી પણ બોલીવૂડની ઘણી અભિનેત્રીઓની જેમ મોડલંિગ ક્ષેત્રમાંથી આવી છે. મોડેલંિગ અને અભિનયમાં જમીન આસમાનનો ફરક છે એટલું જ નહીં ખાવાના ખેલ પણ નથી તેમ નરગીસ કહે છે. તેમાંય વળી પરિવાર તથા મિત્રોથી દૂર રહીને તેમના સપોર્ટ વગર સંઘર્ષ કરવાને , તેમજ બિન ફિલ્મી પરિવારમાંથી આવી હોવાથી તેમજ ભાષાની મુશ્કેલી વગેરેને નરગીસ વઘુ કઠિન કહે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમને સતત વ્યસ્ત રાખે છે તેમ તેનું કહેવું છે. ફિલ્મમાં કામ મેળવવા માટે પ્લાનંિગ, મિટંિગ, તેમજ અભિનયના ક્લાસિસમાં જવાનું એ બઘું ઘણો પરિશ્રમ માગી લે તેવું હોવાનું તેનો અનુભવ છે.આમ પણ જીવનમાં કાંઇ સરળ નથી પરિશ્રમ કર્યા વિના કાંઇ મળતું નથી તે નરગીસ સારી રીતે જાણે છે. સંજોગો સાથે તાળમેળના તે પૂરા પ્રયાસ કરી રહી છે.
લોકો ભલે ફિલ્મ ઉદ્યોગને ‘ગ્લેમરસ’ કહેતો હોય પરંતુ નરગીસને આમ લાગતું નથી. ‘‘ આ ફક્ત બહારથી જ લોકોન ેગ્લેમરસ દેકાય છે. આ ક્ષેત્રમાં સતત લોહી, પરસેવો તથા આંસુ વહાવવા પડે છે. એટલું જ નહીં વાળ, મેકઅપ , પરિધાન તથા હાઇહિલ્સ વગર જરાય ચાલતું નથી.’’ મને હાઇહિલ્સ તથા મેકઅપ બિલકુલ પસંદ નથી, મને નથી લાગતું કે તે મારા વ્યક્તિત્વમાં બદલાવ લાવી શકીશ. જીવનનમાં મારો ઘ્યેય શું છે તે હું સારી રીતે જાણું ું.’’
મૂળ પાકિસ્તાની નરગીસ ન્યુયોર્કમાં રહેલી છે. ભારતનો તેમાંય મુંબઇનો અનુભવ તેનો સારો તેમજ રસપ્રદ છે તેમ તે કહે છે. તેને વિવિધ અનુભવો થયા છે જે તે બધા જ જણાવી શકે તેમ નથી. અહીંના વિવિધ તહેવારો, ફૂડ, સંગીત, રંગ, અને લોકો જોઇને શરૂઆતમાં તે અચંબામાં પડી ગઇ હતી.વિવિધ સ્થળોએ મુસાફરી કરીને તેણે અલગ અલગ અનુભવો મેળવ્યા છે. એ જ્યારે ન્યુયોર્કમાં હોય છે ત્યારે ખરેખર મુંબઇની ખોટ તેને સાલે છે.
નરગીસ મૂળ પાકિસ્તાની હોવા છતાં ભારતમાં તેને કોઇ તકલીફ સહન કરવી પડતી નથી.
નરગીસ ફખ્રીને અફવાઓની કોઇ પડી નથી. તેને તે હસી કાઢે છે. તે કહે છે કે સચ્ચાઇ શું છે તે હું જાણતી હોવાથી અફવાઓ પ્રત્યે બિલકુલ ઘ્યાન આપતી નથી.
એક અભિનેત્રી બનવા માટે નરગિસે ઘણા પડકાર ઝીલવાના છે. મૂળતો અભિનયમાં ઝંપલાવાનાથી લઇને એકલતા પર વિજય મેળવવાનો અને તે માટે જ તે પોતાને વઘુ પડતી વ્યસ્ત રાખે છે. ભાષા, નૃત્ય અને અભિનય મારા માટ ેપડકારરૂપ છે પરંતુ તે શીખવા માટે તો મને પ્રોફેશનલોની મદદ મળે છે. પરંતુ એકલતા સહન કરવી. એ મારા માટે બહુ મુશ્કેલ છે એમ તે કહે છે. સ્ત્રીઓમાં ફેશન વિશે પોતાના વિચારો જણાવતા નરગીસ ફખ્રી કહે છે કે, હું દુનિયાના ફેશનના રાજ્યોમાંના એક ન્યુયોર્ક ખાતેથી આવી છું. તેથી મને મહિલાઓ ફેશન પ્રત્યે કારકિર્દી બનાવે તેમાં કોઇ વાંધો જણાતો નથી. ‘મારા,પરિવારના તેમજ મારા મિત્રોના ડ્રેસીસની ડિઝાઇન હું જ નક્કી કરતી હતી. એટલું જ નહીં અમારા ‘વ્હાલા જાનવર-પેટ્‌સ’ના પોશાક પણ હું જ કરતી. સંજોગાવશ મને ફેશન ડિઝાઇનરને બદલે મોડલંિગ ક્ષેત્ર મળી ગયું અને મને આ ક્ષેત્રથી આનંદ પણ બહુ છે. આ મારા માટે એક નવો જ અનુભવ છે.
નરગીસને રોમેન્ટિક કોમેડીમાં કામ કરવાની ઇચ્છા છે. તેને હસવાની ઘણી જરૂર છે તેમ તેનું કહેવું છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved