Last Update : 10-August-2012, Friday

 

કે કે મેનન ‘કો ગુસ્સો ક્યોં આતા હૈ?’

 

કેકે મેનન નારાજ છે. સિનેમામાંથી ખોવાઈ ગયેલી કળાને તે શોધી રહ્યો છે. આજની ફિલ્મો જોઈને તે ઘણો અપસેટ થાય છે. ફિલ્મસર્જકો વાર્તા કરતા પૈસાને વઘુ મહત્ત્વ આપતા થઈ ગયા હોવાનું તેને દુઃખ છે. જો કે આ કારણે તે લોકો પર ગુસ્સે થતો નથી. માત્ર પ્રશ્નો દ્વારા જ તે તેના મનના અસંતોષને વ્યક્ત કરે છે.
કે કેએ જણાવ્યા પ્રમાણે લોકોે તેને તેની ફિલ્મ ટ્રેજેડી છે કે કોમેડી? એવા પ્રશ્નો પૂછે છે ‘‘મારે માટે એ એક સુંદર મજાની નવી વાર્તા છે. બસ, આ સિવાય હું મારી ફિલ્મોનું વર્ગીકરણ કરતો નથી. આજકાલ ઘણી બનાવટી વસ્તુઓ ચકરાવા લઈ રહી છે,’’ કે કે કહે છે.
તેની એક ફિલ્મના શૂટંિગ દરમિયાન લિફ્‌ટ બગડી ગઈ હોવાથી કેકેએ ૨૮ માળ ચઢવા પડ્યા હતા. ‘‘હું સપ્તાહમાં ત્રણ દિવસ ત્રણ કલાક ટેનિસ રમું છું. દરેક અભિનેતાની જેમ હું પણ મારી જાતને ફિટ રાખું છું. સામાન્ય રીતે મનુષ્યે ફિટ રહેવાની જરૂર છે. તે સમયે અમે એક ઊંચા બિલ્ડંિગમાં શૂટંિગ કરતા હતા અને બિલ્ડંિગની બધી લિફ્‌ટ બગડી ગઈ હતી. આથી હું ૨૮ માળ ચઢીને ગયો હતો. લાઈટ અને બીજા બધા ઉપકરણો સાથે આટલા દાદરા ચઢીને યુનિટના સભ્યોની કેવી હાલત થઈ હશે એ કલ્પી શકાય છે. તેમને માટે આ એક મુશ્કેલ કામ હતું.’’
ચાલીસીનો ઊંબરો વટાવવાની તૈયારી કરતા કેકેની ઉંમર જણાતી નથી. ‘‘મને લાગે છે કે કલાકારો, કલાકારો હોવાનો દાવો કરતા સ્ટાર્સ નહીં,’ ભારતીય લશ્કર માટે યોેગ્ય છે. કારણ કે, કલાકારો કલ્પનામાં પણ ન આવે એવા સમયે કલ્પનામાં પણ આવે નહીં એવી વસ્તુઓ કરે છે. તમે ૧૫ દિવસ સુધી રાત્રે એકધારું શૂટંિગ કરો તો તમારી ‘બોડી ક્લોક’ અસ્તવ્યસ્ત થઈ જાય છે. મોડી રાત સુધી કામ કરો અને મળસ્કે ચાર વાગ્યે તમે સૂવાનો વિચાર કરતાં હો ત્યારે તમારો દિગ્દર્શક તમને સ્મિત સહિત એક દ્રશ્યનું શૂટંિગ કરવા કહે છે, ‘‘કે કે કહે છે.
ટિ્‌વટર કે ફેસબુક દ્વારા લોકો સાથે સંપર્કમાં રહેવામાં તે માનતો નથી. આ બાબતે તે જૂની સ્કૂલનો નિશાળિયો છે. તે જાતેજ લોકો સાથે વાત કરવી પસંદ કરે છે. તેણે પોતાનું ઈ-મેઈલ આઈડી પણ બનાવ્યું નથી. આ બધાથી દૂર રહેવાને કારણે તમારું જીવન ગૂંચવાઈ જતા બચી જાય છે. કમ્યુનિકેશન સારું છે. પરંતુ તેની અતિશયોક્તિ નુકસાનને નોતરે છે. જરૂર કરતા વઘુ જાહેર કરવાથી વ્યક્તિને સમજવામાં ભૂલ થઈ શકે છે. દરેક શબ્દ, પૂર્ણવિરામ, અલ્પવિરામ જેવી વસ્તુનો ગલત અર્થ લઈ શકાય છે. એમ કે કે દલીલ કરતા કહે છે.
કેટલાક મહિના પહેલા રિલીઝ થયેલી ફિલ્મમાં કે કેએ અલ્બર્ટ પિન્ટોનું પાત્ર ભજવ્યું હતું. અલ્બર્ટ પિન્ટો કો ગુસ્સો ક્યોં આતા હૈ પૂછતાં આ અભિનેતા કહે છે, ‘‘મારા જીવનમાં હું એક એવા તબક્કા પર પહોંચ્યો છું. જ્યાં હું મૂરખ લોકોને સહન કરી શકું તેમ નથી.’’
‘‘ટિ્‌વટંિગનો ઉપયોગ પબ્લિસિટી માટે થાય છે. તમે કોઈ વિવાદાસ્પદ ટિ્‌વટ કરો અને તેની ચર્ચા થાય છે. પીઆર કારકિર્દી બનાવી શકે છે. એમ હું માનતો નથી. અને આ વાત સાચી હશે તો પણ મને એમાં રસ નથી. પોેતાની જાતને એક્ટર તરીકે ઓળખાવતા કલાકારોમાં ૯૮ ટકા એક્ટર નથી. તેઓ માર્કેટંિગ કરવામાં કુશળ છે અને તેમની પાસે પીઆર આવડત છે’’ કે કે કહે છે.
આજે ડઝનને હિસાબે સ્ટાર મળી આવે છે. કે કેનું માનવું છે કે, ‘‘સ્ટાર બનવું એ એક્ટર બનવાથી ઘણું અલગ છે. દુર્ભાગ્યે લોકો આ બંનેને એક સરખા જ માને છે. ઈરફાન કેમ સ્ટાર નથી? તે લોેકપ્રિય અને ટેલેન્ટેડ એક્ટર છે. પરંતુ શું કોઈ પણ ખાન કે કપૂર સાથે તેની તુલના થઈ શકે છે?’’
આ ઉપરાંત ફિલ્મનું વઘુ પડતું માર્કેટંિગ કરીને તેને એક બિઝનેસ બનાવી દેવામાં આવ્યો હોવાની વાતથી પણ કે કે નારાજ છે. ‘‘આજે સારી સ્ટોરીને બદલે ફિલ્મ સર્જકો કઈ વસ્તુ વેચાય છે એનો જ વિચાર કરે છે. તેઓ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથે ફિલ્મ બનાવે છે ત્યારે તેઓ ગ્રેટ પ્રોજેક્ટ બનાવે છે. ગ્રેટ સિનેમા નહીં. હકીકતમાં તો પહેલા સ્ટોરી લખીને પાત્રને યોેગ્ય કલાકારો પસંદ કરવા જોેઈએ. આ એક સારી સિનેમા છે. આ પછી તમે દિલ ખોલીને એનું માર્કેટંિગ કરી શકો છો. કે કે કહે છે.
પોતાની કળાના ઝનૂનને તે ફિલ્મ સર્જક મકરંદ દેશપાંડે સાથે સરખાવે છે. મકરંદની આગામી ફિલ્મમાં કે કે ૧૩ રોલમાં જોવા મળશે અને આમાની એક ભૂમિકા સ્ત્રીની છે. ‘‘મકરંદ પાગલ છે. પરંતુ તે ઘણો સર્જનાત્મક છે. તેના જેવા મિત્ર માટે હું કંઈ પણ કરી શકું છું.’’ તાજેતરમાં કેકેએ માત્ર ‘દ્રોણ’ અને ‘લફંગે પરંિદે’ જેવી બે જ કમર્શિયલ ફિલ્મો કરી હતી.
જો કે સ્ટાર અને સિનેમા પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતા કે કે ને સ્ટાર્સ સાથે કોઈ સમસ્યા રહે અને સ્ટાર્સ એક્ટરોના પગ પર કુહાડો મારે નહીં ત્યાં સુધી કેકેને જોઈ ફરિયાદ નથી.
મુલાકાતની અંતમાં તેના ગુરુજી સત્યદેવ દૂબેની શિખામણ યાદ કરતા કહે છે કે, ‘‘તમારી પાસે એક રૂપિયો હોય તો એનાથી ૭૫ પૈસા તમને ફાવે એ રીતે ખર્ચ કરો અને ૨૫ પૈસા તમારી મુઠ્ઠીમાં બંધ રાખો આ ૨૫ પૈસા આશા અને વિશ્વાસનું પ્રતીક છે એને કદી પણ હાથમાંથી સરી જવા દેતા નહીં.’’

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved