Last Update : 10-August-2012, Friday

 

કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ ઃ ‘વન નાઈટ સ્ટેન્ડ’થી શરૂ થયેલી કહાણી છ વર્ષનો સાથ બની ગઈ


છેલ્લાં છ વર્ષથી એક છત હેઠળ રહેતા અભિનેતા કૃષ્ણા અભિષેક તેમજ બોલ્ડ અને સેક્સી કાશ્મીરા શાહએ તેમના પ્રેમપાત્રની પસંદગી બાબતે લોકો તરફથી ઘણી ટીકા સહન કરી છે. જોકે આ વાતની આ બન્નેના પ્રેમ પર જરા પણ અસર થઈ નથી તેઓ તેમની મસ્તીમાં જ ગુલતાન છે અને આની અસર થતી હોય તો પણ તેમના ચહેરા કે વર્તનમાં આનું પ્રતિબંિબ પાડતું નથી. પ્રસ્તુત છે આ બન્ને વચ્ચેની મીઠી ‘નોંક ઝોંક’...
કૃષ્ણા ઃ અરે બાબા આ પૂરેપૂરી અમેરિકન છે તેને બ્રાન્ડની ચીજવસ્તુઓ પર જ વિશ્વ્વાસ હતો. આ કારણે તેના મિત્રોએ તેને મારાથી દૂર કરવા બનતા પ્રયત્ન કર્યાં હતા તેઓ તેને મારી સાથે કલ્પી જ શકતા નહોતા. તે સમયે હું પ્રાદેશિક ફિલ્મો કરીને કમાતો હતો અને કાશ્મીરાએ આ ફિલ્મો વિશે સાંભળ્યું જ નહોતંુ. આ ફિલ્મો દ્વારા મને સારી આવક થતી હતી, પરંતુ હું જે જગ્યા પર તેમજ જે લોકો સાથે કામ કરતો હતો તે તેની પસંદથી ઘણા અલગ હતા.
કાશ્મીરા ઃ સાચી વાત છે. અમે સાથે કરવાના હતા એ ફિલ્મ પર અમારી મુલાકાત થઈ એ પહેલા મેં તેનું નામ જ સાંભળ્યું નહોતું. મારે ગોવંિદાના ભાણેજ સાથે કામ કરવાનંુ છે એટલું જ હું જાણતી હતી. આથી મારા ઊંચા-ઊંચા સપના નહોતા).
આ ફિલ્મના શૂટંિગ દરમિયાન તેમનો પ્રેમ સંબંધ શરૂ થયો હોવાની ધારણા છે.
કાશ્મીરા ઃ અમારા બન્ને માટે આ ‘વન નાઈટ સ્ટેન્ડ’ સંબંધ હતો. (આમ કહેતી વખતે કાશ્મીરાને કોઈ શરમ આડે આવતી હોય એમ લાગતું નથી.
કૃષ્ણા ઃ હકીકતમાં તો દરેક સાથે આમ જ થાય છે. પરંતુ કોઈ આ વાત સ્વીકારવા તૈયાર નથી. એ રાત પછી તે મારા પ્રત્યે વઘુ પ્રેમાળ બનતી ગઈ હતી. સેટ પર મારે માટે ભોજન લાવતી હતી, પરંતુ એક વાત એ છે કે શરૂઆતથી જ તે મને મારા પ્રેમમાં હોવાના સંકેતો આપતી હતી. એક દિવસ અમે વેનમાં બેઠા હતા અને લાઈટ ચાલી ગઈ હતી ત્યારે તેણે મને કહ્યું હતું કે, ‘‘હવે શું કરશું?’’ કોઈ પણ આવા સંજોગોમાં આમ કહેશે પરંત આ લેડી સૂચક રીતે આમ કહે છે...
કાશ્મીરા ઃ ‘‘ક્યોં કુછ કરે?’’ અને લોકો મને કહે છે કે તે આ પરિસ્થિતિનો લાભ લેવો જોઈએ. શું હું કોઈને મારો ગેરલાભ લેવા દઉં એવી લાગું છું? સૌપ્રથમ મેં જ ‘બિગ બોસ’ના ઘરમાં હું કૃષ્ણા સાથે ફરતી હોવાના સમાચાર જાહેર કર્યાં હતા. સાચું કહું તો હું પોતે જ તેના પ્રત્યેની મારી લાગણીઓ બાબતે સ્પષ્ટ નહોતી. પરંતુ મારો પતિ મને છૂટાછેડા આપવાની આનાકાની કરતો હતો આથી તેનાથી છૂટકારો મેળવવા માટે હું કોઈ બીજાના પ્રેમમાં છું એમ લોકોને જણાવવાનો માર્ગ મને સૌથી શ્રેષ્ઠ લાગ્યો હતો. મારી આ જાહેરાત પછી મને છુટાછેડા તો મળ્યા નહીં, પરંતુ કૃષ્ણાના પરિવાર સાથે મારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ બધાનો સાથે સામનો કરતી વખતે અમે એકબીજાની વઘુ નિકટ આવ્યા હતા. આજે કૃષ્ણાએ ઘણી સફળતા મેળવી છે અને તે ભાગી જાય એ પહેલા લોકો મને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. પરંતુ મને આની ચંિતા નથી. અમારી લાગણીઓ વિશે સાબિતી આપવા માટે અમારે લગ્ન કરવાની જરૂર હોય એમ મને લાગતું નથી. મેં લગ્ન કર્યાં હતા એનું પરિણામ શું આવ્યું? આજે ઘણા લગ્નો તૂટી જાય છે. અમે આ પરિસ્થિતિથી ખુશ છીએ. એકબીજાના સાથને કારણે અમારામાં ઘણો બદલાવ આવ્યો છે. અને બન્નેમાંથી કોઈ પણ આનો શ્રેય લઈ શકે તેમ નથી (એક મિનિટ વિચાર્યા પછી) મને લાગે છે કે તેની કારકિર્દીમાં થયેલા ફેરફારનો હું થોડોઘણો શ્રેય લઈ શકંુ છું. મારા દબાણને કારણએ તેણે ટીવી કારકિર્દી શરૂ કરી હતી અને પ્રાદેશિક ફિલ્મો તેને જે લોકપ્રિયતા મેળવી આપો નહીં એ લોકપ્રિયતા તેને ટીવીએ મેળવી આપી છે.
કૃષ્ણા ઃ આવંુ દબાણ તો મેં પણ ઘણું કર્યું છે. મેં તેને ભોજપૂરી ફિલ્મો કરવાનું કહ્યું હતું. તે ત્યાં તેના સ્પોટ બોય, હેર ડ્રેસર અને મેકઅપમેન સાથે પહોંચી ગઈ હતી અને તેને તેના જીવનનો સૌથી મોટો આંચકો મળ્યો હતો. પ્રાદેશિક ફિલ્મોમાં સ્ટાર કલાકારોને હિન્દી સિનેમા જેટલો ભાવ મળતો નથી. અમને પંચતારક હોટેલમાં ઉતારો આપવામાં આવશે એમ તેમણે અમને કહ્યું હતું. પરંતુ બિહારના એક નાનકડા શહેરમાં પંચતારક હોટેલ ક્યાં મળી શકે? હંિદી ફિલ્મોના શૂટંિગ દરમિયાન પણ નાના શહેરોમાં કલાકારોએ લકઝરીનો ભોગ આપવો પડે છે અને આ તો ભોજપૂરી ફિલ્મોની વાત છે અમને પંચતારક ગણાતી હોટેલ દેખાડવામાં આવી ત્યારે તેના ચહેરાના હાવભાવ આજે પણ મને યાદ છે. નિર્માતા કોરિડોરમાં સૂવાના હતા જ્યાં મહિલાઓ સહિત ઘણા લોકોને ઉતારો આપવામાં આવ્યો હતો.
કાશ્મીરાઃ ફિલ્મના દિગ્દર્શક મારી સાથે છૂટછાટ લેવાના પ્રયત્ન કરતો હોવાને કારણે મેં સેટ પર જવાની ના પાડી દીધી હતી. કૃષ્ણા પણ ઘણો નારાજ થયો હતો. તેની માફીની અમે રાહ જોતા બેસી રહ્યા હતા, પરંતુ તેણે મારી માગી જ નહોતી.
કૃષ્ણા ઃ અમે આખો દિવસ રાહ જોઈ હતી અને કાશ્મીરા મને તેને કોઈ ખરાબ લાગણી થતી હોવાનું કહ્યા કરતી હતી. આ બાબતે તે ઘણી અંધશ્રઘ્ધાળુ છે. છેવટે હોટેલનું અમારું બિલ ભરીને અમે અમારા સ્ટાફ સાથે ત્યાંથી પલાયન થઈ ગયા હતા.
કાશ્મીરા ઃ આ વ્યક્તિ આજ સુધી અમારી પાસે ફરકી નથી. આ વાત સાબિત કરે છે કે તેનો ઇરાદો સારો નહોતો.
કૃષ્ણા ઃ બીજી વાર પણ મને આવો અનુભવ થયો હતો. એક દિવસના શૂટંિગ માટે મને ૨૦દિવસ સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો. અને હું બેસી રહ્યો હતો. એવામાં મને કાશ્મીરા તરફથી એક મેસેજ મળ્યો હતો કે તે દુબઈ જઈ રહી છે અને શું હું તેની સાથે જવા તૈયાર છું. આથી હું આ શૂટંિગ સ્થળ પરથી ભાગીને સીધો મુંબઈ એરપોર્ટ પર પહોંચી ગયો હતો.
કાશ્મીર ઃ આ દરમિયાન તેના ઘરમાંથી મેં તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. અને એરપોર્ટ પર હું તેની રાહ જોતી ઊભી હતી.
તે સમયસર આવશે એની પણ મને ખાતરી નહોતી. ખરા અર્થમાં અમે બંટી અને બબલીને તીવ્ર પ્રતિસ્પર્ધા પૂરી પાડી શકીએ તેમ છે, પરંતુ તે દિવસો પણ મજાના હતા. યાદગાર હતા. જોકે આજે પણ અમે ખુશ છીએ. મારે મારી બ્રાન્ડના શોખને તિલાંજલિ આપવી પડી છે, પરંતુ અમારા સંબંધની દરેક ક્ષણ મને ગમે છે.
કૃષ્ણા ઃ ‘કોમેડી સર્કસ’એ મારી કારકિર્દીને એક મહત્ત્વનો વળાંક પૂરો પાડ્યો છે.
કાશ્મીરા ઃ તાજેતરમાં તેની રોહિત શેટ્ટી દિગ્દર્શિત ફિલ્મ ‘બોલ બચ્ચન’ રિલિઝ થઈ છે.
કૃષ્ણા ઃ કાશ્મીરાને હંમેશા મારામાં અને મારી ટેલન્ટમાં વિશ્વ્વાસ છે. અમારા ભવિષ્યમાં શું છૂપાયું છે એ હું જાણતો નથી. અમે લગ્ન કરીને ઘર વસાવીશું કે નહીં એની પણ મને ખબર નથી, પરંતુ સામાજિક રૂઢીથી અલગ એવું જીવન જીવવામાં અમને આનંદ મળે છે. અમારા પાળતુ પ્રાણીઓ તેમજ ઘર પ્રત્યે મને અનુરાગ છે. અમે પાગલોની જેમ લડીએ-ઝઘડીએ છીએ. ગુસ્સામાં મેં આ ઘરનું દરેક ફર્નિચર ભાગ્યું છે. ઘણીવાર તો ઘરમાં કાચના ટૂકડાઓ પણ વેરાયા હતા. અમારા પ્રાણીઓને અમારે પૂરી રાખવા પડે છે પડે છે, પરંતુ રાત્રે અણે પાછા એકઠા થઈ જઈએ છીએ અને આ કારણે જ અમારા આ છ વર્ષો અમારા જીવનના સૌથી શ્રેષ્ઠ વર્ષો છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved