Last Update : 10-August-2012, Friday

 

અનુ મલિક:ફટાફટ ઘૂન બનાવવા કરતા શાંતિ તથા ધીરજથી વઘુ સારી ઘૂન બનાવવામાં માને છે

કલર્સ ચેનલ પરથી પ્રસારિત થતા રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં અનુ મલિક ન્યાયાધીશની ફરજ બજાવી રહ્યા છે. લગભગ છેલ્લા ૨૦-૨૧ વરસમાં સંગીતકાર અનુ મલિકના સૈંકડો ગીત હિટ થયા છે. જોકે છેલ્લા એક-બે વરસથી ફિલ્મ ઉદ્યોગે તેમને ઉપેક્ષિત કર્યાહોવાની તેમની ફરિયાદ છે. જોકે આનંદની વાત એ છે કે ‘યમલા પગલા દીવાના’નું હિટ ગીત ‘ટંિકૂ જિયા...’ પછી ફરી એક વખત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેમનું મહત્વ સમજાયું છે. એક મુલાકાત દરમિયાન અનુ મલિકે ભાવુક થતાં કહ્યું હતું કે, ‘‘ ફિલ્મ ઉદ્યોગમાં વ્યાપ્ત રાજનીતિથી મેં મારી જાતને હંમેશા દૂર રાખી હોવા છતાં હું તેની લપેટમાં આવીગયો છું તે કડવી વાસ્તવિકતા છે. આનાથી વધારે કહીને મારે કોઇ વિવાદ સર્જવો નથી.’’
અનુ મલિકના સંગીતનો એક જમાનો હતો. તેમણે એક જ વરસમાં ૨૫-૨૫ ફિલ્મો કરી હતી. જોકે તેઓ એ કબૂલે છે કે હવે નિર્માતાઓ તેમને ઓછા યાદ કરે છે. એમને એ વાતનો ખેદ પણ છે કે ફિલ્મ જગતમાં એવા ઘણા નિર્માતાઓ છે કે ભૂતકાળમાં જેમની ફિલ્મોના સંગીત માટે ખૂબ જ મહેનત કરી છે અને તેમણે પણ હવે અનુ મલિકને યાદ કરવાનું છોડી દીઘું છે. તેણે પોતાનું મન એમ વિચારીને મનાવી લીઘું છે કે જે નિર્માતાઓ તેમનાા વગર કામ ચલાવી લેવા લાગ્યા છે તેમને તેમણે પહેલાથી જ ભૂલાવી દેવા જોઇતા હતા.અનુ મલિકે આઘુનિક સંગીત સાથે તાલમેલ બેસાડવાના ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં તેમને હવે તક મળતી નથી. ભૂતકાળના કામની સરખામણીમાં વર્તમાનમાં અનુ મલિક વઘુ સારું કામ કરવાની કોશિશ કરે છે. જોકે ભૂતકાળને વઘુ પડતો વાગોળવો તેમને પસંદ નથી. વર્તમાનમાં આજે તેમને ફક્ત સંગીત સાથે જ તાલમેલ બેસાડવામાં રસ છે.
અનુ મલિક મીડિયાની ફરિયાદ કરતાં કહે છે કે, આજના નવાસવા સંગીતકારો સાથે મારી સરખામણી કરીને એક નવો વિવાદ સર્જવાની કોશિશ પણ કરી છે. પરંતુ એ બાબતે મેં મોન સેવી લેવાનું ડહાપણ ભરેલું માન્યુ હતું.કોઇ પણ પ્રકારના વિવાદથી મારે દૂર જ રહેવું છે. મારા માટે જૂનું સંગીત હંમેશા પ્રેરણાનું કામ કરતું રહેશે. એમાંથી જ હું નવું કરવાની પ્રેરણા મેળવું છું. આજે હજી પણ જૂનું સંગીત લોકપ્રિય છે અને લોકોને સાંભળવું ગમે છે.
એક જમાનામાં એક વરસમાં જ ૨૫ ફિલ્મો કરનાર અનુ મલિકે હવે એક વર્ષમાં ફક્ત બે થી ત્રણ ફિલ્મો કરવાનું જ નક્કી કર્યું છે. તેઓ સ્વ. શંકરૂજયકિશન અને પંચમ દાના ફેન છે. સંગીતની દુનિયામાં તેમના જેવું જ શ્રેષ્ઠ સ્થાન બનાવવાની તેમની ઇચ્છા છે. હવે અનુ મલિકે ફિલ્મોની પસંદગી પર ખાસ ઘ્યાન આપે છે. ‘યમલા પગલા દીવાના’ બાદ તેમણે ગણતરીની ફિલ્મો જ સાઇન કરી છે. જેમાં એકશન અને રોમેન્ટિક બન્ને પ્રકારની છે. જાવેદ અખ્તર, ગુલઝાર જેવા ગીતકારો સાથે કામ કરવાની તેમને મઝા આવે છે. અનુ મલિકને દુઃખ એ વાતનું છે કે ગણ્યાગાંઠ્યા નિર્માતાઓને છોડીને મોટા ભાગના નિર્માતાઓ ફાટફટ ઘૂન માગે છે જ્યારે અનુ મલિક શાંતિ તથા ધીરજથી વઘુ સારુ કામ કરવામાં માને છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved