Last Update : 10-August-2012, Friday

 

શાહરુખ ખાનનો મિજાજ આસમાને

 

‘ન્યુસરીડરો મને છંછેડવાનું રહેવા દે, હું જન્મ્યો ન હોત તો એમને ન્યુસ કોણ આપત?’
કેટલાક લોકો કદી બદલાતા નથી. એમને ઉપરવાળાએ જેવા ઘડ્યા છે એવા જ તેઓ રહે છે. વરસો વીતી ગયા બાદ પણ એમનો સ્વભાવ તસુભાર બદલાતો નથી. શાહરુખ ખાન આવો જ એક માનવી છે. એ બે દાયકા પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે જેવો હતો એવો જ આજે પણ છે. એને ક્યારેક તુંડમિજાજી ગણાવાયો છે તો ક્યારેક આક્રમક. લોકોએ ક્યારેક એને તોફાની બારકસ કહ્યો છે તો ક્યારેક ભેજાગેપ. એની વર્તણૂંકે લોકોમાં એના વિશે જાતજાતની છાપ ઊભી કરી છે પણ ખાનને એની પરવા નથી. શાહરુખ ખાન (એસઆરકે)ની ટીકા કરવામાં લોકોએ કાંઈ બાકી નથી રાખ્યું. એની ફિલ્મ ‘રા-વન’નો ધબડકો થયો ત્યારે એને વિરોધીઓએ એના વિશેના જોક્સ પણ ફરતા કર્યા હતા. છતાં એણે એ બઘું સહન કરી લીઘું કારણ કે એને પોતાની ભૂલો (જેને મૂર્ખામીઓ પણ કહી શકાય) સ્વીકારવામાં કદી શરમ નથી આવતી. બીજુ, એને પોતે જેવો છે એવો દેખાવામાં જરાય ભય નથી લાગતો.
એસઆરકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘મુંહફટ આદમી’ તરીકે પહેલેથી જાણીતો છે. એ કાણાને કાણો કહેતા શરમાતો નથી. પછી ભલેને કોઈને ખોટું લાગી જાય. એમાંથી શાહરુખની ઉચ્છંલખતા અને એના અભિમાનની બુ આવે છે. ઇન્ડસ્ટ્રીના લોકો કહે છે કે ખાન આજ સુધી ક્યારેય સફળતા પચાવી નથી શક્યો. સફળતા મળ્યા બાદ એ છકી જાય છે. એસઆરકેની કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ટીમે આઇપીએલ-૫ની ફાઇનલ જીતી લીધા બાદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ખાને મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના અધિકારીઓ અને સ્ટાફ સાથે અસભ્ય વર્તન કરીને ઉક્ત વાતનો પુરાવો આપી દીધો.
શાહરુખને એની પત્ની ગૌરી સારી પેટે કાબુમાં રાખી શકે છે. વાનખેડેના બનાવને ન્યુસ ચેનલોએ અને પ્રિન્ટ મિડિયાએ બહુ ચગાવતા ગૌરીને લાગ્યુ કે આ તો બહુ ખોટું થઈ ગયું. એટલે એણે એસઆરકેને સમજાવ્યો કે આ બનાવમાં તારી ભૂલ છે. એટલે તૂ મિડિયાને બોલાવી જાહેરમાં માફી માગી લે. ખાન હ્યાગરા કંથ (પતિ) તરીકે જાણીતો છે. એણે ગૌરીના કહેવા પ્રમાણે કર્યું પણ મનમાં જે ડંખ હતો એ એમનો એમ રહ્યો. સુપરસ્ટાર શાહરુખ ખાનનો ઇગો ઘવાયો હતો કારણ કે મુંબઈ ક્રિકેટ એસોસિયેશને એના પર પાંચ વરસનો પ્રતિબંધ મૂકી દીધો હતો. એના મનમાં ઘણાં દિવસથી કડવાશ ઘોળાતી હતી, જેને હમણાં એણે ‘સોસાયટી’ નામના જાણીતા અંગ્રેજી સામયિકને આપેલી મુલાકાતનાં વાચા આપી છે. સામયિકના જુલાઈના અંકમાં કવર-સ્ટોરી તરીકે પ્રગટ થયેલા ઇન્ટરવ્યુમાં શાહરુખે ઇલેક્ટ્રોનિક મિડિયા પર મનભરીને રોષ ઠાલવ્યો છે. એણે કહ્યું છે કે ‘મને કોઈ વ્યક્તિ કોઈની વર્તણૂકનું એનાલિસિસ કરે એ ગમતું નથી. હું ઇન્ટરવ્યુમાં કોઈને અમસ્તા જ એમ કહું કે એય બેવકૂફ, અહીંયા આવ, તો જાણે કે આખી દુનિયાનો અંત આવી જશે. તેઓ (ન્યુસ ચેનલો) તરત એમ કહેશે કે એસઆરકેને ઐસા બોલ દિયા, હું એમસીએ (મુંબઈ ક્રિકેટ એસોસિયેશન) ગયો અને મને ગુસ્સો આવી ગયો. એમાં ન્યુસ ચેનલો પર ચાર-ચાર કલાક સુધી એવો મારો ચલાવાયો જાણે હિરોશીમા અને નાગાશાકી બાદ દુનિયાની સૌથી ખરાબ ઘટના બની ગઈ હોય. મારે એ લોકોને કહેવું છે કે તમે ન્યુસ રીડરો છો અને હું ન્યુસ બનાવનારો છું. હું જન્મ્યો ન હોત તો તમને ન્યુસ જ ન મળત.’
ખાને ઇન્ટરવ્યુમાં છૂટથી અંગ્રેજી ગાળો અને અભદ્ર શબ્દ પ્રયોગોનો ઉપયોગ કર્યો છે. એને ગુસ્સો એમસીએના પદાધિકારીઓ સામે છે અને એ ભડાસ કાઢે છે ન્યુસ ચેનલોના ન્યુસ રીડર્સ સામે એમના પર ધારદાર કટાક્ષ કરતા એસઆરકેએ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘મારે ન્યુસરીડર બન્યા બાદ વ્યક્તિને મળી જતા સેલિબ્રિટી સ્ટેટસ વિશે એક લેખ લખવો છે. તેઓ અમારા કરતા પણ મોટા સેલિબ્રિટીઓ છે. તેઓ (ન્યુસરીડરો) અચાનક સ્ટાર્સ બની ગયા છે અને હવે તેઓ પોતે સ્ટાર્સ બની ગયા છે ત્યારે એમણે મને ઉતારી પાડવાનું કોઈ કારણ નથી. તેઓ મિજાજી છે,તેઓ મેક-અપ કરે છે અને સ્પષ્ટવક્તા પણ છે. તેઓ સ્ટાર્સ છે અને તેઓ મારા કરતા ટીવી પર વઘુ દેખાય છે,’ એમ શાહરુખ ન્યુસરીડરો પર વ્યંગ કરતા વઘુમાં જણાવે છે.
ખાન આર. કે. લક્ષ્મણના ‘કોમન મેન’ જેવો સામાન્ય માનવી નથી. હકીકતમાં એ સામાન્ય માનવીની જેમ ક્યારેય વિચારતો જ નથી. એ પોતે કબુલે છે કે ‘સામાન્ય માનવીની જેમ હું કાયમ ડાહ્યોડમરો બની રહેવામાં કે સુષ્ટુ-સુષ્ટુ બોલવામાં માનતો નથી. જોકે હું એક એક્ટર છું એટલે ધારું તો એવો દેખાવ ઊભો કરી શકું છું. પરંતુ હું એવું માનું છું કે હું ડાહ્યોડમરો બની જાઉં તો નીચલા મઘ્યમ વર્ગના યુવાનો એવું વિચારતા થઈ જશે કે તમારે ફેમસ (જાણીતા) થવું હોય તો સુષ્ટુ સુષ્ટુ બોલવું પડે અને ડાહ્યાડમરા થવું પડે. અને એ સાચી વાત નથી. ફેમસ થવા તમારે આત્મવિશ્વાસ કેળવવો પડે અને ગધેડાની જેમ મહેનત કરવી પડે,’ એમ ખાન કહે છે.
ટીવીના સ્ટંિગ ઓપરેશન અને એક ભેદી વિદેશી લલનાના તમાશાને કારણે આઇપીએલની ઘણી ટીકા થઈ છે. કેટલાક સાંસદોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ક્રિકેટમાં બોલીવૂડને સ્થાન ન મળવું જોઈએ. એ વિશે શાહરુખનું ઘ્યાન દોરાતા એ સ્પ્રંિગની જેમ ઉછળીને કહે છે કે ‘બોલીવૂડને ક્રિકેટમાં ન આવવા દો પણ બોલીવૂડ સંસદમાં જોડાઈ શકે છે. શું કહો છો? પાર્લામેન્ટમાં રેખાજી તમારી સામેથી પસાર થાય તો તમારું મોઢું ફાટ્યું રહે અને તમે એમના ઓટોગ્રાફ લેવા પણ જાવ. રેખાજીને દેખીતા કારણસર વડા પ્રધાન જ્યાંથી એન્ટ્રી લે છે ત્યાંથી પ્રવેશ અપાયો હતો. સંસદમાં તો સાંસદો જ હોય અને બહારના માણસો ન હોય એવું હું ધારી લઉં છું અને એ લોકો જ રેખાજીને જોવા ટોળે વળ્યા હતા. તો પછી બોલીવૂડ ખરાબ કઈ રીતે થઈ ગયું? સામાન્યપણે લોકો માને છે કે બોલીવૂડ એટલે ડ્રગ્સ, સેક્સ, શરાબ, મારામારી, સ્વાર્થીપણું અને વેરઝેર, પણ હું એ વાત માનતો નથી. કોઈ વ્યક્તિ પોતાના વ્યવસાયને કારણે સારી કે ખરાબ નથી હોતી,’ એમ ખાન વઘુમાં જણાવે છે.
વાનખેડેના બનાવ બાદ મિડિયામાં શાહરુખ પર માછલા ધોવાયા હતા. એ ઘા હજુ રુઝાયા નથી. પોતાના ઘા દેખાડતો હોય એમ ખાન કહે છે, ‘તમે કદાચ નહીં માનો પણ મારો પરિવાર મારી ફિલ્મો જોવા નથી માગતો. મારા બાળકોએ મારી ઘણી બધી ફિલ્મો જોઈ નથી કારણ કે ઘરે હું સ્ટાર કે સુપરસ્ટાર નથી. ખરું પૂછો તો હું એમનો ફેવરીટ હિરો કે સેકન્ડ બેસ્ટ એક્ટર પણ નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ મને હિરો ગણતા જ નથી. પરંતુ મારા વિશે જે કાંઈ લખાયું, બોલાયું અને ચર્ચાયું છે એની અસર એમના પર થઈ છે. એટલે મારે મારા બાળકોને રાજી કરવા બધી વાતોનો ખુલાસો જોક તરીકે કરવો પડે છે. આથી વઘુ મોટી વિડંબના બીજી કઈ હોઈ શકે?’ એવા શબ્દોમાં સુપરસ્ટાર પોતાની વ્યથા ઠાલવે છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved