Last Update : 10-August-2012, Friday

 

ઝરીન ખાન:બોલીવૂડમાં હૃષ્ટપુષ્ટ શરીરનો ટ્રેન્ડ શરૂ થયો હોવાથી ખુશ છે

 

પ્રથમ ફિલ્મથી કોઈ પણ કલાકારની કારકિર્દીનો અંદાજ લગાડી શકાતો નથી. ‘હાઉસફૂલ-ટુ’ના પોતાના અભિનય દ્વારા ઝરીન ખાને આ વાત પૂરવાર કરી છે. તેની પ્રથમ ફિલ્મ ‘વીર’ની નિષ્ફળતાથી ડગ્યા વિના તેણે પોતાની કારકિર્દીની સફર ચાલુ રાખી હતી જેનું તેને ફળ મળ્યું છે.
‘‘‘હાઉસફૂલ-ટુ’ની સફળતાથી હું ઘણી ખુશ છું. ઘણા સમયથી હું આ ઇન્ડસ્ટ્રીમાં છું અને હમણાં મારી કારકિર્દી જે રીતે આગળ વધી રહી છે એનાથી અને સંતોષ છે. આ ફિલ્મ સાઈન કરવાનો મારો નિર્ણય સૌથી સારો હતો,’’ ઝરીન કહે છે.
ઝરીનની પહેલી ફિલ્મ ‘વીર’ને સરિયામ નિષ્ફળતા મળી હતી એ પછી ‘રેડી’માં તે એક કેમિયોમાં જોવા મળી હતી અને ‘હાઉસ ફૂલ-ટુ’માં તેના કામની નોંધ લેવાઈ હતી. આ ફિલ્મને ઝરીન તેની બીજી ઇનંિગની ફિલ્મ તરીકે વર્ણવે છે. એક નવોદિત અને બિન અનુભવી હોવા છતાં સાજિદ ખાને તેને આ ફિલ્મમાં કામ આપ્યું હોવાથી તે પોતાની જાતને ભાગ્યશાળી માને છે. આટલી મોટી ફિલ્મનો એક ભાગ બનવાનું મળ્યું એને તે એક મોટું સન્માન માને છે. આ ઉપરાંત આ ફિલ્મમાં બીજા કલાકારો હોવા છતાં લોકોનું તેના પર ઘ્યાન ખેંચાયું હોવાને કારણે પણ ઝરીન ઘણી ખુશ છે.
ત્રણ ફિલ્મ જૂની ઝરીને એક પિરિયડ ડ્રામા અને એક કોમેડી ફિલ્મ કરી છે. હવે કઈ ફિલ્મો કરવાની ઇચ્છા છે? એમ પૂછતા તે કહે છે, ‘‘હમણા મારે માત્ર કમર્શિયલ ફિલ્મો જ કરવી છે. મલ્ટી સ્ટારર ફિલ્મો કરવા પણ હું તૈયાર છું. ‘હાઉસ ફૂલ -ટુ’ માત્ર મલ્ટી સ્ટારર ફિલ્મ નહોતી એ એક બ્રાન્ડ હતી આથી આ પ્રકારની કોઈ ફિલ્મ મળશે તો હું એક જરૂર કરીશ.’’
કારકિર્દીની શરૂઆતમાં તેને સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા ટોચના કલાકારો સાથે કામ કરવાની તક મળી છે. ‘હાઉસ ફૂલ-ટુ’માં અક્ષય કુમાર હતો, પરંતુ ઝરીન તેની સામે નહોતી, અક્ષય સેટ પર જોમ અને જુસ્સો વધારે છે એવો ઝરીનનો દાવો છે. આ ઉપરાંત તેની પાસેથી ઘણુ શીખવા મળે છે. આથી હવે ઝરીનને અક્ષયની હિરોઈન તરીકે કામ કરવું છે. આ ઉપરાંત તેને સૈફ અલી ખાન સાથે પણ કામ કરવું ગમશે. સૈફ અને સારો અભિનેતા છે તેમજ તેનો ફેવરીટ છે એમ ઝરીન કહે છે. આ ઉપરાંત તેને બીજા અભિનેતાઓ સાથે પણ કામ કરવું છે પરંતુ આ બન્ને તેની યાદીમાં મોખરે છે.
હમણા તે તમિળ ફિલ્મ ‘કરિકાલન’માં દક્ષિણના સુપરસ્ટાર વિક્રમ સાથે કામ કરે છે. ‘‘દક્ષિણની આ મારી પહેલી ફિલ્મ હતી. આથી આ અનુભવ મારે માટે અલગ જ હતો. અમે આ ફિલ્મનાં એક શેડ્યૂલનું શૂટંિગ પૂરું કર્યું છે. મને લાગે છે કે વિક્રમ એક ટેલન્ટેડ અભિનેતા છે. આ ભાષા મને આવડતી નથી. આથી વિક્રમ મને ઘણી મદદ કરે છે,’’ ઝરીન કહે છે.
ઝરીને આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે તેના વજન માટે ઘણી ટીકા સહન કરવી પડી હતી. પરંતુ હવે બોલીવૂડમાં ભરાવદાર શરીરની ફેશન છે. આ વાત નીકળતા જ ઝરીન કહે છે, ‘‘વાત સાચી છે, વિદ્યા બાલન અને સોનાક્ષી સંિહાને કારણે ભરાવદાર શરીર હવે બોલીવૂડમાં ‘ઇન’ ગણાય મને લાગે છે કે ભગવાન મારા પક્ષમાં છે અને મારી તરફેણમાં તેમણે બીજી ફેરવી નાખી છે. મારા વજન બદલ મારે ઘણી ટીકા સહન કરવી પડી હતી પરંતુ હવે આ એક ટ્રેન્ડ બની ગયો છે જે હવે મારી તરફેણમાં કામ કરી રહ્યો હોવાથી હું ખુશ છું.’’
‘પાર્ટનર-ટુ’ માટે ઝરીનને સાઈન કરવામાં આવી હોવાની એક અફવા છે. આ અફવા વિશે સ્પષ્ટતા કરતા ઝરીન કહે છે, ‘‘મેં હજુ સુધી આ ફિલ્મ સાઈન કરી નથી, પરંતુ હું ‘વીર’ કરતી હતી ત્યારે મેં આ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું. પરંતુ હજુ સુધી આ બાબતે કંઈ નક્કી થયું નથી. અને ‘પાર્ટનર-ટુ’ વિશે અત્યારે વાત કરવી એ ઘણી વહેલી ગણાશે-કારણ કે, હજુ સુધી આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ રહી છે, પરંતુ હું ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકના સંપર્કમાં છું. આથી આગળ શું થાય છે એ જોઈએ. આ ફિલ્મ મને મળશે તો હું સલમાન સાથે ફરી કામ કરીશ.’’
બોલીવૂડની કારકિર્દી શરૂ કરી ત્યારે સલમાને તેને ઘણી મદદ કરી હતી તે તેનો ગોડફાધર છે. ઝરીન સલમાનને તેનો મિત્ર, માર્ગદર્શક અને ફિલોસોફર ગણાવે છે. તેને બોલીવૂડમાં લાવવાનો શ્રેય પણ તે સલમાનને જ આપે છે. આજે તે જે સ્થાન પર છે. એ સલમાનને કારણે છે અને આ બાબતે તે તેની ૠણી હોવાનું ઝરીન શબ્દો ચોર્યાં વગર કહે છે.
ઝરીને કરેલા એક દાવા મુજબ તે બે મોટા પ્રોડકશન હાઉસ સાથે વાતચીત કરી રહી છે અને ટૂંક સમયમાં જ આ બાબતે વાત પાક્કી થઈ જશે પછી તે આની વિધિસર જાહેરાત કરવા માગે છે આ માટે તે એકાદ-બે મહિનાની રાહ જોવાનું કહે છે.
કેટરિના કૈફ જેવી દેખાતી હોવાથી માંડીને દરેક વાતે (માત્ર તેના વજન સિવાય) ઝરીનની સરખામણી કેટરિના સાથે થાય છે અને હવે ઝરીને પોતાની સ્વતંત્ર ઓળખ મેળવવાની શરૂઆત કરીને કેટરિનાના પડછાયામાંથી બહાર નીકળવાનું અભિયાન શરૂ કરી દીઘું છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved