Last Update : 10-August-2012, Friday

 

ઈમરાન હાશ્મી:પોતે અજેય છે એમ માનવાની ભૂલ કરે છે ત્યારે.....

 

‘જન્નત-ટુ’ને મળેલી સફળતા અને ‘શાંધાઈ’માં જોગિન્દર પરમારના પાત્રમાં મળેલી પ્રશંસાને કારણે ઈમરાન હાશ્મીનો સમાવેશ બૉલીવૂડના સુપરસ્ટારની યાદીમાં થઈ ગયો છે. જો કે ઈમરાન તેની આ સિઘ્ધીને વઘુ પડતી ચગાવવા માગતો નથી. ‘‘મારે મારી દરેક ફિલ્મ દ્વારા વિકાસ કરવો છે. મારે એને અવરોધવો નથી. મારો વિકાસ કેટલો થશે અને મારી કારકિર્દીનો અંત ક્યારે આવશે એ હું જાણતો નથી પરંતુ મારે આગળ વધવું છે અને એક અભિનેતા તરીકે શક્ય એટલો વિકાસ કરવો છે.’’ ઈમરાન કહે છે.
જો કે આ સફળતા મેળવતા પૂર્વે અભિનેતાએ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ સુપરસ્ટારડમ મળ્યા પછી તેના મગજમાં રાઈ ભરાઈ ગઈ નથી. ઈમરાન પણ આ વાત કબૂલ કરતા કહે છે કે અહંકાર આવતા વાર લાગતી નથી. પરંતુ તમારે તમારા મન પર કાબુ મેળવવો જોઈએ. આ વાત મુશ્કેલ છે. પરંતુ સફળતાનો મદ મગજ પર સવાર થઈ ગયો તો એ તમારા પર હાવી થઈને તમને નુકસાન કરી શકે છે. ‘‘ઘણીવાર મને લાગે કે હું અજેય છું ત્યારે મારું વર્તન બદલાઈ જાય છે તે સમયે તરત જ મારે મારી જાતને ટોકવી પડે છે અને વાસ્તવિક્તામાં પાછા ફરવું પડે છે. આજે સફળતા છે તો આવતી કાલે નિષ્ફળતા પણ મળી શકે છે એ વાત ઘ્યાનમાં રાખવી જરૂર છે.’’ ઈમરાન સમજાવે છે.
આજે બૉક્સ ઑફિસના રાજા તરીકે ઓળખાતા ઈમરાનનું કહેવું છે કે નિષ્ફળતાએ તેને વઘુ નમ્ર બનાવ્યો છે.
આમ જનતાનો અભિનેતા ગણાતો ઈમરાન તેની સફળતાનો શ્રેય તેના દર્શકોને આપે છે. ‘‘લોકો મને કહે છે કે મારું મૂલ્ય ઓછું અંકાય છે. પરંતુ એ કંિમત કોણ આંકે છે? મને આ વાત સાચી લાગતી નથી. લોકોએ હમેશા મને પ્રેમ કર્યો છે અને મારી સફળતાનો શ્રેય તેમને જાય છે. આ ઈન્ડસ્ટ્રીમાં એક ચોક્કસ વર્ગ એવો છે જે શું ચાલે છે અને શું નથી ચાલતું એ નક્કી કરે છે. મેં અગાઉ કહ્યું હતું કે મુજબ મારું વઘુ મૂલ્ય ન આંકવાની તેમની ટ્રેજડી છે. મારા દર્શકોએ હમેશા મારી કદર કરી છે. ઈન્ડસ્ટ્રીએ તો હમણા જ મારી નોંધ લીધી છે. મને લાગે છે કે ઈન્ડસ્ટ્રી હમેશા છેલ્લે જ જાગે છે.’’ અભિનેતા કહે છે.
તો શું તેને આની ચંિતા થઈ નહોતી? ‘‘ઈન્ડસ્ટ્રીએ મારી નોંધ લીધી નહોવાનો મને ક્યારે પણ ગુસ્સો આવ્યો નથી. કારણ કે, મારે તેમની પાસેથી કોઈ સર્ટિફિકેટની જરૂર જ નહોતી. મારા પ્રશંસકોની સંખ્યામાં વધારો થાય છે એ હું જાણતો હતો અને મારી માટે એ વાત અગત્યની હતી. સાચું કહું તો, ‘બૉલીવૂડના સ્ટારને બદલે હું લોકોના સ્ટાર તરીકે ઓળખાવું વઘુ પસંદ કરીશ.’’
બૉલીવૂડના અન્ય સ્ટારોની જેમ ઈમરાને ક્યારે પણ પોતાની પબ્લિસિટી કરવાનો પ્રયાસ કર્યો નથી. ‘‘હું અતડો નથી. ફિલ્મી પાર્ટીઓ કે ઈવેન્ટમાં મારી ગેરહાજરીને લીધે લોકોએ આમ ધારી લીઘું છે. હકીકતમાં તો મને લાઈમ લાઈટમાં રહેવું પસંદ નથી. માત્ર ફિલ્મો જ મારું જીવન નથી ઘણા લોકો માટે ફિલ્મો જ સર્વસ્વ હોય છે. પરંતુ હું આમા અપવાદ છું. ફિલ્મો સિવાય પણ મારું જીવન છે. અને હું આ રીતે જ રહેવા માગુ છું. સેટ પર ૧૨ કલાક હું શૂટંિગ કરું છું. આથી રજાને દિવસે ફિલ્મી ઈવેન્ટમાં હાજરી આપવી મને ગમતી નથી. હું મારા મિત્રો, પરિવાર અને અંગત લોકો સાથે સમય પસાર કરવાનું પસંદ કરું છું. માર્કેટંિગ અને પ્રમોશન કરવાની વાત અલગ છે. એ હું મારી ફિલ્મ માટે કરવા તૈયાર છું.’’
જો કે એક જમાનામાં ઈમરાનને ક્લબમાં જવાનું ગમતું હતું. પરંતુ હવે તેણે આ છોડી દીઘું છે. તેને લાગે છે કે પિતા બન્યા પછી લોકોમાં ઘણો બદલાવ આવે છે. હવે તેણે કોઈ પણ વસ્તુ કરતા પહેલાં બે વાર વિચારવું પડે છે. રાત્રે તેના પુત્રને આયા પાસે છોડીને જવાનું તેને પસંદ નથી. હવે તેની પ્રાથમિક્તા તેનો પુત્ર અયાન છે.
તેના ‘સિરિયલ કિસર’ ટેગની તેના પુત્ર પર શું અસર થશે એનો તેણે વિચાર કર્યો છે ખરો? ‘‘તે ૧૬ કે ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી હું મારા ટીવી માટે ‘પેરન્ટલ લોક’ રાખીશ પરંતુ, મને ખાતરી છે કે એ પહેલા તેને આની ખબર પડી જશે અને તેણે આનો સામનો કરવાનું શીખવું પડશે એમ મને લાગે છે. તેના પિતાએ આ કામ રોજી-રોટી રળવા માટે કર્યું હતું. એમ તેણે સમજવું પડશે. મને મેં કરેલા કામનો કોઈ પસ્તાવો નથી અને એને પણ હું આ જ વાત સમજાવીશ. આ એક પ્રોફેશન છે અને કોઈને આનો વાંધો હોય તો એ તેમની સમસ્યા છે. પૈસા કમાવા માટેનો મારો આ એક માર્ગ છે. હું કોઈના પ્રોફેશનમાં માથુ મારતો નથી અને હું જે કરું છું એ ખોટું છે એમ કોઈ કહેશે તો હું એ સાંખી લઈશ નહીં. કારણ કે, હું જે કહું છું એ હું જાણું છું અને મને મારું કામ ગમે છે.’’ ઈમરાન ચોખ્ખા શબ્દોમાં કહે છે.
તેના બોલ્ડ દ્રશ્યોને કારણે તેના ઘરમાં પ્રવેશતી અસલામતી વિશે તેનું શું કહેવું છે? ‘‘હા, ઘણી વાર અસલામતી થાય છે અને દરેકના પતિને ‘સિરિયલ કિસર’નું ઉપનામ મળતું નથી. પરંતુ પરવીન (તેની પત્ની) ઘણી સમજુ છે. તે આ સ્વીકારતા શીખી ગઈ છે. આ મારા પ્રોફેશનનો એક ભાગ છે એ તે જાણે છે અને મારા નિર્ણયોમાં માથું મારતી નથી. હું તેની સલાહ લઉં છું. ફિલ્મ સાઈન કરતા પહેલા હું તેની સાથે વાતો પણ કરું છું. તે મને તેઓ અભિપ્રાય આપે છે. પરંતુ ફિલ્મ સાઈન કરવાનો નિર્ણય મારો પોતાનો હોય છે. આમ કહી ઈમરાન તેની આ મુલાકાત પૂરી કરે છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved