Last Update : 10-August-2012, Friday

 

દીપિકા પદુકોણ:સિઘ્ધાર્થ માલ્યા વિશે વાત કરવા તૈયાર નથી

 

શહાના ગોસ્વામી મારી ખાસ સહેલી છે. હું હંમેશા કહેતી આવી છું કે મિત્રો ક્યારે આપણા જીવનમાં આવશે એની યોજના આ ક્ષેત્રમાં બનાવી શકાતી નથી. આ ઉપરાંત તેઓ ક્યારે આપણાથી દૂર સરી જશે એનું ભવિષ્ય પણ ભાખી શકાતું નથી.
દીપિકા પદુકોણ તેની કારકિર્દીમાં ઘણી આગળ વધી ગઈ છે. આજે તેની ગણના ટોચની અભિનેત્રીઓમાં થાય છે. સૈફ અલી ખાન સાથે ‘લેવ આજ કલ’માં તેમજ ‘આરક્ષણ’માં કામ કર્યાં પછી હવે તે તેની સાથે ‘કોકટેલ’માં કામ કરી રહી છે. આ ઉપરાંત ‘ઓમ શાંતિ ઓમ’ના પાંચ વર્ષ પછી ફરી તે રોહિત શેટ્ટી દિગ્દર્શિત ‘ચેન્નાઈ એક્સપ્રેસ’માં શાહરૂખ સાથે કામ કરી છે. આ ઉપરાંત તે તેના એક્સ પ્રેમી રણબીર કપૂર સાથે પણ ‘યે જવાની હૈ દીવાની’માં કામ કરી રહી છે.
‘લવ આજ કલ’ અને ‘કોકટેલ’ વચ્ચે અત્યારથી જ સરખામણી શરૂ થઈ ગઈ છે. કારણ કે, ‘કોકટેલ’ની સ્ક્રિપ્ટ લખનારા ઇમ્તિયાઝ અલીએ ‘લવ આજ કલ’ દિગ્દર્શિત કરી હતી. જોકે ‘કોકેટલ’નું દિગ્દર્શન હોમી અડજાણિયા કરે છે. આ એક લવ સ્ટોરી છે. પરંતુ એમા મૈત્રી, વિશ્વ્વાસઘાત, રમૂજ અને વિશ્વ્વાસની વાત છે, એમ દીપિકા કહે છે.
આ ફિલ્મમાં દીપિકા વેરોનિકા નામની એક બોલ્ડ યુવતીની ભૂમિકા ભજવે છે. પોતાના પાત્ર વિશે સ્પષ્ટતા કરતા અભિનેત્રી કહે છે, ‘‘વેરોનિકા એક આત્મવિશ્વ્વાસુ છોકરી છે. પોતે જીવન વિશે શું માને છે અને તેના સ્વભાવ જેવી દરેક બાબતમાં તેને પોતાની જાત પર પૂરેપૂરો વિશ્વ્વાસ છે.’’
આ ફિલ્મ દ્વારા ડાયના પેન્ટી બોલીવૂડની કારકિર્દી શરૂ કરી રહી છે. ફિલ્મમાં તેનું પાત્ર પણ મહત્ત્વનું છે. હકીકતમાં તો દીપિકાને આ બન્ને ભૂમિકાઓ વચ્ચે પસંદગી કરવાની તક આપવામાં આવી હતી. ‘‘મને આ બન્ને પાત્ર ઑફર કરવામાં આવ્યા હતા અને મને મારા નિર્માતાએ કહ્યું હતું કે, ‘‘મારી પાસે તારે માટે બે ભૂમિકા છે અને તારે એનાથી કઈ ભજવવી છે એની તારે પસંદગી કરવાની છે.’’ આ માટે હું મારા નિર્માતાની આભારી છું. અને મેં એ પડકાર ઉપાડી લીધો હતો. ઇમ્તિયાઝ પણ વેરોનિકાની ભૂમિકાનું સૂચન કર્યું હતું. કારમ કે ‘લવ આજ કલ’ની મીરા જેવો જ બીજો રોલ છે. તેણે મને કહ્યું હતું કે વેરોનિકાનું પાત્ર ભજવવાનું મારે માટે સારું રહેશે અને મેં એનું સૂચન માન્યું એનો મને આનંદ છે,’’ દીપિકા કહે છે.
‘કોકટેલ’ મૈત્રી પર આધારિત હોવાથી દીપિકાને તેના બોલીવૂડના મિત્રો વિશે પૂછવું અહીં અસ્થાને લાગશે નહીં. ‘‘શહાના ગોસ્વામી મારી ખાસ સહેલી છે. હું હંમેશા કહેતી આવી છું કે મિત્રો ક્યારે આપણા જીવનમાં આવશે એની યોજના આ ક્ષેત્રમાં બનાવી શકાતી નથી. આ ઉપરાંત તેઓ ક્યારે આપણાથી દૂર સરી જશે એનું ભવિષ્ય પણ ભાખી શકાતું નથી. શહાના સાથે મેં એક ફિલ્મ કરી છે અને જોતજોતામાં જ અમે સારા મિત્રો બની ગયા હતા. મુંબઈ પાછી ફરતા હું સૌ પ્રથમ તેને જ ફોન કરું છું.’’ દીપિકા કહે છે.
આ વર્ષની આઈપીએલ મેચમાં તે તેના બીજા સારા દોસ્ત સિઘ્ધાર્થ માલ્યાની પડખે તે દેખાઈ નહોવાની વાત નીકળતા જ દીપિકા કહે છે, ‘‘તે સમયે હું બહાર હતી. એક મહિના માટે હું મનાલી હતી એ પછી હું શૂટંિગ માટે જોધપૂર ગઈ હતી. જોકે હું આઈપીએલ મેચો વિશે ખબર રાખતી હતી, પરંતુ સ્ટેડિયમમાં હાજરી આપી શકી નહોતી. જોકે મેં કેટલીક મેચ જોઈ હતી ખરી, ‘‘આમ કહીને દીપિકા સિઘ્ધાર્થ સાથેના તેના સંબંધોનો વિષય ઉડાડી દે છે.’’
અભિનય સાથે દૂરનો પણ સંબંધ ન હોવા છતાં દીપિકાને આ ક્ષેત્રમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળતા મળી છે. આ વાત નીકળતા જ તે કહે છે, ‘‘રેખા, માઘુરી, શ્રીદેવી અને હેમા માલિની જેવી ઘણી અભિનેત્રીઓ પરથી પ્રેરણા લઈ શકાય છે. પરંતુ છેવટે તો એક કલાકાર તરીકે તમારે પોતાની ઓળખ જાતે જ મેળવવી પડે છે. તમારે તમારી સ્વતંત્ર ઓળખ અને સ્ટાઈલ ઉત્પન્ન કરવી પડે છે. ઘણી અભિનેત્રીઓની અભિનય સ્ટાઈલ મને ગમે છે અને મને પ્રેરણા પૂરી પાડે છે. પરંતુ હું મારી સ્વતંત્ર સ્ટાઈલ વિકસાવવામાં માનું છું.

 
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved