Last Update : 10-August-2012, Friday

 

કેટી પેરી:હું મારા ચાહકોની કરજદાર છુ અને વર્લ્ડ ટૂર કરીને દેવું ચૂકતે કરી રહી છું

 

પોપ ગાયિકીની દુનિયામાં કેટી પેરી એ ખૂબજ ઝળહળતું નામ છે. આ અમેરિકી ગાયિકા વિશ્વભરમાં તેના ચાહકો ધરાવે છે અને મોટી સંખ્યામાં ધરાવે છે. ૨૦૦૬માં તેનો પ્રથમ આલ્બમ રિલિઝ થયો, ‘ટીનએજ ડ્રીમ’. આ આલ્બમને એટલી મોટી સફળતા મળી કે માઇકલ જેકસન સિવાય એક માત્ર આલ્બમથી અત્યાર સુધી આટલી મોટી સફળથા મેળવનારી તે બીજી વ્યક્તિ અને પ્રથમ ગાયિકા બની ગઈ. છેલ્લા છ વર્ષમાં તેને ગાયન ક્ષેત્રે સોથી વઘુ એવોડ્‌ર્સ મળી ચૂક્યા છે. કેટી હસતા હસતા કહે છે કે ‘૨૫ વર્ષ મેં મારી જાતને આપ્યા અને તેમ છતાં જો મને સફળતા ન મળત તો બાકીના વર્ષો હું મારા પતિને આપી દેત.’
કેટીએ ૧૭ વર્ષની ઉંમરે ઘર છોડ્યું હતું, પરંતુ ૨૭ વર્ષની ઉમરે તેની જીન્દગીમાં તમામ રંગો છે. તેનુસ્ટેજ પર્ફોર્મન્સ ખૂબજ ઉર્જાસભર હોય છે. તે એક ખૂણેથી બીજા ખૂણે સતત કૂદાકૂદ કરતી રહે છે. આ ઉર્જાનું રહસ્ય શું છે, એવું પૂછવામાં આવતા કેટીએ કહ્યું હતું કે ‘હું બીટ, ગાજર અને અદ્રક ભરપૂર પ્રમાણમાં લઉં છું. થોડી નાસપતિ પણ આરોગું છું. આ મારો રોજીંદો આહાર છે. મને લા વાય એમ રોઝની એડીથ પાયફ જેવું દેખાવું ગમશે.ટૂર પર ખૂબજ થાકી જવાય છે. હું સ્ટેમિના વધારવાની કોશિસ કરી રહી છું.મારા ધૂટણોમાં વિશ્વપ્રવાસ કરવાનું લખેલું છે. જોકે સખત મહેનતની હું સરાહના કરું છું. અને હું માનું પણ છું કે મારે જે કામ કરવું છે એ માટે વઘુ હાર્ડ વર્ક કરવાની જરૂર પડે છે. ’
તમે એક કલાકાર તરીકે ખૂબજ સ્વયંશિસ્ત પાળો છો. શું કોઇ એવી પ્રણાલી છે કે જને તમે સ્ટેજ પર જતા પહેલા કડકરીતે અનુસરો છો? આવા પ્રશ્નના ઉત્તરમાં પોપ પ્રિન્સેસ જણાવે છે કે ‘હું જ્યારે સ્ટેજ પર જાઉ એની પહેલા એક ટીકડી ખાવ છું જેથી મારું ગળું ન સુકાય જાય. આ ઉપરાંત કેફિનથી હું હંમેશા દૂર રહું છું. ખોરાકમાં ચીઝ સાથે કશુંક આરોગું છું.’
તું રોજ કેટલો સમય કસરત કરે છે એવા સવાલના ઉત્તરમાં કેટીએ જણાવ્યું હતું કે ‘શો હોય ત્યાર હું માત્ર ૪૦ જ મિનિટ એક્સરસાઇઝ કરું છું. કારણ કે શોમાં પરફોર્મ કરવાનું હોવાથી હું થાકી ન જવાય એની તકેદારી રાખું છું. ફાજલ સમયમાં હું પુસ્તક વાચું છું અથવા મારા પ્રિય ટીવી કાર્યક્રમો નિહાળું છું. માય બિગ ફેટ જીપ્સી વેડીંગ અને ધ મોર્ગના શો મારા પ્રિય ટીવી કાર્યક્રમેો છે. આ ઉપરાંત શેરિલ બુ્રકર પણ મને ખૂબજ ગમે છે.’
તમે તમારા અને તમારા ચાહકો વચ્ચેના સંબંધોને કઇ રીતે મૂલવશો? એવા પ્રશ્નના જવાબમાં કેટી કહે છે કે ‘હું મારા ચાહકોની કરજદાર છું. જ્યારે હું પ્રવાસ કરતી હોઉ છું ત્યારે મને લાગે છે કે હું દેવું ચૂકવી રહી છું. જોકે તેમનું સોએ સો ટકા ૠણ ક્યારેય અદા કરી શકીશ નહીં. કારણ કે જેમ લોકોના જીવનમાં સમસ્યાઓ ુઉભી થાય છે એ રીતે હું પણ મારું ઉત્તરદાયીત્વ પુરેપુરી રીતે ન પણ નિભાવી શકું. હજી ચાર દિવસ પહેલા જ મને તાવ હતો અને હું ડોક્ટર પાસે ગઈ હતી. સ્ટેરોઇડ દવાઓને કારણે હું અત્યારે તમારી સામે બેઠી છું.’
પ્રસિદ્ધિ પ્રત્યે તમે કેવી લાગણી અનુભવો છો એવું પૂછવામાં આવતા કેટી જણાવે છે કે ‘હું જ્યારે નવ વર્ષની હતી ત્યારથી મેં ગાવાની શરૂઆત કરી. સ્ટેજ પરફોર્મન્સ નાનપણથી મારી જીન્દગીનો હિસ્સો રહ્યું છે. મને ક્યારેય પ્રસિદ્ધિથી અહોભાવ થયો નથી. મેં ચર્ચમાં ગાવાની શરૂઆત કરી ત્યારથી જ હું ચર્ચાસ્પદ રહી છું. લોકો મારા વિશે જાતજાતની વાતો કરતા રહે છે, પરંતુ ખરું કહું તો મને ટેબ્લોઇડ કે ફોટો જર્નાલિસ્ટ જરા પણ ગમતા નથી.’
નાની વયે સેલિબ્રિટી બનનારા લોકોના માતાપિતા તેમના પૈસે જલ્સા કરતા હોય છે. માઇકલ જેકસનના કેસમાં આવું થયું હતું એને કેટી પેરીની માતા માટે પણ એવું કહી શકાય. તેની માતાએ કેટી પેરીના પૈસે મોંઘીદાટ ફેસલિફ્‌ટ સર્જરી કરાવી હતી. આ ઉપરાંત તે જીમી હેન્ડ્રીક્સ સાથે અનૈતિક સંબંધો પણ ધરાવે છે. આ વિશે પૂછવામાં આવતા કેટી પેરીએ જણાવ્યું હતું કે ‘મં મારી માતાને ફેસલિફ્‌ટ સર્જરી કરાવી આપી નહોતી. તેણે પોતાની મરજીથી કરાવી હતી અને મારા વિશે ઘણુ ન છપાવું જોઇએ એવું છપાતું રહે છે. મારી માતાએ જીમી હેન્ડ્રીક્સ સાથે માત્ર ડાન્સ કર્યો હતો. તેનો અર્થ એ નથી કે તે તેની સાથે જાતિય સંબંધો ધરાવે છે.’
પ્રસિદ્ધિ અને પ્રેસ વિશેના તમારા અનુભવો વર્ણવો એમ પૂછતા કેટીએ કહ્યું હતું કે ‘હું પાંચ મહિનાથી ગુગલ કરતી નથી. નવા વર્ષનું આ મારા તરફનું કમિટમેન્ટ છે.મેં અખબારો વાંચવાનું અને રિવ્યું જોવાનું પણ બંધ કરી દીઘું છે. મેં એક ટીમ તૈયાર કરી છે. તેઓ મારા વિશેના સમાચારો વાચતા રહે છે અને સારી અને ખરાબ બધી જ બાબતો વિશે જાણ કરતા રહે છે. મને એક સામાન્ય માણસ તરીકે જીવવું ગમે છે અને ગઈ કાલની ખબરો વાચવી ગમતી નથી.’
કેટી વિશે કહેવાય છે કે પ્રસિદ્ધિને લીધે તેનામાં ઘણુ પરિવર્તન આવ્યું છે. આ વિશે કેટીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે હું વધારે કેન્દ્રીત અને સહનશીલ બની છું. મારો પરિવાર અને મારા મિત્રો મારા માટે વધારે મહત્વના છે. હું સારા લોકો તથા સારા સંબંધોની દરકાર કરું છું. કેટલાક પ્રકારના લોકોથી હું હંમેશા દૂર રહું છું. હું દરરોજ વઘુ સારી વ્યક્તિ બનવાનો પ્રયાસ કરું છું. જો તમે બદલતા ન રહો તો તમે આગળ વધી શકતા નથી.’
તમે એક આઘ્યાત્મિક વાતાવરણમાં ઉછરેલા છો. તો અત્યારે તમે આઘ્યાત્મ સાથે કઇરીતે જોડાયેલા છો. એવા સવાલના જવાબમાં કેટીએ કહ્યું હતું કે ‘વૃક્ષ ગંમે તેટલું મોટું બને, વ્યાપક બને કે વિસ્તરે, પરંતુ એ કદી એના મૂળથી નોખું થતું નથી. પરિવર્તન જરૂર થાય છે. આઘ્યાત્મએ મને પ્રમાણિકતા શીખવી છે, બીજાને આદર આપતા શીખવ્યું છે. સારા અને ખરાબ વચ્ચેનો ફરક કરવાની સમજ કેળવી શકી છું.’

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved